તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વર્લ્ડ:નવાઝ શરીફને સજા સંભળાવનાર જજનું સંક્રમણના કારણે મોત; ઈટાલીમાં ક્રિસમસ-ન્યૂયર પર પણ પ્રતિબંધ રહેશે

ન્યૂયોર્ક4 મહિનો પહેલા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને કરપ્શનના મામલે દોષી જાહેર કરનાર જજ અરશદ મલિક (47)નું શુક્રવારે કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યું છે. જસ્ટિસ અરશદે એન્ટી કરપ્શન કોર્ટમાં જજ હતા ત્યારે ડિસેમ્બર 2018માં નવાઝ શરીફને સાત વર્ષની સજા સંભળાવી હતી. જો કે આ સજાની જાહેરાતના થોડા સમય બાદ એક વીડિયોમાં જસ્ટિસ અરશદે કબૂલ્યું હતું કે તેઓએ આ નિર્ણય દબાણમાં સંભળાવ્યો હતો. જે બાદથી જ જસ્ટિસ મલિક વિરૂદ્ધ તપાસ શરૂ થઈ હતી. જુલાઈ 2020માં લાહોર હાઈકોર્ટની કમિટીએ તેઓને બરતરફ કર્યા હતા.

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 6 કરોડ 57 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમા 15 લાખ 15 હજાર લોકોના મોતા થયા છે. 4 કરોડ 55 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં અત્યાર સુધીમાં 1 કરોડ 45 લાખથી વધારે કેસ નોંધાયા છે અને 2 લાખ 82 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવામાં આવ્યા છે.

ઈટાલીમાં એક દિવસમાં 993 લોકોના મોત
ઈટાલીમાં ગુરુવારે એક દિવસમાં 993 લોકોના મોત થયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 16 લાખ 64 હજારથી વધારે કેસ નોંધાયા છે અને કુલ 58 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં હોસ્પિટલોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. સંક્રમણને રોકવા માટે સરકારે પણ કડક પ્રતિબંધો લગાવવાની શરૂઆત કરી દીધી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ક્રિસમસ અને નવા વર્ષ પર અડધી રાત્રે યોજાનાર પાર્ટી નહીં યોજાય.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશો

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા14,535,196282,8298,561,427
ભારત9,571,780139,2279,015,684
બ્રાઝિલ6,487,516175,3075,725,010
રશિયા2,375,54641,6071,859,851
ફ્રાન્સ2,257,33154,140166,940
સ્પેન1,693,59146,038ઉપલબ્ધ નથી
બ્રિટન1,674,13460,113ઉપલબ્ધ નથી
ઈટાલી1,664,82958,038846,809
આર્જેન્ટિના1,447,73239,3051,274,675
કોલંબિયા1,343,32237,3051,233,115
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો