કોરોના વર્લ્ડ LIVE / અમેરિકામાં 24 કલાકમાં 41 હજારથી વધારે કેસ નોંધાયા અને 338 લોકોએ જીવ ગુમાવ્યા

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં અવર-જવર શરૂ થઈ ગઈ છે. અહીં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે.
X

  • વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 4 લાખ 26 હજાર કેસ, 5 લાખ 8 હજાર 520 લોકોના મોત
  • અમેરિકામાં 26 લાખ 81 હજાર 811 કેસ, 1 લાખ 28 હજાર 783 લોકોના મોત

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 07:48 PM IST

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 4 લાખ 26 હજાર કેસ નોંધાયા છે. જેમાં 5 લાખ 8 હજાર 520 લોકોના મોત થયા છે. 56 લાખ 82 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં 24 કલાકમાં 41 હજાર 586 કેસ નોંધાયા
અમેરિકામાં 26 લાખ 81 હજાર 811 કેસ નોંધાયા છે. 1 લાખ 28 હજાર 783 લોકોના મોત થયા છે. 11 લાખ 17 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં 24 કલાકમાં 41 હજાર 586 કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. સંક્રમણના કેસ વધતા ઘણા રાજ્યોને ખોલવાની યોજનાને અટકાવી દેવાઈ છે. જેમા કેલિફોર્નિયા સામેલ છે.

WHOએ કહ્યું- મહામારીને ખતમ કરવાથી આપણે ઘણા દૂર
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડ્રોસ એડહોનમ ગેબ્રેસિયોસિસે સોમવારે કહ્યું હતું કે વિશ્વના દેશોની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. પરંતું હજુ તેનો ખરાબ તબક્કો આવવાનો બાકી છે. જો સરકારે યોગ્ય નીતિઓનું પાલન ન કર્યું તો વધુ લોકો સંક્રમિત થઈ શકે છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે મહામારી ખતમ થઈ જાય, પરંતુ આપણે બધા તેનાથી ઘણા દૂર છીએ.

લંડનની રિજેન્ટ સ્ટ્રીટમાં લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

બ્રિટન: લીસેસ્ટરમાં લોકડાઉન
બ્રિટનના લીસેસ્ટર શહેરમાં લોકડાઉન લગાવાયું છે. સરકારી આંકડાં મુજબ સાત દિવસમાં અહીં કેસ વધી રહ્યા છે. આ દરમિયાન એક લાખ લોકોમાં 135 લોકો સંક્રમિત થયા છે. 

સંયુક્ત અરબ અમીરાતમાં સરકારે 1 જુલાઈથી ધાર્મિક સ્થળો ખોલવાની જાહેરાત કરી છે.

UAEમાં 1 જુલાઈથી ધાર્મિક સ્થળો ખોલાશે
સંયુક્ત અરબ અમીરાતમાં 1 જુલાઈથી ધાર્મિક સ્થળો ખોલાશે. અહીં સંક્રમિતોની સંખ્યા 48 હજારથી વધારે થઈ ગઈ છે. 314 લોકોના મોત થયા છે. જે યાત્રીઓનો રિપોર્ટ 48 કલાક પહેલા નેગેટિવ આવ્યો છે તેઓને અહીં આવવાની પરવાનગી અપાશે.

બ્રાઝીલમાં 13 લાખ 70 હજાર 488 કેસ નોંધાયા છે. 58 હજાર 385 લોકોના મોત થયા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી