કોરોના વર્લ્ડ LIVE / અમેરિકાએ કહ્યું- WHO સમય ન બગાડે, તે માહિતી મેળવે કે કોરોનાવાયરસ શરૂ ક્યાંથી થયો અને કેમ ફેલાયો

The death toll in Brazil crossed 20,000 with 1188 deaths in a single day
પાકિસ્તાનના કરાચી રેલવે સ્ટેશન ઉપર સ્વાસ્થ્ય કર્મચારી મહિલાનું તાપમાન તપાસી રહ્યો છે.
પાકિસ્તાનના કરાચી રેલવે સ્ટેશન ઉપર સ્વાસ્થ્ય કર્મચારી મહિલાનું તાપમાન તપાસી રહ્યો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોરોનામાં મરનાર લોકોના સન્માનમાં આગામી ત્રણ દિવસ સુધી તમામ સરકારી બિલ્ડિંગ પર ધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
X
The death toll in Brazil crossed 20,000 with 1188 deaths in a single day
પાકિસ્તાનના કરાચી રેલવે સ્ટેશન ઉપર સ્વાસ્થ્ય કર્મચારી મહિલાનું તાપમાન તપાસી રહ્યો છે.પાકિસ્તાનના કરાચી રેલવે સ્ટેશન ઉપર સ્વાસ્થ્ય કર્મચારી મહિલાનું તાપમાન તપાસી રહ્યો છે.

  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 51.99 લાખ કેસ નોંધાયા, 3 લાખ 34 હજાર 621 લોકોના મોત
  • અમેરિકામાં 16.21 લાખ કેસ નોંધાયા, 96 હજાર 354 હજાર લોકોના મોત
  • કોરોના સંક્રમણના બીજા તબક્કામાં અમેરિકાને બંધ નહીં કરાય: ડોનાલ્ડ ટ્રમ્પ
  • જર્મનીમાં 1.79 લાખ કેસ નોંધાયા, હાલ એક્ટિવ કેસ 12 હજાર 712

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 12:30 AM IST

ન્યૂયોર્ક. વિશ્વમાં અત્યારસુધી 52 લાખ 9 હજાર 860 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. 20 લાખ 92 હજાર 757 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. મોતનો આંકડો 3 લાખ 34 હજાર 878 થઇ ગયો છે. મહામારી અંગે અમેરિકાએ WHOને કહ્યું છે કે તે સમય બગાડ્યા વિના આ વાયરસ ક્યાંથી શરૂ થયો તેની તપાસ કરે. અમેરિકાએ સંગઠનને ચીનની કઠપૂતળી પણ કહ્યું હતું. પાકિસ્તાનમાં સૌથી વધારે સંક્રમિત 19 હજાર 924 સિંધ વિસ્તારમાં નોંધાયા છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 4.46 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને પેશાવરના બાશાખાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકામાં મહામારીથી મરનાર લોકોના સન્માનમાં ત્રણ દિવસ સુધી રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે કોરોનામાં મરનાર લોકોના સન્માનમાં આગામી ત્રણ દિવસ સુધી તમામ સરકારી બિલ્ડિંગ પર ધ્વજ અડધી  કાઠીએ ફરકાવાશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે કોરોનામાં મરનાર લોકોના સન્માનમાં આગામી ત્રણ દિવસ સુધી તમામ સરકારી બિલ્ડિંગ અને રાષ્ટ્રીય ધરોહરો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી  કાઠીએ ફરકાવાશે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 96 હજાર 354 હજાર લોકોના મોત થયા છે. 3.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

 અમેરિકાને કાયમી બંધ નહીં કરાય: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કોરોના વાઈરસનો બીજા તબક્કો આવશે તો અમેરિકાને બંધ કરવામાં આવશે નહીં. સ્વસ્થ રાજ્ય માટે કાયમી લોકડાઉનએ અમારી રણનીતિ નથી. દેશને બંધ કરવાનો અમારો કોઈ વિચાર નથી. ક્યારેય ખતમ ન થનાર લોકડાઉન એક જાહેર સ્વાસ્થ્યના જોખમને આમંત્રણ આપે છે. આપણા લોકોના સ્વાસ્થ્યના રક્ષણ માટે અર્થવ્યવસ્થાને ખોલવી પડશે.

બ્રાઝીલમાં ઓછા પગારને લઈને સ્વાસ્થ્ય કર્મચારીઓ પ્રદર્શન કરી રહ્યા છે. અહીં ગુરુવારે 18 હજાર 508 નવા કેસ નોંધાયા છે.

બ્રાઝીલમાં એક દિવસમાં 1188 લોકોના મોત સાથે મૃત્યુઆંક 20 હજારને પાર

બ્રાઝીલમાં એક દિવસમાં સૌથી વધારે મૃત્યુઆંક નોંધાયો છે. 1188 લોકોના મોત સાથે મૃત્યુઆંક 20 હજારને પાર કરી ગયો છે. અહીં 3.11 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં સંક્રમણના દરને જોતા તે એક દિવસની અંદર સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં બીજા નંબરે આવી જશે. હાલ 3.17 લાખ સંક્રમણ સાથે રશિયા બીજા નંબરે છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 16.21 લાખ કેસ નોંધાયા છે. જેમાં 96 હજાર 354 હજાર લોકોના મોત થયા છે. 3.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બાંગ્લાદેશમાં ટેસ્ટિંગ સેન્ટર બહાર પોતાના વારાની રાહ જોઈ રહેલા લોકો.

બાંગ્લાદેશમાં સંક્રમણના કેસ વધ્યા

બાંગ્લાદેશમાં 24 કલાકમાં 1773 નવા કેસ નોંધાયા છે. દેશમાં પોઝિટિવ કેસ 28 હજાર 511 થયા છે. બુધવારે ચીનના રાષ્ટ્રપતિ જિંગપિંગે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે મહામારીને લઈને ફોન પર વાત કરી હતી. તેમણે કહ્યું કે અમે એક્સપર્ટ ટીમ બાંગ્લાદેશ મોકલવા તૈયાર છીએ.

રશિયા: મોસ્કોમાં 24 કલાકમાં 73ના મોત
મોસ્કોમાં 24 કલાકમાં 73 લોકોના  મોત થયા છે. આ સાથે મોસ્કોમાં મૃત્યુઆંક 1867 પહોંચી ગયો છે. રશિયામાં કુલ પોઝિટિવ કેસ 3 લાખ 17 હજાર 554 થયા છે અને 3099 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મનીમાં 1.79 લાખ કેસ નોંધાયા, હાલ એક્ટિવ કેસ 12 હજાર 712
કોરોના વાઈરસની લડાઈમાં જર્મનીની અસરકારક કામગીરી સમગ્ર વિશ્વએ જોઈ છે. અહીં કુલ 1.79 લાખ કેસ નોંધાય છે. જેમાંથી 1.58 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ અહીં 12 હજાર 712 એક્ટિવ કેસ છે. જર્મનીમાં 8309 લોકોના મોત થયા છે. જર્મનીમાં 36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે.
સુદાનમાં 410 નવા કેસ નોંધાયા
સુદાનમાં એક દિવસમાં 410 નવા કેસ અને 10 લોકોના મોત થયા છે . આ સાથે અહીં કુલ પોઝિટિવ કેસ 3138 થયા છે અને મૃત્યુઆંક 121 થયો છે.યમનમાં 13 નવા કેસ સાથે કુલ પોઝિટિવ કેસ 193 થયા છે.

તસવીર ઈટાલીના નેપલ્સની છે. દેશમાં લોકડાઉનના પ્રતિબંધોમાં ઢીલ અપાઈ છે. રેસ્ટોરાં ખોલાયા છે.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 16,20,902 96,354
રશિયાા 317,554 3,099
બ્રાઝીલ 310,921 20,082
સ્પેન 280,117 27,940
બ્રિટન 250,908 36,042
ઈટાલી 228,006 32,486
ફ્રાન્સ 181,826 28,215
જર્મની 179,021 8,309
તુર્કી 153,548 4,249
ઈરાન 129,341 7,249
ભારત 118,226 3,584
પેરુ 108,769 3,148
ચીન 82,971 4,634
કેનેડા 81,324 6,152
સાઉદી અરબ 65,077 351
મેક્સિકો 59,567 6,510
ચીલી 57,581 589
બેલ્જિયમ 56,235 9,186
પાકિસ્તાન 48,091 1,017
નેધરલેન્ડ 44,700 5,775
કતાર 38,651 17
બેલારુસ 33,371 185
સ્વિડન 32,172 3,871
સ્વિત્ઝર્લેન્ડ 30,694 1,898

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી