કોરોના વર્લ્ડ LIVE / વિશ્વભરમાં 51.33 લાખ કેસ: ચીનના વુહાનમાં 12 મેથી અત્યાર સુધીમાં 30 લાખ ટેસ્ટ કર્યાં, ફક્ત 48 લોકો પોઝિટિવ આવ્યા

દક્ષિણ કોરિયાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફેસ માસ્ક પહેરીને પરીક્ષા આપી રહ્યા છે. અહીં 11 હજાર 122 કેસ નોંધાયા છે અને 264 લોકોના મોત થયા છે.
પીપલ્સ પોલિટિકલ કાઉન્સિલેટીવ કોન્ફરન્સ (CPPCCC)ના ઉદઘાટન સત્ર દરમિયાન ગ્રેટ હોલમાં ઉપસ્થિત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. આ સમયે અધિકારીઓએ માસ્ક પહેર્યું હતું.
પીપલ્સ પોલિટિકલ કાઉન્સિલેટીવ કોન્ફરન્સ (CPPCCC)ના ઉદઘાટન સત્ર દરમિયાન ગ્રેટ હોલમાં ઉપસ્થિત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. આ સમયે અધિકારીઓએ માસ્ક પહેર્યું હતું.
રશિયામાં એક યુવકનું તાપમાન માપી રહેલા સ્વાસ્થ્ય કર્મચારી નજરે પડે છે. દેશમાં 3099 લોકોના મોત થયા છે.
રશિયામાં એક યુવકનું તાપમાન માપી રહેલા સ્વાસ્થ્ય કર્મચારી નજરે પડે છે. દેશમાં 3099 લોકોના મોત થયા છે.
ફ્રાંસમાં સ્કૂલોને ખોલવામાં આવી છે. સંક્રમણમાં ઘટાડો થતા યુરોપના ઘણા દેશોમાં ઢીલ અપાઈ છે.
ફ્રાંસમાં સ્કૂલોને ખોલવામાં આવી છે. સંક્રમણમાં ઘટાડો થતા યુરોપના ઘણા દેશોમાં ઢીલ અપાઈ છે.
અમેરિકા: ન્યૂયોર્કમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યો છે. અહીં 3.68 લાખ લોકો સંક્રમિત છે.
અમેરિકા: ન્યૂયોર્કમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યો છે. અહીં 3.68 લાખ લોકો સંક્રમિત છે.
X
પીપલ્સ પોલિટિકલ કાઉન્સિલેટીવ કોન્ફરન્સ (CPPCCC)ના ઉદઘાટન સત્ર દરમિયાન ગ્રેટ હોલમાં ઉપસ્થિત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. આ સમયે અધિકારીઓએ માસ્ક પહેર્યું હતું.પીપલ્સ પોલિટિકલ કાઉન્સિલેટીવ કોન્ફરન્સ (CPPCCC)ના ઉદઘાટન સત્ર દરમિયાન ગ્રેટ હોલમાં ઉપસ્થિત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ. આ સમયે અધિકારીઓએ માસ્ક પહેર્યું હતું.
રશિયામાં એક યુવકનું તાપમાન માપી રહેલા સ્વાસ્થ્ય કર્મચારી નજરે પડે છે. દેશમાં 3099 લોકોના મોત થયા છે.રશિયામાં એક યુવકનું તાપમાન માપી રહેલા સ્વાસ્થ્ય કર્મચારી નજરે પડે છે. દેશમાં 3099 લોકોના મોત થયા છે.
ફ્રાંસમાં સ્કૂલોને ખોલવામાં આવી છે. સંક્રમણમાં ઘટાડો થતા યુરોપના ઘણા દેશોમાં ઢીલ અપાઈ છે.ફ્રાંસમાં સ્કૂલોને ખોલવામાં આવી છે. સંક્રમણમાં ઘટાડો થતા યુરોપના ઘણા દેશોમાં ઢીલ અપાઈ છે.
અમેરિકા: ન્યૂયોર્કમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યો છે. અહીં 3.68 લાખ લોકો સંક્રમિત છે.અમેરિકા: ન્યૂયોર્કમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યો છે. અહીં 3.68 લાખ લોકો સંક્રમિત છે.

  • વિશ્વભરમાં અત્યાર સુધીમાં 3.31 લાખના મોત, 20.49 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ
  • વૈજ્ઞાનિકોએ કહ્યું- ચીન, દ. કોરિયા અને તાઈવાન મહામારી ઉપર કાબૂ મેળવવામાં સફળ રહ્યા, જ્યારે અમેરિકા નિષ્ફળ રહ્યું
  • રશિયામાં એક દિવસમાં 8849 નવા કેસ નોંધાયા અને 127 લોકોના જીવ ગયા
  • અમેરિકામાં એક દિવસમાં 1561 મોત, મૃત્યુઆંક 95 હજાર પહોંચ્યો

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 11:40 AM IST

ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 51.33 લાખ કેસ નોંધાયા છે. 3 લાખ 31 હજાર 496 લોકોએ જીવ ગુમાવ્યા છે. 20.49 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. વુહાનમાં 12 મેથી અત્યાર સુધીમાં 30 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીં બુધવારે 8 લાખ 87 હજાર 321 લોકોની તપાસ કરવામાં આવી હતી. 12 મેથી અત્યાર સુધી ચીનમાં ફક્ત 48 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ચીન 10 દિવસમાં સંપૂર્ણ વુહાન શહેરમાં ટેસ્ટ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ચીનમાં અત્યાર સુધીમાં 82 હજાર 967 કેસ સામે આવ્યા છે અને 4,634 લોકોના મોત થયા છે.
અમેરિકાના વૈજ્ઞાનિક વિલિયમ હેસલટાઈને કહ્યું કે કોરોનાની વેક્સીન ઝડપથી આવશે નહીં. તેની રાહ જોવી જોઈએ નહીં. બીજી તરફ રશિયામાં એક દિવસમાં 8849 નવા કેસ નોંધાયા છે અને 127 લોકોના જીવ ગયા છે. આ સાથે અહીં 3.17 લાખ કેસ નોંધાયા છે અને 3099 લોકોના જીવ ગયા છે.
સ્પેનમાં લોકડાઉન સામે વિરોધ
સ્પેનમાં કોરોના વાઈરસને પગલે લોકડાઉન વધારવાનો વિરોધમાં લોકો માર્ગો પર આવી ગયા હતા. સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેજે લોકડાઉનને આગામી બે સપ્તાહ વધારવાની જાહેરાત કરી છે. દરમિયાન સંસદમાં પણ આ અંગેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મેડ્રિડમાં નારાજ લોકો દેશમાં રાષ્ટ્ર ધ્વજ સાથે માર્ગો પર રેલીઓ કરી રહ્યા છે. 

સ્વાસ્થ્ય એજન્સીની ચેતવણી- યુરોપે મહામારીના બીજા તબક્કા માટે તૈયાર રહેવું જોઈએ
યુરોપિયન સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશનના નિર્દેશક ડો. એન્ડ્રિયા ઓમાને કહ્યું કે યુરોપે સંક્રમણના બીજા તબક્કા માટે તૈયાર રહેવું જોઈએ. અહીં ઘણા દેશોમાં પ્રતિબંધોમાં છૂટ અપાઈ છે. જોકે એ જાણવાનું બાકી છે કે બીજો તબક્કો ક્યારે શરૂ થશે અને કેટલો મોટો હશે.
ગ્રીસમાં 15 જૂનથી પર્યટન શરૂ
ગ્રીસના પર્યટનને ફરી ખોલાયું છે. 15 જૂનથી એંથેંસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફ્લાઈટ્સને ઉડવાની મંજૂરી અપાઈ છે. જો કે દેશના તમામ એરપોર્ટ પર વિમાનનું સંચાલન 1 જૂલાઈથી થશે. પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે કહ્યું હતું કે રેસ્ટોરાં 25 મેથી ખુલશે.બીચ ઉપર જવાનો પ્રતિબંધ હટાવી લેવાશે. પર્યટક તપાસ વગર અને ક્વોરન્ટિન વગર દેશમાં આવી શકશે. જરૂર પડશે તો સ્વાસ્થ્ય અધિકારી તપાસ કરશે. અહીં 2850 સંક્રમિત છે અને 166 લોકોના મોત થયા છે.

WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિયેસિયસ

WHOએ કહ્યું- 24 કલાકમાં એક લાખ 6 હજાર કેસ નોંધાયા, તેમા 66% કેસ અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને ભારતમાં નોંધાયા

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ 24 કલાકમાં 1 લાખ 6 હજાર પોઝિટિવ કેસ નોંધાયા છે. WHOના મહાનિર્દેશક ટેડ્રોસ એડહોનમ ગેબ્રિયેસિયસે ચેતવણી આપી છે કે મહામારી આપણી વચ્ચે લાંબો સમય રહેનાર છે. તેમણે ઓછી અને મધ્યમ આવક ધરાવનાર દેશમાં સંક્રમણ વધવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. વિશ્વમાં જટેલા લોકો પ્રભાવિત છે, તેનાથી વધારે સંક્રમિત છે. કારણે કે  મોટાભાગના લોકોનો તપાસ રિપોર્ટ આવ્યો નથી. ટેડ્રોસે કહ્યું કે 24 કલાકમાં જે નવા કેસ નોંધાણા છે તેમાં 66 ટકા કેસ અમેરિકા, રશિયા, બ્રાઝીલ અને ભારતમાં નોંધાયા છે.  
 
અમરિકામાં એક દિવસમાં 1561 મોત
અમેરિકામાં અત્યાર સુધીમાં 15.92 લાખ કેસ નોંધાયા છે. જેમાં 95 હજાર લોકોના મોત થયા છે. અમેરિકામાં એક દિવસમાં 1561 લોકોના મોત થયા છે. અને 21 હજાર 408 નવા કેસ નોંધાયા છે.બે મહિનાના શટડાઉન પછી 50 રાજ્ય ધીમે ધીમે ખોલવામાં આવી રહ્યા છે. બુધવારે કનેક્ટિકટ પહેલું રાજ્ય બન્યું જેણે અમુક શરતો સાથે રેસ્ટોરાં અને દુકાનો ખોલવાની પરવાનગી આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  કોરોના મહામારીને લઈને કંસાસ અને અરકંસાસના ગવર્નર સાથે વાત કરી રહ્યા છે.

ટ્રમ્પે મિશિગન અને નેવાડા વિસ્તારમાં ફંડિંગ રોકવાની ધમકી આપીઅમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમા મેઈલ દ્વારા વોટિંગની યોજના બનાવવાને લઈને મિશિગન અને નેવાડા વિસ્તારના ફંડિંગને રોકવાની ધમકી આપી છે. ટ્રમ્પે ટ્વિટ કર્યું કે મિશિગન લાખો લોકો માટે ગેરકાયદેસર રીતે મતદાનપત્ર મોકલી રહ્યુ છે, નેવાડા મતપત્રો દ્વારા બોગસ મત મોકલીને મોટા પ્રમાણમાં છેતરપિંડીનો માહોલ બનાવી રહ્યું છે. જોકે મિશિગનના રાજ્ય સચિવ જોસલિન બેંસને આરોપને ફગાવી દીધા છે.રશિયામાં 3 લાખ 8 હજાર 705 કેસ નોંધાયા છે, જ્યારે 2972 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહીં  2 લાખ 93 હજાર 357 કેસ નોંધાય છે અને 18 હજાર 894 લોકોના મોત થયા છે. 

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં ભાજન માટે માસ્ક પહેરીને લાઈનમાં લાગેલા લોકો. 

દક્ષિણ આફ્રિકામાં બે દિવસના બાળકનું મોત

દક્ષિણ આફ્રિકામાં બે દિવસના નવજાત બાળકનું મોત થયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ દેશમાં કોરોનાથી પહેલા બાળકનુ મોત થયું છે. માતા કોરોના પોઝિટિવ હતી અને બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં 18 હજાર કેસ નોંધાયા છે અને 339 લોકોના મોત થયા છે.

તસવીર ચીનના તિયાનમેન ચોકની છે. અહીં સંક્રમણના 82 હજાર 967 કેસ નોંધાયા છે.

ચીનમાં બે નવા કેસ નોંધાયા

ચીનમાં બે નવા કેસ નોંધાયા છે. જેમાં એક વિદેશી નાગરિક છે. ચીનમાં 82 હજાર 967 કેસ નોંધાય છે અને 4634 લોકોના મોત થયા છે.

આર્જેન્ટિનામાં 474 નવા કેસ નોંધાયા
આર્જેન્ટિનામાં કોરોનાના 9283 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 474 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 403 લોકોના મોત થયા છે.

આજે કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 15,91,991 94,994
રશિયા 317,554 3,099
બ્રાઝીલ 293,357 18,894
સ્પેન 279,524 27,888
બ્રિટન 248,293 35,704
ઈટાલી 227,364 32,330
ફ્રાન્સ 181,575 28,132
જર્મની 178,531 8,270
તુર્કી 152,587 4,222
ઈરાન 126,949 7,183
ભારત 112,028 3,434
પેરુ 104,020 3,024
ચીન 82,967 4,634
કેનેડા 80,142 6,031
સાઉદી અરબ 62,545 339
મેક્સિકો  56,594 6,090
બેલ્જિયમ 55,983 9,150
ચીલી 53,617 544
પાકિસ્તાન 45,898 985
નેધરલેન્ડ 44,447 5,748
કતાર 37,097 16
બેલારુસ 32,426 179
સ્વીડન 31,523 3,831
સ્વિત્ઝરલેન્ડ 30,658 1,892

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી