તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વર્લ્ડ LIVE:અત્યાર સુધીમાં 43.96 લાખ કેસ,યુરોપિયન યુનિયને કહ્યું- મહામારીના સમયમાં આતંકવાદી હુમલો થવાની આશંકા

ન્યૂયોર્ક9 મહિનો પહેલા
આ તસવીર ન્યુયોર્કની છે. અહીં ટ્રમ્પ ડેથ ક્લોક દર્શાવવામાં આવી છે - Divya Bhaskar
આ તસવીર ન્યુયોર્કની છે. અહીં ટ્રમ્પ ડેથ ક્લોક દર્શાવવામાં આવી છે
  • ન્યુયોર્કમાં મૃત્યુ પામનારનો આંકડો બતાવી રહી છે ટ્રમ્પ ડેછ ક્લોક
  • વિશ્વભરમાં કોરોનાના 43.96 લાખથી વધારે કેસ, અત્યાર સુધીમાં 2.95 લોકોએ જીવ ગુમાવ્યા
  • અમેરિકામાં 84 હજાર 187 લોકોએ જીવ ગુમાવ્યા, કુલ 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા

વિશ્વભરમાં કોરોનાના 43.96 લાખથી વધારે કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2.95 લોકોએ જીવ ગુમાવ્યા છે. 16.37 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. આ મહામારીની સ્થિતિમાં યુરોપિયન યુનિયને આતંકવાદી હુમલો થવાની દહેશત વ્યક્ત કરી છે. ઈયુના એક અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ મહામારીનો ફાયદો ઉઠાવી આતંકવાદી સંગઠન હુમલો કરી શકે છે.રશિયામાં સતત 11માં દિવસે 10 હજાર કેસ નોંધાયા છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 2.42 લાખથી વધારે નોંધાઈ છે. જ્યારે 2,212  લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં 12 હજારથી વધારે લોકોના મોત થયા છે. અહીં 1.78 લાખ કેસ નોંધાયા છે.
અમેરિકા પછી સૌથી વધારે મોત બ્રિટનમાં થયા છે. અહીં 32 હજારથી વધારે લોકોના જીવ ગયા છે. અમેરિકામાં 83 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 
સિંગાપોર દેશમાં રહેનાર 3.23 લાખ વિદેશી મજૂરોના ટેસ્ટ કરશે
સિંગાપોર સરકારે કહ્યું છે કે દેશમાં રહેનાર 3.23 લાખ વિદેશી મજૂરોનો કોરોના ટેસ્ટ કરાશે. અહીં દક્ષિણ એશિયામાંથી લાખો મજૂરો કામ કરવા માટે આવે છે, જેઓ નાના ડોરમેટ્રીમાં રહે છે. અહીં ડોરમેટ્રીમાં રહેનારમાંથી 32 હજાર મજૂર સંક્રમિત થયા છે.

અમેરિકામાં ઓગસ્ટ સુધીમાં 1.47 લાખના મોત થઈ શકે છે
અમેરિકામાં અત્યાર સુધીમાં 14 લાખ 8 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 83 હજાર 425 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 99.36 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. 2.97 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સિએટલ સ્થિત ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશને બુધવારે કહ્યું છે કે અમેરિકામાં ઓગસ્ટની શરૂઆત સુધીમાં 1.47 લાખથી વધારે લોકોના મોત થઈ શકે છે. આ પહેલાના અનુમાન કરતા 10 હજાર વધારે છે. ઈજિપ્તમાં કોરોના સંક્રમણના 347 નવા કેસ નોંધાતા કુલ કેસ 10 હજાર 93 થયા છે. મંગળવારે 11 લોકોના મોત સાથે મૃત્યુઆંક 544 થયો છે.

અમેરિકા: ન્યૂયોર્કના બ્રુકલિનમાં સ્વાસ્થ્ય કર્મચારીનો ઉત્સાહ વધારતી મહિલા. રાજ્યમાં 15 મે પછી પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી શકે છે.
અમેરિકા: ન્યૂયોર્કના બ્રુકલિનમાં સ્વાસ્થ્ય કર્મચારીનો ઉત્સાહ વધારતી મહિલા. રાજ્યમાં 15 મે પછી પ્રતિબંધોમાં રાહત આપવામાં આવી શકે છે.

અમેરિકામાં લોકડાઉન હટાવવાને લઈને ચેતવણી

અમેરિકાની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય ડો. એન્થની ફોસીએ અમેરિકાના રાજ્યોમાંથી લોકડાઉનને હટાવવાને લઈને ચેતવણી આપી છે. જો મહામારી કાબૂમાં કરવાની ક્ષમતા વિકસિત કર્યા પહેલા રાજ્યોને રાહત આપવામાં આવશે તો તેના ગંભીર પરિણામ આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ફરીવાર બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે.
ટ્વિટરના કર્મચારીઓ હંમેશ માટે ઘરેથી કામ કરી શકશે
ટ્વિટરે જાહેરાત કરી છે કે તેના કર્મચારી કોરોના મહામારી પછી પણ ઈચ્છે તો હંમેશ માટે ઘરેથી કામ કરી શકશે. ઓફિસ પણ ખુલ્લી રહેશે. પણ અહીં સુરક્ષાનું પૂરતું ધ્યાન રખાશે. ટ્વિટરે કહ્યું હતું કે જો અમારા કર્મચારીઓ ઘરેથી કામ કરવાની સ્થિતિમાં છે અને તેઓ હંમેશાને માટે આવું ઈચ્છે છે તો અમે તેને પૂરું કરવાનો પ્રયાસ કરીશું. અમુક અપવાદોને છોડીને કોઈપણ પ્રકારની બિઝનેસ યાત્રા થશે નહીં.
ચીનમાં 15 નવા કેસ નોંધાયા છે. વુહાનના 1.10 કરોડ લોકોનો ટેસ્ટ કરવાના પ્લાનની જાહેરાત કરી છે. નેપાળમાં 26 નવા કેસ નોંધાવાની સાથે કુલ પોઝિટિવ કેસ 217 થયા છે.

ફ્રાન્સમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જવા માટે રાહ જોઈ રહેલી મહિલાઓ. સરકારે અહીં પ્રતિબંધોમાં થોડી ઢીલ આપી છે.
ફ્રાન્સમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જવા માટે રાહ જોઈ રહેલી મહિલાઓ. સરકારે અહીં પ્રતિબંધોમાં થોડી ઢીલ આપી છે.

ફ્રાન્સમાં 24 કલાકમાં 348 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક 27 હજારની નજીક પહોંચી ગયો છે. અહીં 1.78 લાખ કેસ નોંધાયા છે. 
લેબનાનમાં સંપૂર્ણ લોકડાઉન
લેબનાનમાં અત્યાર સુધીમાં 870 કેસ નોંધાયા છે અને 26 લોકોના મોત થયા છે.સંક્રમણના ખતરાને ધ્યાનમાં રાખીને સરકારે અહીં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ચાર દિવસ પહેલા પ્રતિબંધો હટાવ્યા હતા. પરંતુ કેસ વધતા ફરી આ નિર્ણય લેવાયો છે.
કયા દેશમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશકેસમોત
અમેરિકા1,408,63683,425
સ્પેન269,52026,920
રશિયા242,2712,212
બ્રિટન226,46332,692
ઈટાલી221,21630,911
ફ્રાન્સ178,22526,991
બ્રાઝીલ178,21412,461
જર્મની173,1717,738
તુર્કી141,4753,894
ઈરાન110,7676,733
ચીન82,9264,633
ભારત74,2922,415
પેરુ72,0592,057
કેનેડા71,1575,169
બેલ્જીયમ53,7798,761
નેધરલેન્ડ42,9845,510
સાઉદી અરબ42,925264
મેક્સિકો38,3243,926
પાકિસ્તાન34,336737
ચીલી31,721335
સ્વિત્ઝરલેન્ડ30,3801,867
પોર્ટુગલ27,9131,163
સ્વીડન27,2723,313
કતાર25,14914
થાઈલેન્ડમાં માર્કેટમાં જતાં પહેલા લોકોના તાપમાન માપવામાં આવી રહ્યા છે. અહીં 2844 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
થાઈલેન્ડમાં માર્કેટમાં જતાં પહેલા લોકોના તાપમાન માપવામાં આવી રહ્યા છે. અહીં 2844 લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

થાઈલેન્ડ: જાન્યુઆરી પછી પ્રથમવાર નવો કેસ ન નોંધાયો

થાઈલેન્ડમાં 13 જાન્યુઆરી પછી પ્રથમવાર દેશમાં સંક્રમણનો નવો કેસ નોંધાયો નથી. અધિકારીઓના જણાવ્યા મુજબ સંક્રમિતોની સંખ્યા 3017 થઈ છે. અત્યાર સુધીમાં 56 લોકોના જીવ ગયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો