તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વર્લ્ડ LIVE:અત્યારસુધી 42.67 લાખ કેસઃ સ્પેનમાં 113 વર્ષની મહિલા હવે કોરોના મુક્ત;બ્રિટનમાં મોતનો આંક 40 હજારને પાર

ન્યૂયોર્ક10 મહિનો પહેલા
મારિયા બ્રાયન્સની ઉંમર 113 વર્ષ છે. તે સ્પેનના કેટોલોનિયામાં એક નર્સિંગ હોમમાં રહે છે. એપ્રિલમાં પોઝિટિવ આવી હતી. હવે સ્વસ્થ છે. અહીં તે સ્વસ્થ થયા બાદ પરિવાર સાથે જોવા મળ્યા હતા - Divya Bhaskar
મારિયા બ્રાયન્સની ઉંમર 113 વર્ષ છે. તે સ્પેનના કેટોલોનિયામાં એક નર્સિંગ હોમમાં રહે છે. એપ્રિલમાં પોઝિટિવ આવી હતી. હવે સ્વસ્થ છે. અહીં તે સ્વસ્થ થયા બાદ પરિવાર સાથે જોવા મળ્યા હતા
 • અમેરિકામાં પોઝિટિવ કેસ 13.86 લાખ, મૃત્યુઆંક 82 હજારની નજીક
 • ચીનના વુહાનમાં છેલ્લા એક સપ્તાહમાં છ કેસ નોંધાયા
 • બ્રાઝીલમાં 1.69 લાખ પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 396ના મોત

વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સ્પેનની સૌથી વૃદ્ધ મહિલા (113 વર્ષ) મારિયા બ્રાયન્સ હવે સ્વસ્થ્ય છે. તેમઓ એપ્રિલ મહિનામાં અન્ય એક મહિલા સાથે સંક્રમિત થઈ ગયા હતા. બ્રાયન્સને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે સ્ટાફે બહાર આવીને તાલીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. 
બ્રિટનમાં મૃત્યુઆંક 40 હજારને પાર થયો
અહીં મરનારન સંખ્યા 40 હજારને પાર થઈ ગયો છે. તે પૈકી 10 હજાર એવા લોકો છે  કે જે કેર હોમ્સમાં રહેતા હતા. સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે 9 મે સુધીમાં 35 હજાર મોત ઈગ્લેન્ડ અને વેલ્સમાં થઈ છે. બ્રિટનના કુલ આંકડા 40 હજાર 11 થયા છે. બ્રિટન હવે યુરોપના સૌથી વધારે સંક્રમણ પ્રભાવિત દેશ છે. ઈટાલીમાં 30 હજાર 739, સ્પેનમાં 26 હજાર 744 અને ફ્રાંસમાં 26 હજાર 604 લોકોના મોત થયા છે.સંક્રમણના કેસની બાબતમાં ઈટાલી 2.19 લાખ કેસ સાથે પાંચમાં નંબરે જતું રહ્યું છે, જ્યારે 2.32 લાખ કેસ સાથે રશિયા ત્રીજા નંબરે આવી ગયું છે. જ્યારે ચીન 11માં નંબરે અને ભારત 12 નંબરે પહોંચી ગયું છે. ચીન અને ભારત વચ્ચે 12 હજાર કેસનું અંતર છે. પાકિસ્તાનમાં પણ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે અને તે 19માં નબરે પહોંચી ગયું છે. અમેરિકામાં 13.85 લાખ કેસ અને સ્પેનમાં 2.68 લાખ કેસ નોંધાયા છે.

નર્સ ડે પર વુહાનમાં નર્સ સેલ્ફી લઈ રહી છે. વુહાનમાં છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. ચીનમાં હાલ 115 એક્ટિવ કેસ છે.
નર્સ ડે પર વુહાનમાં નર્સ સેલ્ફી લઈ રહી છે. વુહાનમાં છેલ્લા એક સપ્તાહમાં 6 નવા કેસ નોંધાયા છે. ચીનમાં હાલ 115 એક્ટિવ કેસ છે.

ચીનના વુહાનમાં 10 દિવસમાં 1.10 કરોડ લોકોના ટેસ્ટ કરવાનો પ્લાન તૈયાર કરાયો
ચીનના વુહાનથી ગત ડિસેમ્બર મહિનાથી કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. ત્યારે ચીન સરકારે એક મહત્વકાંક્ષી પ્લાન તૈયાર કર્યો છે. જેમાં વુહાન સિટીમાં રહેતા તમામ લોકોના ટેસ્ટ કરવાનો પ્લાન તૈયાર કરાયો છે.  ચીનના ડિજીટલ મીડિયા રિપોર્ટ મુજબ આ વિસ્તારના 1.10 કરોડ લોકોના 10 દિવસમાં ટેસ્ટ કરાશે.  ચીનના ઘણા હેલ્થ અધિકારીઓ કહી રહ્યા છે કે આ અશક્ય અને ખૂબ જ મોંઘુ હશે. વુહાન યુનિવર્સિટીના ડાયરેક્ટર કહ્યુ હતું કે સિટીના લગભગ 50 લાખ લોકોએ તો ટેસ્ટ કરાવી લીધો છે અને અમે 10 દિવસમાં બાકીના 60થી 80 લાખ લોકોના ટેસ્ટ કરવા માટે સક્ષમ છીએ. વુહાનમાં છેલ્લા સપ્તાહમાં છ કેસ નોંધાતા આ એહેવાલ આવી રહ્યા છે. ચીનમાં કુલ 82 હજાર 919 કેસ નોંધાયા છે અને 4633 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચીનમાં હાલ 115 એક્ટિવ કેસ છે.

બ્રાઝીલમાં 30 દિવસની અંદર કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની કબર.
બ્રાઝીલમાં 30 દિવસની અંદર કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા લોકોની કબર.

બ્રાઝીલમાં 11 હજારથી વધારે લોકોના મોત, એક દિવસમાં અહીં 5632 પોઝિટિવ કેસ નોંધાયા
બ્રાઝીલમાં 24 કલાકમાં  પાંચ હજારથી વધારે કેસ બ્રાઝીલમાં 24 કલાકમાં પાંચ હજાર 632 કેસ નોંધાયા છે અને 396 લોકોના મોત થયા છે. દેશમાં મરનાર લોકોની સંખ્યા 11 હજારથી વધારે થઈ ગઈ છે. 1.69 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. 

અમેરિકામાં મૃત્યુઆંક 82 હજારની નજીક

વ્હાઈટ હાઉસમાં માસ્ક પહેરેલ સીનિયર એડવાઈઝર જેરેડ કુશનર અને એક અન્ય અધિકારી નજરે પડે છે.
વ્હાઈટ હાઉસમાં માસ્ક પહેરેલ સીનિયર એડવાઈઝર જેરેડ કુશનર અને એક અન્ય અધિકારી નજરે પડે છે.

અમેરિકામાં 13.86 લાખ કેસ નોંધાય છે. જ્યારે 81 હજાર 795 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 96.20 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે 2.62 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાને અદ્રશ્ય દુશ્મન ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે આ સપ્તાહમાં દેશમાં એક કરોડ લોકોએ ટેસ્ટ કરાવ્યો છે. આ સંખ્યા કોઈ પણ દેશથી બે ગણી છે. ટ્રમ્પે કહ્યું કે અમે દ. કોરિયા, બ્રિટન, ફ્રાન્સ, જાપાન, સ્વીડન, ફિનલેન્ડ અને ઘણા દેશોની તુલનામાં પ્રતિ વ્યક્તિ વધારે લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં એક દિવસમાં મરનાર લોકોની સંખ્યા સતત બીજા દિવસે 900થી ઓછી રહી છે.  ટ્રમ્પે કહ્યું કે ચીન ટ્રેડ ડીલ ઉપર ચર્ચા કરવા ઈચ્છે છે, પરંતુ તેઓેને ચર્ચા કરવાની ઈચ્છા નથી. તેમણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે ચીન ટ્રેડ ડીલ ઉપર સમજૂતી અંગે ચર્ચા કરવા માટે તૈયાર છે, કારણ કે તેઓ માટે સારી ડીલ બની શકે. પરંતુ હું ઈચ્છુંક નથી. ટ્રમ્પે આ પહેલા ચીનને ધમકી આપતા કહ્યું હતુંકે જો અગાઉ નક્કી થયા મુબજ ચીન 250 બિલિયન ડોલરની અમેરિકાની વસ્તુઓ નહીં ખરીદે તો તેઓ આ ડીલ રદ્દ કરી દેશે.

રશિયાના એક કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવી રહેલા પરીવારજનો.
રશિયાના એક કબ્રસ્તાનમાં મૃતદેહને દફનાવી રહેલા પરીવારજનો.

રશિયામાં 24 કલાકમાં 94 લોકોના અને મોસ્કોમાં 55 લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક બે હજારથી વધીને 2009 થઈ ગયો છે અને 2.21 લાખથી વધારે કેસ નોંધાય છે.રશિયામાં એક સપ્તાહમાં 10 હજારથી વધારે કેસ નોંધાયા છે, છતા અહીં પ્રતિબંધોમાં ઢીલ આપવાની યોજના બનાવાઈ રહી છે. 

બ્રિટન: 32 હજારથી વધારે મોત
બ્રિટનમાં 24 કલાકમાં 210 લોકોના મોત થયા છે અને 3877 નવા કેસ નોંધાયા છે. બ્રિટનમાં 32 હજારથી વધારે લોકોના મોત થયા છે. જ્યારે 2.23 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં 19.22 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. સરકારે એક જૂનથી રમત-ગમતને શરૂ કરાવની મંજૂરી આપી છે. જોકે દર્શનો હાજર નહીં રહે. તમામ રમતોનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે.

બ્રિટન: લંડનમાં એક બસ સ્ટોપ ઉપર લોકો નજરે પડે છે. સરકાર પ્રતિબંધોમાં રાહત આપવાની યોજના ઉપર કામ કરી રહી છે.
બ્રિટન: લંડનમાં એક બસ સ્ટોપ ઉપર લોકો નજરે પડે છે. સરકાર પ્રતિબંધોમાં રાહત આપવાની યોજના ઉપર કામ કરી રહી છે.

બ્રિટનની અર્થવ્યવસ્થા ફરી ખોલવાને લઈે પ્રધાનમંત્રી બોરિસ જોનસનની યોજનાની ટિક્કા થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમાં તમામ બાબતો સ્પષ્ટ નથી. લોકોએ તેને ભ્રામક અને વિરોધાભાસી ગણાવી છે.  જોનસને કહ્યું હતું કે હવે લોકોને સ્ટે એટ હોમની જગ્યાએ સ્ટે એલર્ટ કહેવાય રહ્યું છે. 

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સંક્રમણની બચવા માટે ત્રણ તબક્કાની યોજનાની જાહેરાત કરી છે.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સંક્રમણની બચવા માટે ત્રણ તબક્કાની યોજનાની જાહેરાત કરી છે.

આજે ક્યા દેશમાં શું સ્થિતિ છે તે જોઈએ

ઈટાલીમાં પ્રતિબંધોમાં રાહત અપાયા પછી બીચ ઉપર આનંદમાણી રહેલા લોકો. અહીં 30 હજારથી વધારે લોકોના મોત થયા છે.
ઈટાલીમાં પ્રતિબંધોમાં રાહત અપાયા પછી બીચ ઉપર આનંદમાણી રહેલા લોકો. અહીં 30 હજારથી વધારે લોકોના મોત થયા છે.
દેશકેસમોત
અમેરિકા1,385,83481,795
સ્પેન268,14326,744
બ્રિટન223,06032,065
રશિયા221,3442,009
ઈટાલી219,81430,739
ફ્રાન્સ177,42326,643
જર્મની172,5767,661
બ્રાઝીલ169,59411,653
તુર્કી139,7713,841
ઈરાન109,2866,685
ચીન82,9194,633
ભારત70,7682,294
કેનેડા69,9814,993
પેરુ68,8221,961
બેલ્જિયમ53,4498,707
નેધરલેન્ડ42,7885,456
સાઉદી અરબ41,014255
મેક્સિકો36,3273,573
પાકિસ્તાન32,081706
સ્વિત્ઝરલેન્ડ30,3441,845
ચીલી30,063323
પોર્ટુગલ27,6791,144
સ્વીડન26,6703,256
બેલારુસ23,906135
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો