તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વર્લ્ડ LIVE:અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

ન્યૂયોર્ક6 મહિનો પહેલા
ફ્રાંસના પ્રધાનમંત્રી એડુઆર્ડ ફિલિપે મંગળવારે સંસદને સંબોધિત કરી હતી
  • યુરોપિયન સંગઠને કહ્યું- 2021 સુધી રસી મુશ્કેલ, અમેરિકામાં સંક્રમણથી 74 હજાર મોતની આશંકા
  • વિશ્વભરમાં 31.05 લાખ કેસ, 2 લાખ 14 હજાર લોકોના મોત
  • આર્જેન્ટિનાએ 1 સપ્ટેમ્બર સુધી કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપર બેન મૂક્યો
  • ટ્રમ્પે કહ્યું- મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, દોષી સાબિત થશે તો દંડ પણ થશે
  • અમેરિકામાં 56 હજાર 803 લોકોના મોત થયા છે, 1 લાખ 39 હજાર 162ને સારવાર પછી રજા અપાઈ

વિશ્વભરમાં કોરોનાના 31.05 લાખ કેસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 14 હજાર 429 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.44 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ફ્રાંસ સરકાર લોકડાઉન હટાવવા જઈ રહી છે. પુર્તગાલે પણ આ પ્રકારનો નિર્ણય લીધો છે. ફ્રાંસના પ્રધાનમંત્રી એડુઆર્ડ ફિલિપે કહ્યું છે કે વર્તમાન સમયમાં એવી સ્થિતિ છે કે જે અગાઉ યુદ્ધમાં પણ ન હતી. બીજી બાજુ યુરોપના એક રિસર્ચમાં એવું કહેવામાં આવ્યુ છે કે કોરોના વેક્સીન આગામી વર્ષના અંત ભાગમાં આવવી મુશ્કેલ છે.

એશિયન ડેવલપમેન્ટ બેન્ક(એડીબી)એ કોરોના સંક્રમણ સામે લડવા માટે ભારતને 1.5 બિલિયન ડોલર (અંદાજે રૂ. 11 હજાર કરોડ)ની લોનને મંજૂરી આપી છે. આ રકમનો ઉપયોગ કોરોનાને અટકાવવામાં અને આર્થિક રીતે નબળા લોકોની સામાજિક સુરક્ષા પાછળ ખર્ચ કરાશે.  ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 30 હજારની નજીક પહોંચી ગઈ છે. જ્યારે 900થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. એડીબીના અધ્યક્ષ માત્સુગુ અસકાવાએ કહ્યું કે અમે પડકાર સામે લડવામાં ભારતનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
ન્યૂઝીલેન્ડના PM જેસિંડા આર્ડર્ને કહ્યું અમે કોરોના સામેની લડાઈ જીતી લીધી છે, બુધવારે સ્કૂલો ખૂલશે

ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડર્ને કહ્યું દેશમાં કોઈપણ પ્રકારનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું નથી 24 કલાકમાં અહીં એક કેસ નોંધાયો છે.
ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડર્ને કહ્યું દેશમાં કોઈપણ પ્રકારનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું નથી 24 કલાકમાં અહીં એક કેસ નોંધાયો છે.

ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડર્ને કહ્યું અમે કોરોના સામેની લડાઈ સંપૂર્ણ રીતે જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડમાં કોઈપણ પ્રકારનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યું નથી. ન્યૂઝીલેન્ડમાં તબક્કાવાર લોકડાઉનને હટાવવાનું શરૂ કરી દેવાયું છે. ઝડપથી તમામ બાબત સામાન્ય થઈ જશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે એનો અર્થ નથી કે નવા કેસ સામે નથી આવી રહ્યા. કોરોના સામેલી લડાઈ ચાલું રહેશે. બુધવારે સ્કૂલોને ખોલવામાં આવશે. ચાર લાખ કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે.  ન્યૂઝીલેન્ડમાં પાંચ સપ્તાહથી લોકડાઉન હતું.  છેલ્લા 24 કલાકમાં અહીં માત્ર એક કેસ નોંધાયો છે. અહીં કુલ 1,472 કેસ નોંધાયા છે અને 19 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ચીનમાં કોરોના મહામારીના બીજા રાઉન્ડના ડરથી જીમ અને સ્વિમિંગપૂલ ફરી બંધ કરી દેવાયા છે. ચીનમાં જીમ જાન્યુઆરીમાં બંધ કરાયા હતા, પરંતુ છેલ્લા સપ્તાહમાં ધીમે ધીમે ખૂલવા લાગ્યા હતા.

આર્જેન્ટિનાએ 1 સપ્ટેમ્બર સુધી કોમર્શિયલ ફ્લાઈટ્સ ઉપર બેન મૂક્યો
 ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ આર્જેન્ટિનાએ તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સની ટિકિટોના વેચાણ ઉપર સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. માર્ચ મહિનામાંજ દેશની સરહદ બંધ કરી દેવાઈ છે.  સિંગાપોરમાં કોરોના મહામારી બીજા તબક્કામાં પહોંચી ગઈ છે. અહીં પોઝિટિવ કેસ 14 હજાર 951 પહોંચી ગયા છે અહીં 14 લોકોના મોત થયા છે.  ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. 

બ્યુનસ આયર્સમાં જોર્જ ન્યૂબેરી આંતરાષ્ટ્રીય એરપોર્ટ.
બ્યુનસ આયર્સમાં જોર્જ ન્યૂબેરી આંતરાષ્ટ્રીય એરપોર્ટ.

અમેરિકામાં પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર
અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1303 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 56 હજાર 803 થઈ ગયો છે, જ્યારે કુલ પોઝિટિવ કેસ 10 લાખ 10 હજાર 507 નોંધાયા છે. અમેરિકામાં 57 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.
ટ્રમ્પે કહ્યુ કે અમે ચીનથી ખુશ નથી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ચીનથી ખુશ નથી. ચીન કોરોનાને વિશ્વમાં ફેલાતો પહેલા જ રોકી શક્યું હોત. તેઓ ચીન પાસેથી નુકસાન માંગી શકે છે. જર્મનીએ ચીન પાસે જેટલી રકમ માંગી છે તેનાથી વધારે અમે માગી શકીએ છીએ. તેમણે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.

આ તસવીર અમેરિકાના ન્યૂયોર્ક શહેરની છે. અહીં 11 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ તસવીર અમેરિકાના ન્યૂયોર્ક શહેરની છે. અહીં 11 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

WHOનું ફંડિંગ રોકવાના ટ્રમ્પના નિર્ણયની તપાસ શરૂ
અમેરિકન કોંગ્રેસની સમિતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ફંડિંગને રોકવાના નિર્ણયની તપાસ શરૂ કરી છે.  કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઈલિયોટ એન્જલે વિદેશ મંત્રાલય પાસેથી આ નિર્ણય સંબંધમાં જરૂરી સૂચના અને દસ્તાવેજો ચાર મે સુધી સમિતિને આપવાની માંગ કરી છે. કોરોના મહામારીમાં WHOથી ઘણી ભૂલો થઈ હોવાની વાત કહીને અમેરિકાએ ફંડને રોક્યું હતું.

ઈટાલીમાં મૃત્યુઆંક 27 હજાર નજીક

ઈટાલીના પ્રધાનમંત્રી ગિઉસેપ કોંટે કોરોના મહામારીને લઈને પત્રકોરને સંબોધી રહ્યા છે. અહીં ચાર મે પછી લોકડાઉનમાં ઢીલ આપવાની વિચારણા ચાલી રહી છે.
ઈટાલીના પ્રધાનમંત્રી ગિઉસેપ કોંટે કોરોના મહામારીને લઈને પત્રકોરને સંબોધી રહ્યા છે. અહીં ચાર મે પછી લોકડાઉનમાં ઢીલ આપવાની વિચારણા ચાલી રહી છે.

ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં અહીં 1 લાખ 99 હજાર 414 કેસ નોંધાયા છે, જ્યારે 26 હજાર 977 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધારે મોત અહીં થયા છે. અહીં 24 કલાકમાં 333 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે સંક્રમણના એક હજારથી વધારે કેસ નોંધાયા છે.દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જોકે અમુક જરૂરી વસ્તુની દુકાનોને ખોલવાની છૂટ અપાઈ છે. ઈટાલીમાં પ્રથમ કેસ 21 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો.

કયા દેશમાં આજે કોરોનાની શુ સ્થિતિ છે તે જોઈએ

દેશકેસ

મોત

અમેરિકા    1,010,50756,803
સ્પેન    229,42223,521
ઈટાલી    199,41426,977
ફ્રાન્સ    165,84223,293
જર્મની    158,7586,126
બ્રિટન    157,14921,092
તુર્કી    112,2612,900
ઈરાન    91,4725,806
રશિયા    87,147794
ચીન    82,8364,633
બ્રાઝીલ    67,4464,603
કેનેડા48,5002,707

બેલ્જિયમ    

46,6877,207
નેધરલેન્ડ    38,2454,518
ભારત29,451939
સ્વિત્ઝરલેન્ડ29,1641,665
પેરુ28,699782
પોર્ટુગલ24,027928
આયર્લેન્ડ19,6481,102
સ્વીડન18,9262,274
સાઉદી અરબ18,811144
ઈઝરાયલ15,555204
મેક્સિકો 15,5291,434
ઓસ્ટ્રિયા15,274549
આ તસવીર ફ્રાન્સની રાજધાની પેરિસની છે. અહીં નવા કેસ અને દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. અહીં 23 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.
આ તસવીર ફ્રાન્સની રાજધાની પેરિસની છે. અહીં નવા કેસ અને દૈનિક મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. અહીં 23 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.

ફ્રાન્સમાં 23 હજારથી વધારે મોત
ફ્રાન્સમાં 24 કલાકમાં 437 લોકોના મોત થયા છે અને 3764 નવા કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 23 હજાર 293 થઈ ગયો છે. દેશમાં કુલ કેસ 1 લાખ 65 હજાર 842 નોંધાયા છે. 17 માર્ચથી ફ્રાન્સમાં લોકડાઉન છે.

ઈઝરાયલ: ત્રણ મેથી સ્કૂલો ખુલશે
ઈઝરાયલમાં ત્રમ મેથી તબક્કાવાર સ્કૂલો ખોલવાનો નિર્ણય કરાયો છે. દરેક ઘોરણમાં ઓછા બાળકોને રાખવાનું નક્કી કરાયું છે. આ દરમિયાન સફાઈ અને બાળકો વચ્ચેના અંતર ઉપર વધારે ધ્યાન અપાશે. 24 કલાકમાં અહીં 112 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 15 હજાર 555 થઈ ગઈ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. સોમવારે અહીં 469 લોકોને સારવાર પછી રજા અપાઈ હતી, અત્યાર સુધીમાં કુલ 7200 લોકો સાજા થઈ ગયા છે.

ઈઝરાયલના મેડિકલ સેન્ટરમાં સ્વાસ્થ્ય કર્માચરીઓને જમવાનું આપવામાં આવી રહ્યું છે. અહીં કુલ 15 હજાર 555 કેસ નોંધાયા છે અને 204 લોકોના મોત થયા છે.
ઈઝરાયલના મેડિકલ સેન્ટરમાં સ્વાસ્થ્ય કર્માચરીઓને જમવાનું આપવામાં આવી રહ્યું છે. અહીં કુલ 15 હજાર 555 કેસ નોંધાયા છે અને 204 લોકોના મોત થયા છે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 2 લાખ 29 હજાર 422 નોંધાયા છે જ્યારે 23 હજાર 521 લોકોએ જીવ ગુમાવ્યા છે.ફ્રાન્સમાં 1 લાખ 65 હજાર 842 પોઝિટિવ કેસ  નોંધાયા છે, જ્યારે 23 હજાર 293 લોકોએ જીવ ગુમાવ્યા છે. 

જર્મની વાત કરીએ તો અહીં કુલ 1 લાખ 58 હજાર 758 કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર 38 હજાર 132 જ એક્ટિવ કેસ છે. અહીં 1 લાખ 14 હજાર 500 લોકોને સારવાર પછી રજા  અપાઈ છે. જ્યારે 6126 લોકો મોતને ભેટ્યા છે.
ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા

ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. રશિયામાં કુલ 87 હજાર 147 કેસ નોંધાયા છે. અહીં 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં 82 હજાર 836 કેસ નોંધાયા છે અને 4633 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ કોરોના વાઈરસનું એપી સેન્ટર ગણાતું ચીન કરતા પોઝિટિવ કેસની બાબતમાં નવ દેશ આગળ છે, ચીન 10માં નંબરે આવી ગયું છે.

નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઘણા સપ્તાહો પછી સ્કૂલોને ફરી ખોલવામાં આવી છે.
નોર્વેની રાજધાની ઓસ્લોમાં ઘણા સપ્તાહો પછી સ્કૂલોને ફરી ખોલવામાં આવી છે.

નોર્વેમાં મહામારી નિયંત્રણમાં
નોર્વેનું કહેવું છે કે દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે. 26 એપ્રિલે પ્રાથમિક શાળાઓ ખોલી દેવાઈ છે. જોકે સરકારના આ પગલાથી ઘણા માતા-પિતાએ ચિંતા પણ વ્યક્ત કરી છે. એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થી જ બેસી શકશે. હેર સલુન પણ ખોલાયા છે. જો કે રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ છે. 

બ્રાઝીલના પોર્ટ એલેગ્રેમાં 66 વર્ષના કોરોનાના દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. સ્વાસ્થ્ય કર્મચારીઓએ તાળીઓ વગાડી તેને વિદાય આપી હતી.
બ્રાઝીલના પોર્ટ એલેગ્રેમાં 66 વર્ષના કોરોનાના દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. સ્વાસ્થ્ય કર્મચારીઓએ તાળીઓ વગાડી તેને વિદાય આપી હતી.

અપડેટ્સ

  • મેડીકલ સહાય સાથેનું તુર્કીની આર્મીનું કાર્ગો પ્લેન અમેરિકા જવા રવાના થયું.
  • ઈરાનમાં નવા 1112 કેસ અને 71 મોત નોંધાયા છે. અહીં કુલ કેસ 92 હજાર 584 થયા અને કુલ મૃત્યુઆંક 5877 થયો છે.
  • નેપાળમાં વધુ બે કેસ નોંધાતા કુલ કેસ 54 થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો