કોરોના વર્લ્ડ LIVE / અમેરિકામાં સતત ત્રીજા દિવસે 60 હજારથી વધારે કેસ, ફ્રાન્સમાં મૃત્યુઆંક 30 હજારને પાર

અમેરિકાના નોબ્રાસ્કા શહેરમાં શુક્રવારે એક વ્યક્તિની તપાસ કરી રહેલ મહિલા ડોક્ટર.અહીં 28 રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે.
X

  • વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 26 લાખ 46 હજાર કેસ, 5.63 લાખ લોકોના મોત

દિવ્ય ભાસ્કર

Jul 11, 2020, 07:56 PM IST

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 26 લાખ 46 હજાર કેસ નોંધાયા છે. 5.63 લાખ લોકોના મોત થયા છે. 73.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં સંક્રમણ ફરી ઝડપથી વધી રહ્યું છે. શુક્રવારે સતત ત્રીજા દિવસે 60 હજારથી વધારે કેસ નોંધાયા છે. અમેરિકામાં 32 લાખ 91 હજાર 786 કેસ નોંધાયા છે. જેમા 1 લાખ 36 હજાર 671 લોકોના મોત થયા છે. 14.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઘણા રાજ્યોએ લોકડાઉનમાં અપાયેલી છૂટો પરત ખેંચી છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત થયા છે, આ સાથે મૃત્યુઆંક 30 હજારથી વધારે થયો છે.

બ્રિટનનું ગેટવિક એરપોર્ટ ઉપર ચેક ઈન પહેલા મુસાફરની તપાસ કરાઈ રહી છે. બ્રિટનમાં 10 જૂલાઈથી હવાઈ ​​મુસાફરી પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.

બ્રિટન: 75 દેશમાંથી લોકોને આવવા જવાની પરવાનગી આપી
બ્રિટને શુક્રવારે 75 દેશમાંથી લોકોને આવવા જવાની પરવાનગી આપી છે. બ્રિટનના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે આ દેશની યાદી બહાર પાડી છે.  તેમાં અમેરિકા સામેલ નથી. જે દેશના લોકોને છૂટ અપાઈ છે તેઓએ 14 દિવસ ક્વોરન્ટિન રહેવું પડશે નહીં. બ્રિટનમાં 2.88 લાખ કેસ નોંધાયા છે અને 44 હજાર 650  લોકોના મોત થયા છે.

10 દેશમાં આજે કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ

કેસ મોત કેટલા સાજા થયા
અમેરિકા 32,91,786 1,36,671 14,60,495
બ્રાઝીલ 18,04,338 70,524 12,13,512
ભારત 8,22,603 22,144 5,16,206
રશિયા 7,13,936 11,017 489,068
પેરુ

31,6,448

11,314 2,07,802
સ્પેન 3,00,988 28,403 ઉપલબ્ધ નથી
ચીલી 3,09,274 6,781 2,78,053
બ્રીટન 2,88,133 44,650 ઉપલબ્ધ નથી
મેક્સિકો 2,82,283 33,526 1,72,230
ઈરાન 2,52,720 12,447 2,15,015
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારે સ્થાનિક વિસ્તારમાં સ્વાસ્થ્ય કર્મચારીઓએ મુલાકાત લીધી હતી. 

પાકિસ્તાન: સંક્રમિતોની સંખ્યા ઈટાલીથી વધારે
સંક્રમણની બાબતમાં પાકિસ્તાને ઈટાલીને પાછળ છોડી દીધું છે.  2 લાખ 46 હજાર 351 કેસ સાથે પાકિસ્તાન સંક્રમિત દેશોની યાદીમાં 12 નંબરે આવી ગયું છે. અહીં 5,123 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈટાલીમાં 2 લાખ 42 હજાર 639 સંક્રમિતો છે અને 34 હજાર 938  લોકોએ જીવ ગુમાવ્યા છે.

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં શુક્રવારે સ્થાનિક વિસ્તારમાં સ્વાસ્થ્ય કર્મચારીઓએ મુલાકાત લીધી હતી. 

ફ્રાન્સ: બેરોજગાર લોકોની યોજનામાં છેતરપિંડી
ફ્રાન્સમાં મહામારીના કારણે બેરોજગાર થયેલા લોકો માટે શરૂ થયેલી યોજનામાં છેતરપિંડીના કેસ સામે આવી રહ્યા છે. અહીં સરકારે આ યોજના રેસ્ટોરાં, સ્કૂલ અને બિઝનેસ સેક્ટરમાં કામ કરનાર લોકો માટે શરૂ કરી હતી. ફ્રાન્સમાં 1 લાખ 70 હજાર 752 કેસ નોંધાયા છે અને 30 હજાર લોકોના મોત થયા છે. 

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક વિસ્તારને સેનિટાઈઝેશન કરતો કર્મચારી.

ઓસ્ટ્રેલિયા: વિક્ટોરીયા રાજ્યમાં 216 નવા કેસ
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યમાં શુક્રવારે 216 કેસ નોંધાયા છે. વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સની સરહદ સીલ કરી દેવાઈ છે. ઓસ્ટ્રેલિયામાં 9,549 કેસ નોંધાયા છે અને 107 લોકોના મોત થયા છે.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું-અમે સંક્રમણ રોકવામાં WHOની સાથે
ચીને WHO સાથે પોતાના સંબંધોને લઈને અમેરિકાની ટિપ્પણીને પાયા વિહોણી ગણાવી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝોઓ લિજિયાને કહ્યું હતું કે સંક્રમણ રોકવા માટે ચીન WHOની સાથે મળીને કામ કરી રહ્યું છે. એક જવાબદાર દેશ હોવાના કારણે અમે આવું કરી રહ્યા છીએ. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી