તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં કોરોના:ઈઝરાયલમાં લોકો પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન નહીં કરી શકે, નવો કાયદો બનાવાયો, વિશ્વમાં 3.41 કરોડ કેસ

વોશિંગ્ટન7 મહિનો પહેલા
ઈઝરાયલમાં સોમવારે પ્રતિબંધો સામે પ્રદર્શન કરતા લોકો. સરકારે એક કિલોમીટરની હદની બહાર જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. - Divya Bhaskar
ઈઝરાયલમાં સોમવારે પ્રતિબંધો સામે પ્રદર્શન કરતા લોકો. સરકારે એક કિલોમીટરની હદની બહાર જવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
 • વિશ્વમાં 10.18 લાખથી વધારે લોકોના મોત, 2.54 કરોડથી વધારે લોકો સ્વસ્થ થયા
 • અમેરિકામાં 74.74 લાખ સંક્રમિત, 2.11 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

વિશ્વમાં સંક્રમિતોની સંખ્યા 3.41 કરોડથી વધારે થઈ ગઈ છે. સાજા થનાર દર્દીઓની સંખ્યા 2 કરોડ 54 લાખ 20 હજારથી વધારે લોકો સાજા થઈ ચૂક્યા છે. મૃત્યુઆંક 10.18 લાખને પાર કરી ગયો છે. આ આંકડાં www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે. ઈઝરાયલમાં લોકો પ્રતિબંધો સામે વિરોધ પ્રદર્શન નહીં કરી શકે, સરકારે નવો કાયદો બનાવાવ્યો છે.

ઈઝરાયલ: સરકાર કડક થઈ
ઈઝરાયલમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો પ્રતિબંધોનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવાનું છે કે સરકાર કોરોના વાઈરસને અટકાવવાના નામે પ્રતિબંધો લગાવી રહી છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના રાજીનામાની માંગ કરાઈ રહી છે. પરંતુ સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. સંસદમાં કાયદો પાસ કર્યો છે, જે મુજબ વિરોધ પ્રદર્શન ગેરકાયદેસર હશે અને આવા લોકોની ધરપકડ કરી શકાશે.

નવા કાયદા મુજબ વ્યક્તિ એક કિલોમીટરની હદ બહાર પણ જઈ શકશે નહીં. 20થી વધારે લોકો એક જગ્યાએ ભેગા નહીં થઈ શકે. સરકારનું કહેવું છે કે જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યા સુધી સંક્રમણના બીજા તબક્કાનું જોખમ છે. કડક કાર્યવાહી જરૂરી છે.

સ્પેન: મેડ્રિડ લોકડાઉન તરફ
સ્પેનની રાજધાની મેડ્રિડમાં સરકારે અમુક હોટસ્પોટ્સની ઓળખ કરી છે. સરકારનું કહેવું છે કે અહીં લોકડાઉન લાગુ કર્યા વગર સંક્રમણને અટકાવવું શક્ય નથી. સ્થાનિક તંત્ર અને લોકો સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. ચિંતાની વાત એ છે કે બે સપ્તાહમાં અહીં 33 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્પેનમાં અત્યાર સુધીમાં કુલ 7.69 લાખ કેસ નોંધાયા છે અને 31 હજાર 791 લોકોના મોત થયા છે.

સ્પેનની રાજધાની મેડ્રિડના રાજમહેલ બહારની તસવીર. લોકો અહીં પ્રતિબંધોનો વિરોધ કરી રહ્ય છે.
સ્પેનની રાજધાની મેડ્રિડના રાજમહેલ બહારની તસવીર. લોકો અહીં પ્રતિબંધોનો વિરોધ કરી રહ્ય છે.

સ્પેન: બિઝનેસમાં નુકસાનને જોખમ
સ્પેન સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલા ભરાશે. સરકારનું આ નિવેદન મેડ્રિડ લોકલ એડમિનિસ્ટ્રેશને આપેલા નિવેદન પછી આવ્યું છે. જેમા કહેવાયું હતું કે કેન્દ્ર સરકારના પગલાથી પાટા ઉપર આવી રહેલા બિઝનેસને નુકસાન થઈ શકે છે.

સાઉથ કોરિયા: સરકારે કહ્યું- સોશિયલ ડિસ્ટેંસિંગ જરૂરી
સાઉથ કોરિયામાં સોમવારે 39 કેસ નોંધાયા છે. જોકે કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં સરકારે કહ્યું છે કે સોશિયલ ડિસ્ટેંગિંસ જરૂરી છે. રોયટર્સના રિપોર્ટ મુજબ રજાઓમાં લાખો લોકોએ ફરવાનો પ્લાન બનાવી લીધો છે. તેનાથી મહામારીનું જોખમ વધશે. દેશમાં અત્યાર સુધીમાં 23 હજાર 889 કેસ નોંધાયા છે અને 407 લોકોના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો