તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિશ્વમાં:નવા કેસ ઘટ્યા છતાં ઇઝરાયેલમાં લોકડાઉન 7 ફેબ્રુઆરી સુધી લંબાયું, USમાં નવા વેરિએન્ટના 618 દર્દી મળ્યા

ન્યૂયોર્ક20 દિવસ પહેલા
 • વિશ્વમાં અત્યારસુધીમાં 10.55 કરોડથી વધારે લોકો સંક્રમિત થયા, 22.97 લાખનાં મોત થયાં, 7.72 કરોડ લોકો સાજા થયા
 • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 2.72 કરોડથી વધારે, અત્યારસુધીમાં 4.67 લાખ લોકોનાં મોત

ઇઝરાયેલ સરકારે કોરોના વાઇરસને લઈને લગાવી પ્રતિબંધોને 7 ફેબ્રુઆરીની સવાર સુધી વધારી દેવામાં આવ્યું છે. દેશમાં કોરોના કેસ ઘટ્યા હોવા છતાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે તેની મંજૂરી આપી દીધી છે. મોટે પાયે વેક્સિનેશન શરૂ થયા બાદ અહીં વૃદ્ધોમાં કોરોનાના એક તૃતિયાંશ ઘટી ગયા છે. તો અમેરિકામાં નવા વેરિએન્ટના સંક્રમિતોની વધતી સંખ્યાથી ચિંતા વધી છે. અહીં ગુરુવારે આવા 600થી વધુ દર્દીઓ મળ્યાં.

ઇઝરાયેલમાં મોટા પાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. અહીં અનેક અસ્થાયી સેન્ટર બનાવવામાં આવ્યા છે.
ઇઝરાયેલમાં મોટા પાયે વેક્સિનેશન ચાલી રહ્યું છે. અહીં અનેક અસ્થાયી સેન્ટર બનાવવામાં આવ્યા છે.

ઇઝરાયેલમાં ચોથી વખત લોકડાઉનની સમય મર્યાદા વધી
ગત મહિને જ સરકારે 27 ડિસેમ્બરથી લાગુ લોકડાઉનને ત્રીજી વખત આગળ વધાર્યું હતું. ત્યારે વેક્સિનેશન પછી પણ દર્દીઓ વધી રહ્યાં હતા. 26 જાન્યુઆરીએ ઇઝરાયેલે બેન ગુરિયન એરપોર્ટ બંધ કરી દિધું હતું. પહેલાં 5 ફેબ્રુઆરી સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. ઇઝરાયેલ વસ્તીની દ્રષ્ટીએ વેક્સિનેશનની ગણતરીએ સૌથી આગળ છે.

PM નેતન્યાહૂએ કહ્યું કે, તે વાત સારી છે કે કેબિનેટે હેલ્થ મિનિસ્ટ્રી અને મારી ભલામણ સામાન્ય ફેરફારની સાથે મંજૂર કરી છે. હવે લોકડાઉન રવિવાર સવાર સુધી યથાવત રહેશે. લોકો નિર્દેશોનું પાલન કરે અને વેક્સિન લે. 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવા પર અમે જેટલું જોર આપીશું એટલી જ જલદી ઈકોનોમિ ખોલી શકીશું. અત્યાર સુધીમાં ઇઝરાયેલમાં કોરોનાના 6,79,149 કેસ નોંધાયા છે. જેમાં 5,019 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 5,238 નવા કેસ મળ્યાં છે.

અમેરિકામાં નવા વેરિએન્ટે ચિંતા વધારી
અમેરિકાના 33 રાજ્યોમાં ગુરૂવારે કોરોનાના નવા વેરિએન્ટના 618 કેસ સામે આવ્યાં છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ તેમાંથી 611 બ્રિટનમાં મળે સ્ટ્રેનથી સંક્રમિત છે. સૌથી વધુ દર્દી 187 ફ્લોરિડાના છે. કેલિફોર્નિયામાં આ સંખ્યા 145 છે. 5 કેસ સાઉથ આફ્રિકા વેરિએન્ટના છે. જેમાં 2 સાઉથ કેરોલિના અને 3 મેરીલેન્ડમાં મળ્યા છે.બ્રાઝીલ વેરિએન્ટના 3 દર્દી મિનેસોટામાં મળી આવ્યા છે.

અમેરિકામાં બે સપ્તાહથી સંક્રમણના લગભગ 40 હજાર અને લોકોના મોત નિપજ્યા છે. આ દરમિયાન દરરોજ સરેરાશ 3 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. 'ધ ગાર્ડિયન'ના રિપોર્ટ મુજબ આનું એક કારણ લોકોની બેદરકારી છે અને એક સ્થળે એકઠાં થવાનું છે. જો કે તેમ છતાં સંક્રમણની દર ઘટી છે.

ન્યૂયોર્કમાં વેક્સિન લગાડવા માટે મોટી લાઈન જોવા મળી હતી.
ન્યૂયોર્કમાં વેક્સિન લગાડવા માટે મોટી લાઈન જોવા મળી હતી.

દર્દીઓની સંખ્યા 10.55 કરોડથી વધુ વિશ્વમાં કોરોના દર્દીઓનો આંકડો 10.55 કરોડથી વધારે થઈ ગયો છે. 7 કરોડ 72 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અત્યારસુધીમાં 22 લાખ 97 હજાર લોકોનાં મોત થયાં છે. આ આંકડા https://www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે.

સ્વીડન અને ડેનમાર્ક ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આપશે
સ્વીડન અને ડેનમાર્કે દેશમાં સંક્રમણ રોકવા માટે ઘણાં કડક પગલા ભર્યાં છે. હવે બન્ને દેશ વેક્સિનેશન પર ભાર આપી રહ્યા છે. બન્ને દેશ થોડા મહિના પછી ડિજિટલ વેક્સિન પાસપોર્ટ બહાર પાડશે.સ્વીડન અને ડેનમાર્ક ડિજિટલ વેક્સિન પાસપોર્ટ બહાર પાડવાનું વિચારી રહ્યા છે. એ મુજબ યાત્રા પહેલાં બન્ને દેશ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા મુસાફર વિશે એ જાણકારી આપશે કે તેનું વેક્સિનેશન થયું છે કે નહીં. જો થયું છે તો ક્યારે અને કેટલા ડોઝ અપાયા છે. આ જાણકારી સ્વીડનના કેબિનેટ મંત્રી આંદ્રે યેમેને આપી હતી.

સ્વીડનમાં લગભગ 6 લાખ સંક્રમિત નોંધાઈ ચૂક્યા છે. 12 હજાર લોકોનાં મોત થયાં છે. બે લાખ લોકોને વેક્સિન અપાઈ છે.

સ્વીડન એરપોર્ટ પર મહિલા મુસાફર નજરે પડે છે.
સ્વીડન એરપોર્ટ પર મહિલા મુસાફર નજરે પડે છે.

અમેરિકામાં મુશ્કેલી યથાવત્
અમેરિકામાં બે સપ્તાહમાં અંદાજે 40 હજાર લોકોનાં મોત થયાં છે. આ દિવસો દરમિયાન દરરોજ સરેરાશ ત્રણ હજાર લોકોનાં મોત થયાં છે. 'ધ ગાર્ડિયન'ના રિપોર્ટ મુજબ, એનું એક કારણ લોકોની લાપરવાહી અને એક જગ્યાએ એકઠા થવું છે. વેક્સિનેશનની ઝડપ પણ આ સપ્તાહથી વધારાઈ છે. જોહન્સન એન્ડ જોહન્સને પોતાની સિંગલ ડોઝ વેક્સિન માટે મંજૂરી માગી છે.

સૌથી વધારે સંક્રમિત ટોપ 10 દેશ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા27,273,890466,98817,031,629
ભારત10,803,533154,86210,495,401
બ્રાઝિલ9,397,769228,8838,291,763
રશિયા3,917,91875,2053,389,913
UK3,892,459110,2501,828,510
ફ્રાન્સ3,251,16077,595228,472
સ્પેન2,881,79359,805માહિતી નથી
ઈટાલી2,570,60889,3442,043,499
તુર્કી2,492,97726,2372,379,070
જર્મની2,239,94359,3861,954,000

(આ આંકડાં www.worldometers.info/coronavirus/ મુજબ છે)

ઈન્ડોનેશિયામાં આરોગ્યની ટીમ વેક્સિન આપતા પહેલા વેરિફિકેશન કરી રહી છે. ઈન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં કુલ 11 લાખ 23 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 31 હજાર લોકોના મોત થયા છે.
ઈન્ડોનેશિયામાં આરોગ્યની ટીમ વેક્સિન આપતા પહેલા વેરિફિકેશન કરી રહી છે. ઈન્ડોનેશિયામાં અત્યાર સુધીમાં કુલ 11 લાખ 23 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 31 હજાર લોકોના મોત થયા છે.
અમેરિકામાં વેક્સિનેશન અભિયાનની ઝડપ વધારી દેવાઈ છે.
અમેરિકામાં વેક્સિનેશન અભિયાનની ઝડપ વધારી દેવાઈ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો