સ્વિડન યુનિવર્સિટી:વર્ક પ્લેસ પ્રેશર, પૈસાની ચિંતા સ્ટ્રૉક, હાર્ટ એટેકની આશંકા 30% વધારે

લંડનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક લાખ લોકો પર રિસર્ચ કરાયું

વર્ક પ્લેસ પ્રેશર અને પૈસાની ચિંતા સ્વાસ્થ્ય પર ભારે પડે છે. તેનાથી સ્ટ્રોક અને હાર્ટ અટેકના ખતરાની આશંકા લગભગ 30 ટકા સુધી વધી જાય છે. સ્વિડનની એક યુનિવર્સિટીની રિસર્ચમાં આ તથ્યો સામે આવ્યાં હતાં. રિસર્ચમાં સામેલ અનેક દેશોના એક લાખ લોકોને સામેલ કરાયા હતા. તેમાં સામે આવ્યું કે લાંબા સમય સુધી માનસિક તણાવને કારણે શરીરમાં કોર્ટિસોલની માત્રા વધી જાય છે.

તેના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે. રિસર્ચનું નેતૃત્વ કરનારા ડૉ. એનિકા રોસેગેને કહ્યું કે વર્ક પ્લેસનું પ્રેશર અને પૈસાની ચિંતાથી કાર્ડિયોવસ્ક્યુલર બીમારીઓ અને બ્લડ ક્લૉટિંગની આશંકા વધી જાય છે. રિસર્ચમાં 30થી 70 વર્ષની વયના લોકોને સામેલ કરાયા હતા. તેમાં સામે આવ્યું કે વય વધવાની સાથે સાથે લોકોમાં માનસિક તણાવ પણ વધે છે.

પોઝિટિવ વિચાર અને સ્વસ્થ જીવન શૈલી અપનાવવી જરૂરી
રિસર્ચ અનુસાર હાર્ટની બીમારીઓથી દુનિયાભરમાં દર વર્ષે લગભગ 18 કરોડ લોકો મૃત્યુ પામે છે. દુનિયામાં થનારા મૃત્યુનું સૌથી મોટું કારણ હાર્ટ સંબંધિત રોગ હોય છે. તેનાથી બચવાનો ઉપાય છે પોઝિટિવ વિચાર અને સ્વસ્થ જીવન શૈલી. 40 વર્ષની વય બાદ વ્યાયામને દિનચર્યામાં સામેલ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...