તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • International
 • Oli Has Worked To Embrace The Centuries old Geo cultural Ties Between India And Nepal, Showing Hatred Towards India.

પ્રભાવ ચીનનો, શબ્દો ઓલીના:ઓલીએ ભારત-નેપાળ વચ્ચેના સદીઓ જૂના ભૌગોલિક-સાંસ્કૃતિક સંબંધોને ગ્રહણ લગાડવાનું કામ કરેલું, ભારત પ્રત્યે ધૃણા દર્શાવેલી

3 મહિનો પહેલા
 • નેપાળના PM ઓલીએ દાવો કરેલો કે ભગવાન રામનો જન્મ ભારતના અયોધ્યા નહિં પણ નેપાળના બીરગંજની નજીક થોરીમાં થયેલો
 • ચીનની રાજદ્વારી હોઉ યાંગની નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલયથી લઈ આર્મી હેડક્વાર્ટર સુધી સીધી પહોંચ ધરાવતી
 • ભારતે લિપુલેખ માર્ગનું ઉદ્ધાટન કર્યાં પછી નેપાળે તેનો વિરોધ વ્યક્ત કરેલો

નેપાળમાં ફરી એક વખત રાજકિય સંકટ સર્જાયું છે. વડા પ્રધાન કેપી શર્મા ઓલીને સંસદમાં વિશ્વાસનો મત ગુમાવી દેતા સત્તા પરથી ઉતરવાની ફરજ પડી છે. પુષ્પકમલ દહલના વડપણ હેઠળની નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીએ ટેકો પાછો ખેંચી લેતા ઓલી સરકાર પડી છે. વડા પ્રધાન ઓલીનો કાર્યકાળ ખાસ કરીને ભારતના સંબંધોને લઈ ઘણો વિવાદાસ્પાદ રહ્યો છે.

તેમણે ભારત સાથેના હજારો વર્ષ જૂના સાંસ્કૃતિક વારસા પર આક્રમક પ્રહારો કરવા ઉપરાંત ભૌગોલિક રીતે પણ બિનજરૂરી વિવાદોનું સર્જન કરી બન્ને દેશની પ્રજા વચ્ચે રહેલા "બેટી ઔર રોટી"ના સંબંધો વચ્ચે કટુતાનું સર્જન કરવાનો પ્રયાસ કરેલો. કોહલીનું આ વલણ સ્થાનિક જનમાનસ તથા પ્રજા પ્રતિનિધિઓની ભારત પ્રત્યેની ભાવનાથી તદ્દન વિપરીત હતુ.

ચીન સાથેની સતત વધી રહેલી ઘનિષ્ઠતાને લીધે તેમનું ભારત વિરોધી વલણ વધતુ જોવા મળતું હતું. તેમના કાર્યકાળમાં બિહાર સાથે જોડાયેલી નેપાળ સરહદ પર ગોળીબાર થતા સ્થાનિક લોકોનું મોત નિપજ્યાની અત્યાર સુધીમાં પ્રથમ વખત ઘટના બની હતી.

ઓલીએ કહેલું-ભગવાન રામનો જન્મ અયોધ્યામાં નહીં,નેપાળના બીજગંજ નજીક થયેલો

 • નેપાળના વડાપ્રધાન ઓલીએ દાવો કર્યો હતો કે ભગવાન રામનો જન્મ ભારતના અયોધ્યા નહિં પરંતુ નેપાળના બીરગંજની નજીક થોરીમાં થયો હતો. આ દાવાના પુરાવા આપવા માટે નેપાળ સરકારે થોરીમાં ખોદકામ કરાવવાની જાહેરાત કરેલી. તેમના આ દાવાની ઘણી મજાક ઉડાવવામાં આવી હતી.

ચીનને લીધે ભારત-નેપાળ વચ્ચેની પ્રાચીનકાળથી ચાલી આવતી દોસ્તીને ગ્રહણ લાગ્યું

 • હજુ દોઢ દાયકા પહેલાં જગતના એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર તરીકેનો દરજ્જો ધરાવતા નેપાળમાં રાજા બિરેન્દ્ર પરિવારના હત્યાકાંડ પછી સ્થિતિ સતત ભારતવિરોધી બની રહી છે. ચીનપ્રેરિત માઓવાદી પરિબળો નેપાળને ભારતવિરોધી બનાવી ચૂક્યા હતા.
 • 2017માં ચીનની મહત્વાકાંક્ષી વન રોડ, વન બેલ્ટ યોજનામાં નેપાળ સામેલ થયું ત્યારથી ભારત પ્રત્યેની તેની કડવાશ વધવા લાગેલી. જોકે એ માટે ચીન લાંબા સમયથી જાળ પાથરી રહ્યું હતું.
 • નેપાળમાં ઈનફ્રાસ્ટ્રક્ચર ડેવલમેન્ટ માટે ચીને 18 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરેલી, જેમાં ચીની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવાની શરતે વ્યાજ સુદ્ધાં જતું કરી દીધું છે.

નેપાળની રાજનીતિમાં રાજદ્વારી હોઉ યાંગ મારફતે ચીનની સતત દખલ

 • ચીનની રાજદ્વારી હોઉ યાંગની નેપાળમાં સૌથી શક્તિશાળી વિદેશી રાજદ્વારી માનવામાં આવતી હતી. નેપાળના પ્રધાનમંત્રી કાર્યાલયથી લઈ આર્મી હેડક્વાર્ટર સુધી તેમની સીધી પહોંચ હતી.
 • નેપાળના ચીફ ઓફ આર્મી સ્ટાફ પૂર્ણચંદ્ર થાપા તેમના નજીકના માનવામાં આવતા હતા. 13 મે 2020ના રોજ ચીનની એમ્બેસીમાં એક ડિનરનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમા થાપા ચીફ ગેસ્ટ હતા. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી, પર્યટન પ્રધાન યોગેશ ભટ્ટારાઈ તથા યાંગકીએ તેમા ભાગ લીધો હતો.
 • કોવિડ-19નો સામનો કરવા માટે ચીને જે કન્સાઈમેન્ટ નેપાળ મોકલ્યું હતું તેને જનરલ થાપાએ રિસિવ કર્યું હતું.

ગયા વર્ષે ઓલી સરકાર માંડ માંડ બચી હતી

 • મે,2020માં ઓલીની ખુરશી જવાની હતી. તે સમયે પણ હોઉ યાંગકી સક્રિય થઈ હતી. તેમણે ઓલીના મુખ્ય વિરોધી પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી હતી. અનેક નેતાઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી.
 • તે સમયે ગમે તેમ કરીને પણ ઓલી સરકાર બચી ગઈ હતી. તેને લીધે તે સ્ટેન્ડિંગ કમિટીના 40 પૈકી 30 સભ્ય પ્રધાનમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા હતી.

સીમા વિવાદનો નિવેડો લાવવા માટે બન્ને દેશો વચ્ચે શું થયું?

 • સુગૌલી સંધિમાં નેપાળની સરહદ નક્કી થઈ હતી, વર્ષ 1981માં બન્ને દેશોની સીમા નક્કી કરવા માટે એક સંયુક્ત દળ બનાવાયું હતું, જેણે 98% સીમા નક્કી કરી હતી. જો કે, નવી બોર્ડર સ્ટ્રિપ વાળા મેપ પર 2007માં હસ્તાક્ષર થયા હતા. આ ઉપરાંત જે વિસ્તાર અંગે બન્ને દેશો વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે, તેનો વાતચીત દ્વારા ઉકેલ લવાઈ રહ્યો છે.

લિપુલેખ માર્ગના ઉદ્ધાટન પછી નેપાળે વિરોધ વ્યક્ત કર્યો હતો

 • ભારતે 8 મે,2020ના રોજ લિપુલેખ-ધારાચૂલા માર્ગનું ઉદ્ધઘાટન કર્યું હતું. નેપાળે આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેનો દાવો હતો કે મહાકાળી નદીનો પૂર્વનો સમગ્ર વિસ્તાર નેપાળ સરહદમાં આવે છે.
 • જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે લિપુલેખ અમારી સરહદમાં આવે છે અને લિપુલેખ માર્ગ પહેલા પણ માનસરોવર યાત્રા થતી હતી. અમે આ રસ્તા ઉપર નિર્માણ કરીને તીર્થયાત્રીઓ, સ્થાનિક લોકો અને વેપારીઓની અવર-જવર સરળ બનાવી છે.

નેપાળે દેશનો સુધારેલો નકશો UN,ગૂગલ, ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવા પ્રયત્ન કરેલો

 • નેપાળ સરકાર દેશનો સુધારેલો નકશો સંયુક્ત (UN), ગૂગલ, ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય સમુદાયને મોકલવાની તૈયારી કરી હતી.
 • નેપાળે પોતાના નવા રાજકીય નકશાને મે,2020માં મંજૂરી આપી હતી. તેમા તિબ્બત, ચીન અને નેપાળની સરહદ ઉપર રહેલ ભારતીય ક્ષેત્ર કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધૂરાને નેપાળનો હિસ્સો બતાવાયો હતો.

ભારતે નવેમ્બર 2019માં પોતાનો નકશો બહાર પાડ્યો હતો

 • ભારતે પોતાનો નવો રાજકીય નકશો 2 નવેમ્બર 2019માં બહાર પાડ્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી વિભાગે સર્વેક્ષણ વિભાગ સાથે મળીને તૈયાર કરાયો હતો. તેમા કાલાપાની, લિંપિયાધૂરા અને લિપુલેખ વિસ્તારને ભારતીય વિસ્તારમાં બતાવ્યો છે.
 • નેપાળે ત્યારે પણ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાર પછી ભારતીય વિદેશ મંત્રાલયે સરહદ ઉપર કોઈ પ્રકારની છેડછાડનો ઈનકાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે નવા નકશામાં કોઈ ફેરફાર કરાયો નથી.

નેપાળ અને ભારત વચ્ચે 1 ,751 કિમી લાંબી સરહદ

 • ડિસેમ્બર 1815માં બ્રિટિશ ઈન્ડિયા અને નેપાળ વચ્ચે એક સંધિ થઈ હતી, જેને સુગૌલી સંધિના નામથી ઓળખવામાં આવે છે. આ સંધિ પર હસ્તાક્ષર તો ડિસેમ્બર 1815માં થઈ ગયા હતા,
 • પરંતુ આ સંધિ અમલમાં 4 માર્ચ 1816થી આવી હતી. એ વખતે ભારત પર અંગ્રેજોનો કબજો હતો. અને આ સંધિ પર ઈસ્ટ ઈન્ડિયાની કંપની તરફથી લેફ્ટિનેન્ટ કર્નલ પેરિસ બ્રેડશ અને નેપાળ તરફથી રાજગુરુ ગજરાજ મિશ્રએ હસ્તાક્ષર કર્યા હતા.
 • સુગૌલી સંધિમાં નક્કી થઈ ગયું કે નેપાળની સરહદ પશ્વિમમાં મહાકાલી અને પૂર્વમાં મૈચી નદી સુધી હશે. પરંતુ તેમાં નેપાળની સીમા નક્કી નહોતી થઈ. જેના પરિણામે આજે પણ 54 એવી જગ્યાઓ છે, જેના માટે બન્ને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.