• Gujarati News
  • International
  • Women's Outlook In Mexico, Said Women Suffer When They Become Pregnant, We Should Also Have The Right To Have A Pregnancy Or Not

આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ:મેક્સિકોમાં મહિલાઓના દેખાવો, કહ્યું - ગર્ભવતી થતાં મહિલાઓ તકલીફો સહન કરે છે, ગર્ભ રાખવા કે નહીં રાખવાનો અધિકાર પણ અમારો હોવો જોઈએ

મેક્સિકોએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાના અનેક દેશોમાં સોમવારે ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ’ મનાવાયો હતો. આ અવસરે મેક્સિકોમાં હજારો મહિલાઓએ માર્ગો પર ઉતરી અને જોરદાર દેખાવો કર્યા હતા. તેમની માગ હતી કે મહિલાઓને ગર્ભ રાખવા કે નહીં રાખવાનો અધિકાર મળવો જોઈએ. તેમનું કહેવું હતું કે જ્યારે કોઈ મહિલા ગર્ભવતી થાય છે તો બધી તકલીફો પણ તેને જ ઉઠાવવી પડે છે એટલા માટે આ નિર્ણય મહિલાનો જ હોવો જોઇએ કે તે ગર્ભ રાખવા માગે છે કે નહીં?

મહિલાઓને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા, સાથે જ ખુદના બચાવ માટે કવચ પણ બનાવ્યું.
મહિલાઓને નિયંત્રિત કરવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા, સાથે જ ખુદના બચાવ માટે કવચ પણ બનાવ્યું.

મેક્સિકો પોલીસે જણાવ્યું કે દેખાવો દરમિયાન મહિલાઓએ લોખંડના સળિયા અને હથોડી વડે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ’ તરીકે મનાવાય છે. આ મહિલાઓના શરીર પર તેમના અધિકાર અંગે એક પ્રયાસ છે.

મહિલાઓએ હથોડાથી સુરક્ષા કવચને તોડવા પ્રયાસ કર્યો. આ ઘટનામાં અમુક મહિલાઓ અને પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા.
મહિલાઓએ હથોડાથી સુરક્ષા કવચને તોડવા પ્રયાસ કર્યો. આ ઘટનામાં અમુક મહિલાઓ અને પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા.

આ દિવસને પહેલીવાર અમેરિકા અને કેરેબિયન દેશોમાં 28 સપ્ટેમ્બર 1990ના રોજ ગર્ભપાતના ઉન્મૂલન માટે કાર્યવાહીનો દિવસ તરીકે મનાવાયો હતો. પણ 2015માં તેનું નામ બદલીને ‘આંતરરાષ્ટ્રીય સુરક્ષિત ગર્ભપાત દિવસ’ કરી દેવાયું. ત્યારે 47 દેશોમાં મોટા કાર્યક્રમ આયોજિત કરાયા. તેના પછી 2016માં દુનિયાભરમાં દેખાવો કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...