તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Women Speak Out For First Time In Egypt: Government Officials Responsible For Security Sexually Harass Under Pretext Of Investigation

ભાસ્કર વિશેષ:ઇજિપ્તમાં મહિલાઓ પહેલીવાર મુખર થઇ : સુરક્ષાની જેમની જવાબદારી છે તે સરકારી અધિકારીઓ જ તપાસના બહાને જાતીય ઉત્પીડન કરે છે

કૈરો23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સ્ટેશનથી માંડીને જેલ અને સરકારી હોસ્પિટલ સહિત બધે જ મહિલાઓ અસુરક્ષિત

29 વર્ષની અસ્મા અબ્દેલ હામિદની કાહિરામાં સબવેનું ભાડું વધારવાના વિરોધમાં દેખાવો કરવા બદલ ધરપકડ કરાઇ હતી. તેનું 3 જગ્યાએ જાતીય ઉત્પીડન થયું. પહેલીવાર પોલીસ કસ્ટડીમાં, બીજીવાર સરકારી હોસ્પિટલમાં અને ત્રીજીવાર જેલમાં. ત્રણેય વખત તેને બધાં જ કપડાં ઉતારવા ફરજ પડાઇ. 2018માં ધરપકડ કરાયેલી અસ્મા સામે આતંકી સંગઠન સાથે જોડાયેલી હોવાનો અને જાહેર પરિવહનને અવરોધવાનો ગુનો નોંધાયો.

ઇજિપ્તમાં આવી સંખ્યાબંધ મહિલાઓ છે કે જેમની સરકાર સામે અવાજ ઉઠાવવા બદલ ધરપકડ કરાઇ હોય કે તે અધિકારીઓ સમક્ષ પોતાની સાથે આચરાયેલા કોઇ ગુનાની ફરિયાદ કરવા ગઇ હોય અને પછી જાતીય ઉત્પીડનનો શિકાર બની હોય. આવી મહિલાઓનું કહેવું છે કે તેમની સુરક્ષા માટે જેમની જવાબદારી હતી તેમણે જ તેમની લાજ લૂંટી. વર્ષોથી થતા આવા ઉત્પીડન વિરુદ્ધ પહેલીવાર મહિલાઓએ અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ પોલીસ સ્ટેશન, જેલ કે હોસ્પિટલ સહિત એકેય સ્થળે સુરક્ષિત નથી.

આ ગુના ત્યારે આચરાયા કે જ્યારે પોલીસ કે જેલ ગાર્ડ રૂટીન ચેકિંગ કરવા આવ્યા હતા. કેટલાક ગુના ડૉક્ટરે મહિલાઓનું ચેકઅપ કર્યું ત્યારે આચરાયા. ઇજિપ્તમાં આવા ગુનાનો કોઇ ડેટા જ નથી, કેમ કે દેશમાં આવા જાતીય ઉત્પીડનની ફરિયાદ કરવાનું ચલણ નથી. સામાન્ય રીતે આવી ફરિયાદ કરનારી મહિલાઓને અપમાનિત કરાય છે કે પરિવાર તેમને છોડી દે છે પણ હવે આવા ગુના વધી રહ્યાના પૂરતા પુરાવા હોવાનું નાગરિક સમાજ જૂથો, નિષ્ણાતો અને વકીલોનું કહેવું છે. આવી મહિલાઓએ ઓળખ છુપાવી આપવીતી વર્ણવી, કેમ કે તેમને ડર છે કે તેમની ઓળખ જાહેર થઇ તો ધરપકડ કરી લેવાશે. સરકારી અધિકારીઓ આરોપ નકારે છે.

2011માં કોર્ટની રોક છતાં હજુય બળજબરીથી વર્જિનિટી ટેસ્ટ કરાય છે
ઇજિપ્તની એક કોર્ટે 2011માં આદેશ કર્યો હતો કે દબાણપૂર્વક કરાતા વર્જિનિટી ટેસ્ટ મહિલાના શરીર સાથેની હિંસા છે પણ ગત ઓગસ્ટમાં આવેલા હ્યુમન રાઇટ્સ વૉચના રિપોર્ટમાં દાવો કરાયો હતો કે આવા ટેસ્ટ હજુય થઇ રહ્યા છે. પોલીસની ચુંગાલમાં ફસાતી દરેક મહિલાએ આ ટેસ્ટની યાતના વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...