તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Women Should Stay Behind The Scenes To Avoid Rape, India Europe Responsible For Growing Obscenity In Society, Old Video Of Imran In Underwear Goes Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈમરાન ખાન ફરી વિવાદમાં:દુષ્કર્મથી બચવા મહિલાઓએ પડદામાં રહેવું જોઈએ, સમાજમાં વધતી અશ્લીલતા માટે ભારત-યુરોપ જવાબદાર, ઈમરાનનો અંડરવિયર વાળો જૂનો વીડિયો વાયરલ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઈમરાન ખાન (ફાઈલ ફોટો) - Divya Bhaskar
પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઈમરાન ખાન (ફાઈલ ફોટો)
  • ઈમરાને કહ્યું- દિલ્હીને રેપ કેપિટલ કહેવામાં આવે છે અને યુરોપમાં અશ્લીલતાએ પારિવારિક વ્યવસ્થાને ખતમ કરી નાંખી

પાકિસ્તાનમાં મહિલાઓ સાથે દુષ્કર્મની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પ્રધાનમત્રી ઈમરાન ખાને આ હેવાનિયત સામે કડક પગલાં ભરવાની કે તેમને તાત્કાલિક કઠોર સજા મળે તેને પ્રાધાન્યતા આપવાને બદલે મહિલાઓને પડદામાં રહેવાની સલાહ આપી છે. ઈમરાન ખાનના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો તેમની સામે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. એટલું જ નહીં ઈમરાન ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં તે બિકિની પહેરેલી મહિલા સાથે એક સમુદ્રી બીચ પર દોડી બાથ કરી નિકળી રહ્યા છે.

વધી રહેલી અશ્લીલતા માટે ભારત તથા યુરોપ જવાબદાર
રવિવારે જ્યારે તેઓ લોકોના કોલ્સ લઈ રહ્યા હતા ત્યારે એક કોલરે તેમને પૂછ્યું કે દેશમાં વધી રહેલા દુષ્કર્મ અને યૌન શોષણની ઘટના અંગે સરકાર શું યોજના ધરાવે છે. જેના જવાબમાં ઈમરાન ખાતે કહ્યું કે આ એક એવી લડાઈ છે કે જે ફક્ત સરકાર અને કાયદાથી જ લડવામાં આવતી નથી, આ માટે સમાજના સહકારની પણ જરૂર પડશે.

સમાજ માટે જરૂરી છે કે તે પોતાને ફતાશી (અશ્લીલતા)થી પણ બચાવે. તેમણે વધી રહેલી અશ્લીલતા માટે ભારત તથા યુરોપને જવાબદાર ઠરાવ્યું હતું. બોલિવૂડ અશ્લીલતાને પ્રોત્સાહન મળે તેવી બાબતો સ્વીકારી રહ્યું છે. તેમણે કહ્યું કે આપણે પડદા પ્રથાની સંસ્કૃતિને પ્રોત્યાહન આપવું પડશે, જેથી કોઈ પણ પ્રકારના પ્રલોભનથી બચી શકાય. ઈમરાન ખાન આટલેથી નહીં અટકતા વધુમાં કહ્યું કે દિલ્હીને રેપ કેપિટલ કહેવામાં આવે છે અને યુરોપમાં અશ્લીલતાએ તેમના પારિવારિક વ્યવસ્થાને ખતમ કરી નાંખી છે. માટે પાકિસ્તાનના લોકોએ અશ્લીલતા પર કાબૂ મેળવવા માટે મદદ કરવી જોઈએ.

અંડરવિયરમાં દેખાયા ઈમરાન ખાન
ઈમરાન ખાન આ પ્રકારના નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. ઈમરાન ખાનનો એક વીડિયો શેર કરી લોકો ઈમરાન ખાનને પડદા અંગે જે સલાહ આપી તે અંગે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. ઈમરાન ખાન આ જૂના વીડિયોમાં અંડરવિયરમાં દેખાય છે અને તેમની સાથે બિકિની પહેરી મહિલા સાથે છે.

સોશિયલ મીડિયા પર લોકો પ્રશ્ન કરી રહ્યા છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો