તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનોનો વિચિત્ર ફતવો:મહિલાઓ બહાર ના નીકળે, અમારા લોકોને સન્માન કરતા આવડતું નથી

કાબુલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલિબાનોએ અફઘાનિસ્તાનના મોટા ભાગના હિસ્સા પર કબજો કરી લીધો છે. હાલ અફઘાન પ્રજામાં તેમની સ્વીકાર્યતા નથી. ખાસ કરીને મહિલાઓ સાથેના વર્તનના કારણે પણ મહિલાઓ જ નહીં, પુરુષો અને અન્ય દેશો પણ તેમના પર ગુસ્સે છે. મહિલાઓ પરના અત્યાચારના અહેવાલો વચ્ચે તાલિબાન પ્રવક્તા જબીબુલ્લાહ મુજાહિદે કહ્યું છે કે, અમે મહિલાઓની સુરક્ષા માટે કેટલાક હંગામી ઉપાય કર્યા છે.

અમે નથી ઈચ્છતા કે તાલિબાન ફોર્સ મહિલાઓ વિરુદ્ધ બળપ્રયોગ કરે અથવા તેમની સાથે જબરદસ્તી કરે. એટલે જ્યાં સુધી મહિલાઓ માટે નવા નિયમ નક્કી ના થાય, ત્યાં સુધી તેઓ ઘર બહાર ના નીકળે. તાલિબાનની સાંસ્કૃતિક મામલાની સમિતિના ઉપપ્રમુખે હાલમાં જ કહ્યું હતું કે, કામ કરતી મહિલાઓ બુરખાના બદલે હિજાબ પહેરે તો અમને વાંધો નથી.

અફઘાનોએ ભારત આવવા ઈ-વિઝા જરૂરી
અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ જોતા ભારત સરકારે ત્યાંથી આવતા તમામ નાગરિકો માટે ઈ-વિઝા ફરજિયાત કરી દીધા છે. હવે ઈ-વિઝા વિના એક પણ અફઘાન ભારતમાં નહીં આવી શકે. અફઘાનિસ્તાનમાં જારી સંઘર્ષ વચ્ચે કેટલાક અફઘાનોના પાસપોર્ટ કે ચાલુ વિઝા ખોઈ જવાના અહેવાલો આવ્યા હતા. ગયા સપ્તાહે ભારતે અફઘાનિસ્તાન અંગેની વિઝા જોગવાઈઓની સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...