• Gujarati News
  • International
  • Women Doctors And Nurses In Maternity Hospitals In Afghanistan Are On Duty 50 Km Away From The Taliban Despite No Pay

ભાસ્કર વિશેષ:અફઘાનિસ્તાનની મેટરનિટી હોસ્પિટલોમાં મહિલા ડોક્ટર-નર્સને તાલિબાનથી કોઇ પગાર નહીં છતાં 50 કિમી દૂરથી ફરજ પર હાજર રહે છે

કાબુલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા મેડિકલ સ્ટાફ બુરખામાં ઘરેથી નીકળે છે, ચારેય તરફ ચેકિંગ, હોસ્પિટલમાં ડ્રેસ ચેન્જ કરે છે

અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે તાજેતરમાં જ દરેક મહિલાઓ માટે બુરખો અનિવાર્ય કરવાનું ફરમાન જારી કર્યું છે. સરકારી નોકરીઓમાં માત્ર સીમિત સંખ્યામાં મહિલાઓ કાર્યરત છે. જ્યારે ખાનગી કંપનીમાં તો ભાગ્યે જ કોઇ મહિલા કામ કરી રહી છે. બીજી તરફ મેટરનિટી હોસ્પિટલોમાં કામ કરતી મહિલા ડોક્ટરો તેમજ નર્સોને તાલિબાન સરકાર તરફથી કોઇ પગાર આપવામાં આવતો નથી તેમ છતાં મહિલા ડોક્ટરો અને નર્સો પોતાની ફરજ ચૂકી નથી.

અનેક મહિનાઓ સુધી પગાર વગર કામ કરતી રહી. 31 વર્ષીય ડોક્ટર ફૈઝલી જણાવે છે કે ગત ઓગસ્ટ મહિના બાદથી સ્થિતિ બગડી છે. દેશમાં અશાંતિને કારણે તેઓ ઘરેથી નીકળતા પણ ડર લાગી રહ્યો હોવા છતાં હોસ્પિટલમાં ડિલિવરી કરાવવા તેઓ માટે ફરજ પર હાજર રહેવું અનિવાર્ય હતું. કાબુલની સૌથી મોટી મેટરનિટી હોસ્પિટલ જ્યાં તેઓ અને તેમની હોસ્પિટલનો મોટા ભાગનો સ્ટાફ રહે છે તે લગભગ 50 કિલોમીટરના અંતરે છે.

આમ છતાં તે કામ પર આવે છે. પર્યાપ્ત પ્રમાણમાં પરિવહન સેવા પણ ઉપલબ્ધ નથી. યેનકેન રીતે સ્ટાફે સાર્વજનિક વાહનની વ્યવસ્થા કરી છે. તે દરેક તેમાં બેસીને હોસ્પિટલ આવે છે. ઘરેથી આ દરેક મહિલા સ્ટાફ બુરખો પહેરીને જ આવે છે. હોસ્પિટલ પહોંચ્યા બાદ તે ડ્રેસ ચેન્જ કરે છે. અનેક સ્થળોએ તેઓએ બુરખો પહેર્યો છે કે નહીં તેને લઇને પોલીસ ચેકિંગ કરે છે.

એક અન્ય હોસ્પિટલમાં કામ કરતી મહિલા ડોક્ટર મકસૂદીએ કહ્યું કે, તેમની હોસ્પિટલમાં દરરોજ અંદાજે 100 ડિલિવરી થાય છે. આટલી મોટી સંખ્યા છતાં તાલિબાન સરકાર તરફથી કોઇ પણ પ્રકારની દવા કે મેડિકલ ઉપકરણો ઉપલબ્ધ કરાવાતાં નથી. મોડી રાત સુધી મેટરનિટી હોસ્પિટલમાં રહેવા માટે પણ તાલિબાની સરકાર દ્વારા સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા કરાતી નથી.

અનેક મહિલા ડોક્ટર અને નર્સની દેશ છોડીને પશ્વિમી દેશોમાં સ્થાયી થઇ
તાલિબાને સત્તા પર કબજો કર્યા બાદ અનેક મહિલા ડોક્ટરો તેમજ નર્સ અફઘાનિસ્તાન છોડીને અમેરિકા, કેનેડા અને અન્ય પશ્વિમી દેશોમાં સ્થાયી થઇ છે. આ વચ્ચે આ વર્ષના જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસે અફઘાનિસ્તાનની મહિલા ડોક્ટરો તેમજ નર્સને પગાર અને અન્ય ભથ્થાં આપવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...