• Home
  • International
  • Woman, 29, with incredible 52.8 inch legs says she loves showing them off in shorts and high heels

અમેરિકા / 6 ફૂટ 8 ઇંચની વિશ્વની બીજી સૌથી ઊંચી મહિલાએ કહ્યું, ‘મારી સાઈઝનાં કપડાં અને ચંપલ મળતાં નથી, પણ મને મારા પર ગર્વ છે’

X

  • 29 વર્ષની રેનના પિતાની હાઈટ પણ 6 ફૂટ 10 ઇંચ છે અને માતાની હાઈટ 6 ફૂટ 1 ઇંચ છે
  • તે લાંબી સાઈઝનાં લેગિંગ્સ બનાવતી બ્રાન્ડ માટે મોડલિંગ કરે છે

દિવ્ય ભાસ્કર

Jul 11, 2020, 09:36 PM IST

અમેરિકાના શિકાગોમાં રહેતી 29 વર્ષીય રેન્સખહોરલુ બડ જેવું અટપટું નામ ધરાવતી સ્ત્રીની ઊંચાઈ 72.8 ઇંચ એટલે કે 6 ફૂટ 8 ઇંચ છે. રેન તેની ઊંચાઈને લીધે રસ્તામાં આવતા-જતા બધા જ લોકોનું ધ્યાન ખેંચે છે. રેનના પરિવારમાં પણ દરેક લોકોની હાઈટ નોર્મલ કરતાં વધારે જ છે. યાને કે ઊંચું શારીરિક કદ તેમનાં જનીનમાં છે. રેને કહ્યું કે, મને મારી ઊંચાઈથી કોઈ શરમ નથી આવતી, બલકે ગર્વ થાય છે.

રિપોર્ટ પ્રમાણે રેન દુનિયાની બીજા નંબરની સૌથી લાંબા પગ ધરાવતી મહિલા છે. રેનને કપડાં અને ચંપલ ખરીદવામાં પણ ઊંચાઈને લીધે તકલીફ થાય છે. મૂળ મોંગોલિયાની રેનના પિતાની
હાઈટ પણ 6 ફૂટ 10 ઇંચ છે અને માતાની હાઈટ 6 ફૂટ 1 ઇંચ છે. ઘણી વખત રેનની હાઈટ જોઇને લોકો મજાક પણ ઉડાવે છે, પણ તેને કોઈ ફરક પડતો નથી.

રેન વ્યવસાયે ફેશન મોડલ છે. તે લાંબી છોકરીઓ માટે લેગિંગ્સ બનાવતી બ્રાન્ડ માટે મોડલિંગ કરે છે. રેને કહ્યું કે, લાંબી હાઈટને લીધે મારી ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મારા સાઈઝનાં કપડાં મળતાં નહોતાં. નાના ઘરમાં જતી વખતે મારે માથું નીચું કરી દેવું પડતું, ઘણીવાર મારું માથું દરવાજા કે છત સાથે અથડાઈ પણ જતું. મારા ચંપલની સાઈઝ US-13 છે. આખા એશિયામાં આ સાઈઝ મળતી નથી.

દુનિયાની સૌથી લાંબી મહિલા ટેક્સાસની મૈસી કુરન છે. તેના પગની લંબાઈ 53 ઇંચ છે. જો કે, રેનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થવાની કોઈ ઈચ્છા નથી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી