ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ઈટાલીમાં રાષ્ટ્રવાદી લહેર જ્યોર્જિયાની તરફેણમાં, વોટશેર 46 ટકા થઈ ગયો

ન્યુયોર્ક16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈટાલીમાં નવા વડાપ્રધાન માટે 25 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. બ્રધર્સ ઓફ ઈટાલીના નેતા જ્યોર્જિયા મેલોનીએ તેના રાષ્ટ્રવાદી એજન્ડાના જોરે હરીફો પર ભારે લીડ મેળવી છે. જોકે પોલમાં જ્યોર્જિયાનો વોટશેર 46 ટકા થઈ ગયો છે. લગભગ એક પખવાડિયા પહેલાં તે 25 ટકા હતો. તેમની હરીફ ડેમોક્રેટિક પાર્ટીનું ગઠબંધન 28 ટકા વોટશેર સાથે બીજા ક્રમે પાછળ રહી ગયું છે. જ્યોર્જિયા મેલોનીની જીત નક્કી મનાઈ રહી છે.

પૂર્વ પીએમ એનરિકો લેટ્ટાની સેન્ટર લેફ્ટ ડેમોક્રેટિક પાર્ટી નબળી પડી રહી છે. ઈટાલીના વર્તમાન પીએમ મારિયો ડ્રાગી પણ એનરિકોની આ પાર્ટીના જ છે. એટલા માટે સત્તાવિરોધી લહેર હાવી થઈ રહી છે. એનરિકો ડ્રાગીના નજીકના મનાય છે. જ્યારે ડ્રાગી તેમની સહયોગી પાર્ટી ફાઈવ સતારે સમર્થન ખેંચી તેમની સરકાર પાડી તો એનરિકોએ કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં પ્રજા તેનો જવાબ આપશે. લેટ્ટાને મતદારો તેમની તરફેણમાં આવશે તેવો હજુ પણ ભરોસો છે પણ એવું દેખાતું નથી.

બર્લુસ્કોનીની પાર્ટી પણ જ્યોર્જિયા સાથે
ઈટાલીના પૂર્વ પીએમ સિલ્વિયો બર્લુસ્કોનીની પાર્ટી ફોર્જા ઈટાલિયા પણ મેલોનીની પાર્ટી સાથે ગઠબંધનમાં છે. અપ્રવાસીઓના વિરોધના મુદ્દાવાળા એજન્ડાવાળી મેટિયો સિલલ્વીની પાર્ટી પણ રાષ્ટ્રવાદી અને દક્ષિણપંથી ગઠબંધનમાં છે.
જ્યોર્જિયા પ્રથમ મહિલા પીએમ હશે| જો જ્યોર્જિયા મેલોની ચૂંટણી જીતશે તો તે ઈટાલીનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે. જ્યોર્જિયાની પાર્ટી ઈટાલીના સરમુખત્યાર રહેલા મુસોલિનીની સમર્થક છે. હાલમાં અપ્રવાસીઓને શરણ ન આપવી અને સમલૈંગિકોના વિરોધ તથા તેમને હક ન આપવા તેમના એજન્ડામાં સામેલ છે.

લેટ્ટાની ભાવનાત્મક અપીલની મતદારો પર અસર નહીં
જ્યોર્જિયાના રાષ્ટ્રવાદના મુદ્દા સામે એનરિકો લેટ્ટા ભાવનાત્મક મુદ્દા ઉઠાવી રહ્યા છે પણ લોકો પર તેની અસર થઈ રહી નથી. તાજેતરમાં ઈટાલીમાં પૂરથી પ્રભાવિત ક્ષેત્રોને જોઈ એનરિકોએ તેને ત્રાસદાયક ગણાવી ચૂંટણીપ્રચાર બંધ કરી દીધો હતો. વૃદ્ધ રાજકીય નેતૃત્વ માટે પ્રસિદ્ધ દેશમાં એનરિકોએ એક યુવા નેતા તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી. તેમણે ફક્ત 32ની વયે ઈટાલીના સૌથી યુવા મંત્રી બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 2001 સુધી ઉદ્યોગ તથા વેપારમંત્રી તરીકે પણ કામ કર્યું. 2004થી 2006 સુધી એનરિકો યુરોપિયન સંસદના સભ્ય રહ્યા. તેમને મંત્રી પરિષદના સચિવ પણ બનાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...