તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યુયોર્ક ટાઈમ્સમાંથી:ટ્રમ્પ સામે આજથી મહાભિયોગ શરૂ, સેનેટ ટ્રાયલ ઝડપથી પૂરી કરવા માગે છે

ન્યુયોર્કએક મહિનો પહેલા
 • કૉપી લિંક

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઐતિહાસિક બીજા મહાભિયોગની ટ્રાયલ મંગળવારથી શરૂ થશે. સેનેટર ઈચ્છે છે કે તેનો જલદી નિકાલ લવાય. ટ્રાયલ દરમિયાન સેનેટે એ નિર્ણય કરવાનો છે કે 6 જાન્યુઆરીએ યુએસ કેપિટલની ઘેરાબંદી કરવા માટે ટ્રમ્પને તેમના સમર્થકોની હિંસક ભીડને ઉશ્કેરવાનો દોષિત ઠેરવાય કે નહીં? આમ તો આ મહાભિયોગનો ઉદ્દેશ્ય ટ્રમ્પને આ ઘટનાક્રમ માટે જવાબદાર ઠેરવવાનો છે. એટલા માટે તે હથિયારોથી સજ્જ રમખાણકારોના કેપિટલ હિલ પર હુમલાના વીડિયોના અનેક ક્લિપ સાથે પ્રેઝેન્ટેશન પણ આપવા માગે છે.

પદ પર રહેતા બીજી વાર મહાભિયોગનો સામનો કરનારા ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. ટ્રાયલ દરમિયાન ડેમોક્રેટિકનો પ્રયાસ રહેશે કે તે એવા દરેક દૃશ્યો સામે લાવે જે બાઈડેનને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ બનતા રોકવા માટે કરાયેલા રમખાણો, હુમલાની પીડાદાયક તસવીરો રજૂ કરે. સેનેટના મુખ્ય નેતા ચાર્લ્સ શૂમર અને લઘુમતી નેતા મિચ મેકકોનેલ ટ્રાયલને લઈને સંગઠન સાથે એક ડીલ કરવા માગે છે. સેનેટર કેવિન ક્રેમરે કહ્યું કે મને નથી લાગતું કે આ એક સપ્તાહથી આગળ વધશે અને તેના માટે કોઈ અતિ ઉત્સાહિત છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સાક્ષી પૂરવા ઈનકાર કર્યો
ગૃહમાં મહાભિયોગની પ્રક્રિયાના મેનેજરોએ ટ્રમ્પને સુનાવણીમાં સાક્ષી પૂરવા બોલાવ્યા છે. જોકે ટ્રમ્પ તરફથી દલીલ કરનારા વકીલ ડેવિડ આઈ સ્કોને કહ્યું કે ટ્રમ્પ સાક્ષી પૂરવા નહીં આવે. ચીફ મેનેજર જેમી રસ્કિને ટ્રમ્પને લખેલા પત્રમાં તેમણે સુનાવણી દરમિયાન કે તેના પહેલા શપથ સાથે સાક્ષી પૂરવાનો આગ્રહ કર્યો હતો.

આ છે સ્થિતિ : મહાભિયોગની સુનાવણી માટે સેનેટમાં બે તૃતીયાંશ વૉટ જોઈએ. 100 બેઠકવાળી સેનેટમાં ડેમોક્રેટિક અને રિપબ્લિક બંને પક્ષોના 50-50 સભ્યો છે. એટલે કે બહુમતી માટે ઓછામાં ઓછા 17 રિપબ્લિકન સાંસદોના સમર્થનની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો