મહામારી:બ્રિટનમાં કોરોના સાથે હવે ફ્લૂનો પણ કેર, વેન્ટિલેટર પર 41% દર્દી વધ્યા

વોશિંગ્ટન7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનમાં અચાનક કોરોના દર્દી વધવા લાગ્યા, રોજ 8 હજારથી વધુ કેસ મળી રહ્યા છે
  • સિઝનલ બીમારીઓ અને કોરોના સંકટનો બેવડો કેર

બ્રિટનમાં મંગળવારે કોરોનાના 11,625 નવા દર્દી મળ્યા હતા. એક અઠવાડિયા પહેલા સુધી અહીં રોજ 8 હજારથી ઓછા દર્દી મળી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા(એનએચએસ)એ કહ્યું કે એક અઠવાડિયામાં વેન્ટિલેટરના દર્દીઓની સંખ્યા 41% વધી ગઇ હતી.

એનએચએસના પ્રોવાઈડર્સના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યૂટિવ કેસર કોર્ડરીએ કહ્યું કે સ્થિતિ બગડી રહી છે. હોસ્પિટલમાં દબાણ છે. ખરેખર નેશનલ સ્ટેટિસ્ટિક્સ વિભાગે આંકડા જારી કરી કહ્યું કે ફ્લૂ અને ન્યૂમોનિયાને કારણે મૃત્યુની સંખ્યા હવે કોરોનાથી મૃત્યુની તુલનાએ 10 ગણી વધારે છે.

ઈમ્પિરિયલ કોલેજ લંડનના મહામારી વિજ્ઞાનના પ્રોફેસર નીલ ફર્ગ્યૂસને કહ્યું કે કોરોના વેક્સિન લઈને લોકોને બચાવી શકાય છે. વેન્ટિલેટર પર દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક છે.

અમેરિકા : નિષ્ણાત ફોસીએ કહ્યું - ડેલ્ટા વેરિયન્ટ અમારા તમામ પ્રયાસો પર ભારે
અમેરિકાના ચેપી રોગોના નિષ્ણાત ડૉ. એન્થની ફૌસીએ કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટ અત્યંત પડકારજનક છે. તેનાથી કોરોનાને ખતમ કરવાના અમારા તમામ પ્રયાસો નિષ્ક્રિય સાબિત થઈ રહ્યા છે. તે મૂળ વાઈરસ કરતા વધુ ઝડપે ફેલાય છે. જોકે વેક્સિન ડેલ્ટા વેરિયન્ટ સામે વધુ અસરદાર છે.

કોલંબિયા : ત્રીજી લહેરમાં માર્ચથી અત્યાર સુધીમાં 40 હજાર મોત, આઈસીયુ 97% ભરાયા
દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. મધ્ય માર્ચથી અત્યાર સુધી અહીં કોરોનાથી 40 હજારથી વધુ મૃત્યુ થયા છે. આ દેશમાં કોરોનાથી કુલ મૃત્યુના 40% છે. રાજધાની બગોટાના ડૉક્ટર મારિસોલ કહે છે કે હોસ્પિટલનું નેટવર્ક ધ્વસ્ત થઈ ચૂક્યું છે. રોજ 25 હજારથી વધુ કેસ મળી રહ્યા છે.

ઈઝરાયલ : વેક્સિન લેવા છતાં સ્વાસ્થ્ય અધિકારી ક્વૉરન્ટાઈન કરી શકશે
ઈઝરાયલના સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને ધ્યાનમાં રાખી અધિકારીઓ એવા લોકોને ક્વૉરન્ટાઈન કરી શકશે જે ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયાની આશંકા હશે. નિષ્ણાતોએ વડાપ્રધાન નફ્ટાલી બેનેટને ડેલ્ટા વેરિયન્ટના ખતરાથી સાવચેત કર્યા હતા.

ફ્રાન્સ : કર્ફ્યૂ હટ્યા બાદ મ્યુઝિકલ ફેસ્ટિવલ શરૂ
તસવીર ફ્રાન્સની રાજધાની પેરિસની છે. અહીં નેશનલ કર્ફ્યૂ નક્કી સમયથી 10 દિવસ પહેલા ખતમ કરી દેવાયો. તેના બાદ અહીં મ્યૂઝિક ફેસ્ટિવલ શરૂ થયું.
અન્ય સમાચારો પણ છે...