તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં હવે સ્વાઇન ફીવર:ગેરકાયદે વેક્સિન લગાડવાથી ચીનમાં 1000 સૂવર સ્વાઇન ફીવરથી સંક્રમિત, ચીન પોર્કનું સૌથી મોટું વિક્રેતા

બીજિંગએક મહિનો પહેલા
ફીવરથી સૂવર મરી નથી રહ્યાં. પરંતુ આને કારણે એક ખાસ પ્રકારની ક્રોનિક કન્ડિશન ઊભી થઈ રહી છે, જેને કારણે જે સૂવરનાં બચ્ચાં પેદાં થઈ રહ્યાં છે એ નબળાં પડી રહ્યાં છે(ફાઈલ તસવીર). - Divya Bhaskar
ફીવરથી સૂવર મરી નથી રહ્યાં. પરંતુ આને કારણે એક ખાસ પ્રકારની ક્રોનિક કન્ડિશન ઊભી થઈ રહી છે, જેને કારણે જે સૂવરનાં બચ્ચાં પેદાં થઈ રહ્યાં છે એ નબળાં પડી રહ્યાં છે(ફાઈલ તસવીર).

ચીનમાં કોરોના વાઈરસ દરમિયાન સ્વાઈન ફીવર નામનો રોગ પણ ફેલાઈ રહ્યો છે. આ બીમારીથી 1000 સૂવર સંક્રમિત થયાં છે, જે આફ્રિકન સ્વાઈન ફીવરનું નવું રૂપ છે, એટલે કે આફ્રિકન ફીવરના નવા રૂપે સૂવરોને સંક્રમિત કર્યાં છે. ચીન દુનિયામાં સૂવરના માંસનું સૌથી મોટું વિક્રેતા છે. હેલ્થ અને માર્કેટ એક્સપર્ટ આ બીમારીના આવવાથી ચીન માટે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ લાઈસન્સ વગરની વેક્સિન સૂવરને આપવાના કારણે થયું છે.

ચીનની ચોથી સૌથી મોટી પોર્ક(સૂવરનું માંસ)વિક્રેતા કંપની ન્યૂ હોપ લિઉહીએ કહ્યું હતું કે તેના 1000 સૂવરમાંથી આફ્રિકન સ્વાઈન ફીવરના બે નવા સ્ટ્રેન મળ્યા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, ફિવરથી સૂવર મરી નથી રહ્યા,.પરંતુ આના કારણે એક ખાસ પ્રકારની ક્રોનિક કન્ડિશન ઊભી થઈ રહી છે જેના કારણે જે સૂવરનાં બચ્ચાં પેદાં થઈ રહ્યાં છે એ નબળાં પડી રહ્યાં છે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ લાઈસન્સ વગરની વેક્સિન સૂવરને આપવાના કારણે થયું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ લાઈસન્સ વગરની વેક્સિન સૂવરને આપવાના કારણે થયું છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે આ લાઈસન્સ વગરની વેક્સિન સૂવરને આપવાના કારણે થયું છે.

પોર્ક ઉત્પાદક કંપનીઓએ સંક્રમિત સૂવરોને મારી નાખ્યાં
અહીં ઘણી પોર્ક ઉત્પાદક કંપનીઓએ આ બીમારીથી સંક્રમિત અમુક સૂવરોને તાજેતરમાં જ મારી નાખ્યાં છે, જેથી આ ફીવર બાકીના સૂવરોને સંક્રમિત ન કરી શકે. આ ફીવરથી પોર્ક ઉત્પાદકો એટલા માટે પણ ગભરાયેલા છે, કારણ કે બે વર્ષ પહેલાં 40 કરોડ સૂવરોમાંથી લગભગ અડધાને મારી નખાયાં હતાં.

પોર્ક ઉત્પાદક કંપનીઓએ આ બીમારીથી સંક્રમિત અમુક સૂવરોને તાજેતરમાં જ મારી નાખ્યાં છે. જેથી આ ફીવર બાકીના સૂવરોને સંક્રમિત ન કરી શકે.
પોર્ક ઉત્પાદક કંપનીઓએ આ બીમારીથી સંક્રમિત અમુક સૂવરોને તાજેતરમાં જ મારી નાખ્યાં છે. જેથી આ ફીવર બાકીના સૂવરોને સંક્રમિત ન કરી શકે.

કોરોનાકાળમાં ચીનમાં ખાણીપીણીની સુરક્ષા અંગે નિયન કડક કરી દેવાયા છે. એટલા માટે સૂવરોના સ્વાસ્થ્ય પર પણ વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું. આમ પણ હાલ ચીનમાં પોર્કના ભાવ આભે અડ્યા છે. આ અંગે બીજિંગના જીવ વિજ્ઞાની વાએન જોહન્સન કહે છે કે તેમણે ગત વર્ષે સૂવરોમાં ક્રોનિક પણ ઓછી જીવલેણ બીમારી જોઈ હતી, જેના વાઈરસમાં અમુક જેનેટિક કમ્પોનન્ટ્સ ઓછાં હતાં, જેને MGF360 કહેવાય છે. ન્યૂ હોપના જે સૂવરોમાં જે સ્ટ્રેન મળ્યો છે તેમાંથી MGF360 અને CD2v ગાયબ છે.

અમુક રિસર્ચમાં એવી વાત પણ સામે આવી છે કે આફ્રિકન ફીવરના વાઈરસમાંથી MGF360 જીન હટાવી દેવાથી વેક્સિન વિરુદ્ધ ઈમ્યુનિટી આવી જાય છે. આ જીન કેવી રીતે હટાવાય એ કોઈ રિસર્ચરને નથી ખબર. આની વેક્સિન એટલા માટે નથી બનાવાઈ, કારણ કે જીન હટાવાથી આગળ જઈને આ ફીવર વધુ સંક્રમક અને જીવલેણ થઈ શકતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો