ભારતે શ્રીલંકાને આધાર કાર્ડ જેવી ડિજિટલ આઈડેન્ટીફિકેશનના માળખાનું નિર્માણ કરવામાં મદદ કરવા તૈયારી દર્શાવી છે. આ માટે શ્રીલંકાને ગ્રાન્ટ પણ આપવામાં આવશે. શ્રીલંકાના પ્રધાનમંડળે સોમવારે આ અંગે નિર્ણય કર્યો કે આ માળખુ જલ્દીથી તૈયાર કરવા માટે સરકાર રાષ્ટ્રીયસ્તર પર કાર્યક્રમના આધારે પ્રાથમિકતાથી તૈયાર કરશે. શ્રીલંકાના કેબિનેટ મંત્રી નામલ રાજપક્ષેએ આ અંગે જાણકારી આપી હતી.
1.4 અબજ ડોલરની મદદ કરી ચુક્યું છે ભારત
આ અગાઉ ડિસેમ્બર,2019માં રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા બાદ યોજાઈ હતી. શ્રીલંકા મંત્રિમંડળે મંગળવારે ભારત સાથે એક MoU પર હસ્તાક્ષર કરવા સાથે ગ્રાન્ટ લેવા તથા પ્રોજેક્ટને આગળ વધારવા માટે મંજૂરી આપી. તે ભારત તરફથી આર્થિક સહયોગ પણ છે.
વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત શ્રીલંકાને ડોલરની અછતનો સામનો કરવામાં મદદ કરવા માટે આર્થિક સંકટ વચ્ચે ભોજન, દવાઓ અને ઈંધણની આયાત કરવા માટે કુલ 1.4 અબજ ડોલર (રૂપિયા 10,462 કરોડ)ની મદદ આપી ચુક્યા છે.
11 વર્ષથી ચાલી રહ્યો છે પ્રોજેક્ટ
આ પ્રથમ વખત નથી કે જ્યારે શ્રીલંકા તેના નાગરિકોની ઓળખને ડિજીટલાઈઝ કરવાનો પ્રયત્ન કરી રહી છે. કેટલાક વર્ષ અગાઉ મૈત્રીપાલા સિરિસેના-રાનિલ વિક્રમસિંઘે વહીવટીતંત્રએ વર્ષ 2015થી 2019 સુધી સત્તામાં રહી એક સમાન ઈલેક્ટ્રોનિક નેશનલ આઈડેન્ટીટી કાર્ડ અથવા E-NIC રજૂ કર્યું હતું. નિજતાના પક્ષમાં આ આધાર પર વિરોધ કરવામાં આવ્યો હતો, પણ લોકોને ખાનગી ડેટા સુધી સરકારની સંપૂર્ણ પહોંચ હશે. અગાઉની મહિન્દ્રા રાજપક્ષે સરકારે વર્ષ 2011ની શરૂઆતમાં આ પ્રોજેક્ટને શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે લાગૂ કરી શકાયો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.