તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાંથી:ઓછા લોકો હોવાથી વેક્સિનનો સ્ટોક ફેંકાઈ રહ્યો હતો, નિયમ બદલાયા

ન્યુયોર્ક15 દિવસ પહેલાલેખક: જોસેફ ગોલ્ડસ્ટીન
  • કૉપી લિંક
  • કોરોનાનો મુકાબલો: શિક્ષકો અને દવાની દુકાનોના કેશિયરને પણ વેક્સિન અપાશે

કોરોના મહામારીએ સૌથી વધુ વિનાશ અમેરિકામાં વેર્યો છે. તેનો સામનો કરવા ત્યાં બે-બે વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કે અમુક ખાસ યોગ્યતાવાળાને જ વેક્સિન અપાઈ રહી છે. તેમાં હેલ્થવર્કર્સ, એસેન્શિયલ વર્કર્સ અને વૃદ્ધ લોકો સામેલ છે. જોકે ન્યુયોર્ક રાજ્યમાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. ત્યાં વેક્સિન લેવા ખૂબ જ ઓછા લોકો સામે આવી રહ્યા છે. આ કારણે જ અનેક ડૉઝ બગડી રહ્યા છે અને તેને ફેંકવા પડી રહ્યા છે. તેનાથી બચવા માટે રાજ્યમાં સતત બીજા દિવસે વેક્સિનેશનના નિયમોમાં ફેરફાર કરાયો હતો.

અમેરિકામાં વેક્સિનેશન સમયે નિયમ ભંગ થયો હતો
રવિવારે ન્યુયોર્કમાં નિર્ણય લેવાયો કે સ્વાસ્થ્ય સેવાઓ આપતી સંસ્થા હવે એ સ્ટાફને વેક્સિન આપી શકે છે જે ફ્રન્ટલાઈન હેલ્થવર્કર મનાતા નથી. તેમાં દવાની દુકાનો પર બેસનારા કેમિસ્ટ, હોસ્પિટલ કે દવાની દુકાનના કેશિયર પણ સામેલ છે. અગાઉ શનિવારે નિયમોમાં છૂટ આપણા એસેન્શિયલ વર્કરોનો દાયરો વધારાયો હતો. તેમાં શિક્ષકોને પણ સામેલ કરાયા હતા. અમેરિકામાં જ્યારે કોરોના વેક્સિનેશન શરૂ થયું હતું ત્યારે અનેક જગ્યાએ નિયમોના ભંગના કિસ્સા સામે આવ્યા હતા.

10થી વધુ દેશોએ ભારત પાસે વેક્સિન માગી, પાડોશી દેશોને મહત્ત્વ અપાઈ શકે છે
કોરોના મહામારીનો સામનો કરવા દુનિયાએ વેક્સિનનો ઈન્તેજાર છે. તેના માટે અનેક દેશ ભારત તરફ મીટ માંડી બેઠા છે. બ્રાઝિલ, મોરોક્કો, સાઉદી, મ્યાનમાર, બાંગ્લાદેશ, દ.આફ્રિકા સહિત 10થી વધુ દેશોએ ભારત પાસે સત્તાવાર રૂપે વેક્સિન માગી છે. સૂત્રો કહે છે કે કોરોના વેક્સિનના વિતરણમાં ભારત સરકાર આસિયાન દેશોને મહત્ત્વ આપી શકે છે. તેમાં બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ જેવા પાડોશી દેશોને મહત્ત્વ અપાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત શરૂઆતથી કોરોના વિરુદ્ધ લડાઈમાં અગ્રેસર રહ્યું છે. અમે આ દિશામાં સહયોગ કરવાને પોતાનું કર્તવ્ય માનીએ છીએ.

બ્રિટનમાં 50 હજારથી વધુ કેસ, અમેરિકામાં 2.13 લાખ કેસ
બ્રિટન અને અમેરિકામાં કોરોના અટકવાનું નામ લેતો નથી. રવિવારે બ્રિટનમાં 5,4940 નવા કેસ સામે આવ્યા. જ્યારે 563 લોકોએ જીવ ગુમાવ્યા. અમેરિકામાં રવિવારે 2,13,453 હજાર નવા કેસ સામે આવ્યા. જોકે રાહતના સમાચાર એ છે કે મૃત્યુનો આંકડો 2 હજારથી ઓછો રહ્યો. રવિવારે કુલ 1792 લોકોએ જીવ ગુમાવ્યા. ભારતમાં રવિવારે 16,085 નવા કેસ મળ્યા હતા. ફક્ત 150 લોકો મૃત્યુ પામ્યા હતા. કુલ ચેપના કેસમાં ભારત પછી ત્રીજા ક્રમના બ્રાઝિલમાં સ્થિતિ વધુ દયનીય થઈ રહી છે. ત્યાં 29,792 નવા કેસ મળ્યા અને 483 લોકો મૃત્યુ પામ્યા. રશિયામાં કોરોનાનો નવો સ્ટ્રેઇન મળ્યો છે. ત્યાં 22,851 નવા કેસ મળ્યા હતા. 456 લોકો મૃત્યુ પામ્યા. યુરોપના અન્ય દેશ જર્મની, ઈટાલી, સ્પેન વગેરેમાં હાલ સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser