તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • With America Lagging Behind In Vaccines, Biden Took The Lead, Now Home based Vaccinations Will Take Place

મહામારી:અમેરિકા વેક્સિનમાં પાછળ રહી જતાં બાઈડેને મોરચો સંભાળ્યો, હવે ઘરે-ઘરે રસીકરણ થશે

ન્યુયોર્ક3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્હાઈટ હાઉસે જાગૃતિ અભિયાન શરૂ કર્યું, યુવાઓને પણ આહવાન

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન ગુરુવારે ઉત્તર કેરોલિનાના રૈલે શહેર પહોંચી ગયા હતા. બાઈડેને અહીં કોરોના વેક્સિનના પ્રચારના કાર્યક્રમમાં ભાગ લઈ અમેરિકા કોરોનાના વેક્સિનેશનમાં પાછળ રહી જવા પર ચિંતા વ્યક્ત કરતાં અધિકારીઓ સાથેની વાતચીતમાં કહ્યું કે હવે તમે ઘરે ઘરે જઈને વેક્સિનેશન કરો. લોકોને વેક્સિન લેવા કહો. બાઈડેને લોકોને અપીલ કરી કે તે પાડોશીઓ અને મિત્રોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરે.

યાદ રાખો કે અમેરિકામાં કોરોનાથી 6 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હવે બધાએ વેક્સિનેશન કરાવવું મહત્ત્વપૂર્ણ સાબિત થશે. અધિકારીઓ એ યુવાઓની માતા સાથે વાત કરે જે વેક્સિન લઈ રહ્યા નથી. માતાને સમજાવે. બાઈડેને યુવાઓની વાત એટલા માટે કરી કેમ કે ઉ.કેરોલિનામાં 18થી 24 વર્ષના ફક્ત 7 ટકા લોકોએ જ વેક્સિનનો એક ડૉઝ લીધો છે. બીજી બાજુ વ્હાઈટ હાઉસે પણ જાગૃકતા અભિયાન શરૂ કર્યું છે. આદેશમાં કહ્યું છે કે સ્થાનિક તંત્ર વેક્સિનેશનને ગંભીરતાથી લે. અધિકારી જુદા જુદા સમુદાયો અને યુવાઓ વચ્ચે જાય અને તેમને વેક્સિનેશન માટે પ્રોત્સાહિત કરે.

અમેરિકા : નોંધાયેલા કેસથી 6 ગણા વધુ કોરોના દર્દી હતા
અમેરિકામાં જુલાઈ 2020માં નોંધાયેલા કેસથી 6 ગણા વધુ કોરોના દર્દી હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થા(એનઆઈએચ)ના રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. ગુરુવારે જારી રિપોર્ટમાં કહેવાયું હતું કે દેશના જુદા જુદા ભાગોમાં કોરોના ટેસ્ટમાં ભારે ઘટાડો નોંધાયો હતો એટલા માટે ખાસ કરીને અશ્વેત લોકોમાં સંક્રમણ ઝડપથી વધ્યો.

રશિયા : 14 ક્ષેત્રોમાં કર્મીઓનું વેક્સિનેશન કરાયું
રશિયા નક્કી સમયમાં 3 કરોડ લોકોના વેક્સિનેશનના લક્ષ્યથી પાછળ રહી ગયું છે જેને 15 જૂન સુધી પૂરું કરવાનું હતું. અત્યાર સુધી 2 કરોડ લોકોએ વેક્સિન લીધી છે. એટલા માટે હવે મૉસ્કો સહિત 14 ક્ષેત્રોમાં કર્મચારીઓનું વેક્સિનેશન ફરજિયાત કરી દેવાયું છે. આ આદેશ રેસ્ટોરાં, બ્યુટી પાર્લર, સ્કૂલ-કોલેજ, સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રો પર લાગુ થશે.

રાષ્ટ્રપતિના પત્ની પણ રસીનો પ્રચાર કરી રહ્યાં છે
બાઈડેનની પત્ની ઝિલે ફ્લોરિડામાં વેક્સિનેશન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તે વેક્સિનેશનના પ્રચાર માટે 4 જુલાઈ સુધી 5 રાજ્યોની મુલાકાત લેશે. આ તારીખ સુધી અમેરિકાએ 70 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય રાખ્યું છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના પતિ ડગલસ ઈમ્હોફે પણ લોકોને મનાવી રહ્યા છે. ડગલસ ચાલુ અઠવાડિયે શિકાગોના સલૂનમાં વેક્સિનનું પ્રચાર કરી રહ્યા હતા.

બ્રિટન : ડેલ્ટા વેરિયન્ટના કેસ અઠવાડિયામાં 46% વધ્યાં
બ્રિટનમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસ અઠવાડિયામાં 46% વધી ગયા છે. પીએચઈ અનુસાર આ અઠવાડિયે ડેલ્ટા વેરિયન્ટના 35204 દર્દી મળ્યાં છે. કુલ 1,11,157 દર્દી મળી ચૂક્યા છે. જ્યારે લંડનમાં 50 વર્ષથી વધુ વયના 83.1% લોકોએ બંને ડૉઝ લઈ લીધા છે. અન્ય ક્ષેત્રોમાં આ વર્ગના 90% લોકોએ બંને ડૉઝ લઈ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...