તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • With A One party Majority In New Zealand After 24 Years, Jacinda Will Become Prime Minister For The Second Time In A Row

જેસિન્દાની શાનદાર જીત:ન્યૂઝીલેન્ડમાં કોરોના સામે સફળ લડાઈના કારણે જેસિન્દા ચૂંટણી જીત્યા, સતત બીજી વખત વડાપ્રધાન બનશે; 24 વર્ષ પછી કોઈ એક પક્ષને બહુમતી

ઓકલેન્ડ7 દિવસ પહેલા
  • ક્રાઈસ્ટચર્ચમાં આતંકી હુમલા પછી જેસિન્દા મજબૂત નેતા બનીને ઊભર્યા હતાં
  • ન્યૂ ઝીલેન્ડમાં શનિવારે મતદાન થયું અને આ સાથે જ મતગણતરી પણ શરૂ કરાઈ હતી
  • મતદાન એટલા માટે જલદી પૂર્ણ થઈ હતું, કેમ કે 19 લાખ મતદારોએ પહેલેથી જ મતદાન શરૂ કરી દીધું હતું

ન્યૂઝીલેન્ડની સામાન્ય ચૂંટણીમાં વડાંપ્રધાન જેસિન્દા આર્ડનની શાનદાર જીત થઈ છે. તેઓ સતત બીજી વાર વડાંપ્રધાન બનશે. જેસિન્દાની લેબર પાર્ટીએ 64, વિરોધી નેશનલ પાર્ટીએ 35 અને એસીટી ન્યૂઝીલેન્ડ પાર્ટીએ 10 બેઠક પર જીત મેળવી છે. 120 બેઠકની સંસદમાં બહુમતીનો આંકડો 61નો છે, જ્યારે જેસિન્દાના પક્ષને 64 બેઠક હાંસલ કરી છે. ચૂંટણી વિશ્લેષકોના કહેવા પ્રમાણે, જેસિન્દા આર્ડને કોરોના સંકટનો સામનો સારી રીતે કર્યો. તેમણે આ ચૂંટણીને ‘કોવિડ ઈલેક્શન’ નામ આપ્યું હતું. આ ઉપરાંત તેમણે મહામારી ખતમ કરવા વાઈરસનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન રોકવા સફળ યોજના બનાવીને તેનો અમલ પણ કર્યો. ન્યૂઝીલેન્ડની વસતી આશરે 50 લાખ છે, પરંતુ અહીં કોરોનોના કારણે ફક્ત 25નાં મૃત્યુ થયાં છે આ કારણસર તેમની જીત થઈ છે. માર્ચ 2019માં ક્રાઈસ્ટચર્ચમાં આતંકી હુમલો થયો હતો. એ હુમલામાં 51નાં મોત થયાં હતાં. આ ઘટના પછી પણ જેસિન્દા એક મજબૂત નેતા તરીકે ઊભર્યાં. ત્યારે પણ તેમની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો હતો.

ન્યૂઝીલેન્ડમાં અનુપાતિક વૉટિંગ સિસ્ટમ છે: ન્યૂઝીલેન્ડમાં 1996માં અનુપાતિક વૉટિંગ સિસ્ટમની શરૂઆત થઈ હતી. તેમાં વૉટર એક વૉટ પસંદગીની પાર્ટીને બીજો વૉટ ઉમેદવારને આપે છે. ઉમેદવાર અપક્ષ પણ હોઈ શકે. ત્યાર પછી 24 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ પાર્ટીને આટલી બહુમતી મળી છે. 2017માં લેબર પાર્ટીએ ગ્રીન પાર્ટી સાથે મળી સરકાર બનાવી હતી. લેબર પાર્ટી માટે આ અનેક દસકામાં મળેલી અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. મુખ્ય વિપક્ષી નેશનલ પાર્ટીને 26% મત સાથે 20 વર્ષની સૌથી મોટી હાર મળી છે. ન્યૂઝીલેન્ડમાં શનિવારે મતદાન થયું અને ફક્ત 90 મિનિટ પછી કાઉન્ટિંગ શરૂ થયું. આશરે 19 લાખ મતદાર અગાઉ જ મતદાન કરી ચૂક્યા હતા. ન્યૂઝીલેન્ડના કુલ રજિસ્ટર્ડ મતદાર 30 લાખ, 77 હજાર છે.

શું કહ્યું આર્ડર્ને
જીત મેળવ્યા પછી આર્ડર્ને કહ્યું હતું કે- આજે જે પરિણામો આવ્યાં છે એનાથી હું ખૂબ જ ખુશ છું. જોકે મને તેનાથી વધુ કંઇ આશ્ચર્ય થયું નથી, કારણ કે મને આ પરિણામની અપેક્ષા હતી જ. હું જાણું છું કે મારી પાર્ટીના કાર્યકરોએ ખૂબ મહેનત કરી છે. અમે અમારું કામ ચાલુ રાખીશું. મારી પુત્રી બે વર્ષની છે અને તે અત્યારે સૂઈ રહી છે. હું મારી ટીમમાં ફેરફાર નહીં કરું.

ફોટો છેલ્લા મહિનાનો છે. એ પછી જેસિંડા અને મુખ્ય વિરોધી પક્ષના નેતા જ્યુડિથ કોલિન્સ વચ્ચે ટીવી ડિબેટ થઈ હતી. કોલિન્સ (જમણે)ની પાર્ટીએ 35 બેઠક પર જીત મેળવી છે.
ફોટો છેલ્લા મહિનાનો છે. એ પછી જેસિંડા અને મુખ્ય વિરોધી પક્ષના નેતા જ્યુડિથ કોલિન્સ વચ્ચે ટીવી ડિબેટ થઈ હતી. કોલિન્સ (જમણે)ની પાર્ટીએ 35 બેઠક પર જીત મેળવી છે.

સાથીપક્ષોએ અભિનંદન પાઠવ્યાં
મતગણતરી દરમિયાન, ગ્રીન પાર્ટીએ જેસિંડા અને તેમની લેબર પાર્ટીને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. ખાસ વાત એ છે કે 2017માં ચૂંટણી જીત્યા બાદ લેબર પાર્ટીએ ગ્રીન પાર્ટીની સાથે મળીને જ સરકારની બનાવી હતી. આનું કારણ એ હતું કે એકલા લેબર પાર્ટી પોતાના દમ પર બહુમતી મેળવી શકતી નહોતી. શનિવારે મતગણતરી દરમિયાન ગ્રીન પાર્ટીના સાંસદ મારાસ્મા ડેવિડસને કહ્યું- વિજય માટે લેબર પાર્ટી અને જેસિંડાને હાર્દિક અભિનંદન. અમારી પાર્ટીએ સારો પ્રચાર કર્યો પણ, અપેક્ષા મુજબ પરિણામ મળ્યાં નહીં.

જીત પછી જેસિન્દાએ કહ્યું- અમે આ જ રીતે ભવિષ્યમાં અમારું કામ ચાલુ રાખીશું
આ તસવીર જેસિન્દા અને તેમના પાર્ટનર ક્લાર્ક ગેફોર્ડની છે. જીત પછી જેસિન્દાએ કહ્યું કે આ પરિણામોથી હું ખૂબ જ ખુશ છું. મને આવી જ આશા હતી. પાર્ટી કાર્યકરોએ ખૂબ મહેનત કરી હતી. અમે અમારું કામ આવી જ રીતે ચાલુ રાખીશું.

લેબર પાર્ટીએ શું કહ્યું
લેબર પાર્ટીના સાંસદ અને પ્રવક્તા જેની સેલેસાએ કહ્યું- વડાપ્રધાન જસિંડાએ કોવિડ-19 સામેની લડાઈમાં જે પ્રકારની કુશળતા બતાવી એનાથી તેવું લાગી રહ્યું છે કે આપણને સરળ અને મોટી જીત મળશે. પરિણામો અમારી અપેક્ષાઓ સાથે સુસંગત છે. હવે અમે એ વચનો સરળતાથી પૂરાં કરી શકીશું જે અગાઉની સરકારમાં પૂરાં કરવામાં આવ્યાં ન હતાં.

કેટલી પાર્ટીઓએ ભાગ લીધો
આ ચૂંટણીમાં પાંચ પક્ષોએ ભાગ લીધો હતો. આ છે- લેબર પાર્ટી (જેસિંડા આર્ડર્ન), નેશનલ પાર્ટી (જ્યુડિથ કોલિન્સ), ન્યૂ ઝીલેન્ડ ફર્સ્ટ (વિન્સ્ટન પીટર્સ), ગ્રીન પાર્ટી (જેમ્સ શો) અને એસીટી ન્યૂ ઝીલેન્ડ (ડેવિડ સેમોર).

બે મત આપવાના હોય છે
ન્યૂ ઝીલેન્ડમાં 1996થી એક એમએમપી (મિશ્ર સભ્ય પ્રમાણસર) સિસ્ટમ છે. મતદાતા એક મત પસંદગીના પક્ષને અને બીજો ઉમેદવારને આપે છે. ઉમેદવારો અપક્ષ પણ હોઈ શકે છે. એમએમપી અમલમાં આવ્યા પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ એક પક્ષને બહુમતી મળી હોય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો