તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુરોપના દેશમાં નવી ચર્ચા:સ્વિત્ઝર્લેન્ડમાં બુરખા પર પ્રતિબંધ લાગશે? સાતમીએ જનમત સંગ્રહ

જ્યુરિચ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુરોપિયન દેશ સ્વિત્ઝરલેન્ડમાં બુરખા વિશે ચર્ચા ચાલી રહી છે. બુરખો જાહેર સ્થળોએ પહેરવાની મંજૂરી હોવી જોઈએ કે નહીં એ વાતનો નિર્ણય હવે સ્વિત્ઝરલેન્ડની જનતા કરશે. આ માટે હવે જનમત સંગ્રહનો સહારો લેવાઈ રહ્યો છે.

તેના વિશે સમગ્ર દેશ 7 માર્ચે મતદાન કરશે અને નિર્ણય કરશે કે બુરખા પર પ્રતિબંધ હોવો જોઈએ કે નહીં. આ સાથે જ દેશની પ્રત્યક્ષ લોકતાંત્રિક સિસ્ટમમાં કેટલાક પરિવર્તન અંગે પણ લોકો પાસેથી સલાહ-સૂચન મંગાવાયા છે. આ તમામ મુદ્દે પણ જનતા 7 માર્ચે જ જનમત સંગ્રહ દરમિયાન મતદાન કરશે.

બુરખા પર પ્રતિબંધ અંગેની દરખાસ્ત 12 વર્ષ પછી આવી છે. સ્વિત્ઝરલેન્ડમાં અગાઉ લોકોએ નવા મિનારાના નિર્માણ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જોકે તેને કારણે રાજકીય ગરમી વધી ગઈ હતી. આ દરખાસ્ત લાવનાર પર પણ મિનારા પર પ્રતિબંધ માટે જનમત સંગ્રહનું આયોજન કરનાર જમણેરી પક્ષ પર જવાબદાર છે.

મિનારા પર પ્રતિબંધ અંગે 60 ટકા સ્વિસ લોકોએ તેના પર પ્રતિબંધનું સમર્થન કર્યું હતું.સ્વિત્ઝરલેન્ડની વસ્તીમાં 5 ટકા હિસ્સો મુસ્લિમોનો છે. સમગ્ર દેશની વસ્તી 86 લાખ લોકોની છે.

મુદ્દો શું છે?
સ્વિત્ઝરલેન્ડમાં મુસ્લિમ વસ્તી અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ વખતે જનમત સંગ્રહ દરમિયાન લોકોને સવાલ પૂછાયો છે કે જાહેરસ્થળે કોઈપણ વ્યક્તિ પોતાનો ચહેરો ઢાંકે નહીં તે અંગે તમારો શુ મત છે? ઉલ્લેખનીય છે કે યુરોપના અનેક દેશો જેવા કે નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ અને ડેનમાર્કમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ છે. જોકે સ્વિત્ઝરલેન્ડ પર જે દરખાસ્ત રજૂ કરાઈ છે તેને મુસ્લિમ મહિલા વિરુદ્ધની માનવામાં આવે છે. તો કેટલાક લોકો એવા પણ છે કે જેઓ ઈચ્છે છે કે ધાર્મિક સ્થળે અથવા આરોગ્ય અંગે મુશ્કેલી અનુભવતા લોકોને બુરખો પહેરવામાંથી મુક્તિ આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...