ચીનના જાસૂસી જહાજને શ્રીલંકા આવવાની મંજૂરી:16થી 22 ઓગસ્ટ સુધી હંબનટોટામાં રહેશે, ભારતીય નેવી અને ISROને ખતરો

2 મહિનો પહેલા

ભારતના વિરોધના કારણે શ્રીલંકાના હંબનટોટા પોર્ટ આવી શક્યું ન હતું ચીનની સ્પાઈ શિપ પરંતુ હવે ન માત્ર ત્યાં આવશે પણ પૂરાં 6 દિવસ ત્યાં ડેરા નાંખશે. યુઆન વાંગ-5 નામના આ શિપથી ભારતીય નેવી અને ઈસરોની જાસૂસીનો ખતરો વધી ગયો છે.

ચીનનું આ સ્પાઈ શિપ લગભગ 750 કિમી દૂર સુધી સહેલાયથી નજર રાખી શકે છે. હંબનટોટા પોર્ટથી તમિલનાડુના કન્યાકુમારીનું અંતર માત્ર 451 કિલોમીટર જ છે. જાસૂસીના ખતરાને જોતા ભારતે શ્રીલંકાને આ શિપને હંબનટોટામાં એન્ટ્રી ન આપવાનું કહ્યું હતું.

16થી 22 ઓગસ્ટ સુધી જહાજને બોલાવવાની મંજૂરી
શ્રીલંકાના પોર્ટ માસ્ટર નિર્મલ પી સિલ્વાનું કહેવું છે કે તેમને 16થી 22 ઓગસ્ટ સુધી હંબનટોટામાં જહાજને બોલાવવા માટે વિદેશ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. વિદેશ મંત્રાલય સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સરકારે યાત્રા માટે મંજૂરી આપી હતી, આ તે સમયની વાત છે જ્યારે શ્રીલંકામાં લોકો સરકાર વિરૂદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા.

સેટેલાઈટ ટ્રેકિંગમાં મહારથી છે ચાઈનીઝ જહાજ
ચાઈનીઝ જાસૂસી શિપ યુઆન વાંગ-5 સ્પેસ અને સેટેલાઈટ ટ્રેકિંગમાં મહારથ છે.ચીન યુઆન વાંગ ક્લાસ શિપની મદદથી સેટેલાઈટ, રોકેટ અને ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ એટલે કે ICBMના લોન્ચિંગને ટ્રેક કરે છે.

અમેરિકાના રક્ષા વિભાગના રિપોર્ટ મુજબ, આ શિપને PLAની સ્ટ્રેટેજિક સપોર્ટ ફોર્સ એટલે કે SSF ઓપરેટ કરે છે. SSF થિએટર કમાન્ડ લેવલનું ઓર્ગેનાઈઝેશન છે. તે PLAને સ્પેસ, સાઈબર, ઈલેક્ટ્રોનિક, ઈન્ફોર્મેશન, કોમ્યુનિકેશન અને સાઈકોલોજિકલ વોરફેર મિશનમાં મદદ કરે છે.

આ પહેલાં ચીને 2022માં જ્યારે લોન્ગ માર્ચ 5B રોકેટ લોન્ચ કર્યું હતું, ત્યારે આ શિપ દેખરેખ માટે નીકળ્યું હતું. હાલમાં જ આ ચીનના તિયાંગોંગ અંતરિક્ષ સ્ટેશનના પહેલા લેબ મોડ્યુલના લોન્ચિંગના સમુદ્રી દેખરેખમાં પણ સામેલ હતું.

11 ઓગસ્ટે હંબનટોટા પહોંચશે તેવી શક્યતા હતી
પહેલાં આ ચીની શિપ 11 ઓગસ્ટે હંબનટોટા પહોંચશે તેવી શક્યતા હતી. ભારતે આ સ્પાઈ શિપને લઈને શ્રીલંકાની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં શ્રીલંકાએ તેને હંબનટોટા પોર્ટ પર આવવાની મંજૂરી આપી છે. ભારત તેને લઈને એલર્ટ પર છે. શિપની મૂવમેન્ટ પર ઈન્ડિયન નેવીની બાજ નજર છે.

ભારતના નેવી બેઝ ચીનના રડારમાં આવી જશે
યુઆન વાંગ-5 મિલિટ્રી નહીં પરંતુ પાવરફુલ ટ્રેકિંગ શિપ છે. આ શિપ પોતાની અવરજવર ત્યારે શરૂ કરે છે, જ્યારે ચીન કે કોઈ અન્ય દેશ મિસાઈલ ટેસ્ટ કરી રહ્યું હોય. આ શિપ લગભગ 750 કિલોમીટર દૂર સુધી સહેલાયથી નજર રાખી શકે છે. 400 ક્રૂવાળું આ શિપ પેરાબોલિક ટ્રેકિંગ એન્ટેના અને ઘણાં સેન્સર્સથી સજ્જ છે.

હંબનટોટા પોર્ટ પર પહોંચ્યા પછી આ શિપ દક્ષિણ ભારતના મુખ્ય સૈન્ય અને પરમાણુ ઠેકાણાં જેમ કે કલપક્કમ, કુડનકુલમ સુધી રહેશે. સાથે જ કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના અનેક પોર્ટ એટલે બંદરગાડ ચીનના રડારમાં આવી જશે. કેટલાંક એક્સપર્ટનું એમ પણ કહેવું છે કે ચીન ભારતના મુખ્ય નેવી બેઝ અને પરમાણુ સંયંત્રની જાસૂસી માટે આ જહાજને શ્રીલંકા મોકલી રહ્યાં છે.

ઈસરોની જાસૂસીનો પણ ખતરો
શિપમાં હાઈટેક ઇવ્સડ્રોપિંગ ઈક્વિપમેન્ટ (છુપાઈને સાંભળી શકાય તેવું ઉપકરણ) લાગેલા છે. એટલે કે શ્રીલંકાના પોર્ટ પર ઊભા રહીને ભારતની અંદરના વિસ્તાર સુધીની જાણકારી પણ સાંભળી શકે છે. સાથે જ પૂર્વી કિનારે સ્થિત ભારતીય નેવી અડ્ડા આ શિપની જાસૂસીની રેન્જમાં હશે. કેટલાંક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચાંદીપુરમાં ઈસરોના લોન્ચિંગ કેન્દ્રની પણ આ શિપની મદદથી જાસૂસી થઈ શકશે. એટલું જ નહીં દેશની અગ્નિ જેવી મિસાઈલની તમામ સૂચના જેમકે પરફોર્મન્સ અને રેન્જ અંગેની જાણકારી પણ ચોરી શકે છે.

31 જુલાઈનાં રોજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે અમે ઓગસ્ટમાં આ શિપના હંબનટોટા પોર્ટ પર પહોંચ્યું હોવાના સમાચાર છે. ભારત સરકાર દેશની સિક્યોરિટી અને ઈકોનોમિક ઈન્ટરેસ્ટને જોતા દરેક ઘટનાક્રમ પર નજર રાખી રહ્યાં છે અને તેમની રક્ષા માટે જરૂરી તમામ કદમ ઉઠાવશે.

99 વર્ષના લીઝ પર છે હંબનટોટા પોર્ટ
ચીની જાસૂસી શિપ યુઆન વાંગ-5, 13 જુલાઈએ જિયાનગિન પોર્ટથી રવાના થયું હતું અને ટૂંક સમયમાં જ શ્રીલંકાના હંબનટોટા પોર્ટ પર પહોંચશે. હંબનટોટામાં આ એક સપ્તાહ સુધી રોકાશે. આ પોર્ટને ચીને શ્રીલંકા પાસેથી 99 વર્ષના લીઝ પર લીધું છે.

શ્રીલંકાની નેવી સાથે અભ્યાસ કરવા કોલંબો પહોંચ્યું PNS તૈમૂર
બીજી બાજુ ચીનમાં બનેલા પાકિસ્તાનનું યુદ્ધ જહાજ પીએનએસ તૈમૂર કોલંબો પોર્ટ પહોંચ્યું છે. આ પશ્ચિમી સાગરમાં શ્રીલંકાની નેવીની સાથે સંયુક્ત અભ્યાસ કરશે. પાકિસ્તાનનું આ યુદ્ધજહાજ 15 ઓગસ્ટ સુધી કોલંબોના કાંઠે રહેશે. બંને દેશ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધજહાજ અંદરોદરના સહયોગ અને સદ્ભાવના વધારવા માટે શ્રીલંકાની નેવી દ્વારા આયોજિત થનારા અનેક કાર્યક્રમોમાં ભાગ લશે.

અન્ય સમાચારો પણ છે...