તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • The Government Will Be Able To Keep A Close Eye On Mosques And Madrassas; Forced And Against More Than One Marriage Will Become A Strict Law

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રાંસમાં કટ્ટરવાદ સામે કાયદો:મસ્જિદો અને મદરેસાઓ પર સરકાર વધુ ચાપતી નજર રાખી શકશે; બળજબરીપૂર્વક અને એક કરતા વધુ લગ્ન સામે કડક કાયદો બનશે

પેરિસ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફ્રાંસના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ફ્રાંસના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન (ફાઈલ ફોટો)

ફ્રાંસની સંસદના નિચલા ગૃહમાં મંગળવારે ઈસ્લામીક કટ્ટરવાદ સામે એક વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. આ વિધેયકને જો કાયદાનું સ્વરૂપ મળશે તો ફ્રાંસમાં મસ્જિદો અને મદરેસાઓ પર સરકાર વધુ અસરકારક રીતે ચાપતી નજર રાખી શકશે. આ સાથે બહુ વિવાહ(polygamy) અને બળજબરીપૂર્વક લગ્ન (Forced Marriage)સામે કાયદો વધુ કડક બનશે.

રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે લિંગ સમાનતા અને ધર્મનિરપેક્ષતા જેવા ફ્રાંસના મૂલ્યોનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખી આ પ્રકારના કાયદા દેશ હિતમાં છે. બીજી બાજુ ફ્રાંસમાં રહેતા મુસ્લિમોનું કહેવું છે કે આ કાયદા તેમની ધાર્મિક સ્વતંત્રતાને મર્યાદિત કરશે તેમ જ આ કાયદા મારફતે તેમને નિશાન બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ફ્રાંસ પાસે અગાઉથી જ આતંકવાદી હિંસા સામે લડવા માટે પર્યાપ્ત કાયદો છે. માટે નવા વિધેયકની કોઈ જ જરૂર નથી.

આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીઓ પર નજર
ટીકાકારોનું કહેવું છે કે ફ્રાંસમાં આગામી વર્ષે યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીને ધ્યાનમાં રાખી આ વિધેયક રજૂ કરવામાં આવી રહ્યું છે. આ વિધેયક મારફતે રુઢિવાદી અને દક્ષિણપંથી મતદાતાઓને આકર્ષવા માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અલબત નેશનલ એસેમ્બલીમાં મેક્રોનની પાર્ટીને બહુમત છે, માટે આ વિધેયક સરળતાથી પસાર થઈ જશે. સેનેટમાંથી પણ આ વિધેયકને મંજૂરી મળે તેવી આશા છે.

ગયા વર્ષે શાળાની બહાર શિક્ષકનું માથુ કાપવામાં આવ્યું હતું
ઓક્ટોબર,2020માં વિદ્યાર્થીઓને પેગંબ્ર મોહમ્મદનું કાર્ટૂન દેખાડવા બદલ એક હુમલાખોરે શિક્ષકનું માથુ કાપી નાંખ્યું હતું. આ ઘટના રાજધાની પેરિસથી 30 કિલોમીટર દૂર કોનફ્લેન્સ સેન્ટ-હોનોરિનની એક મીડલ સ્કૂલની બહાર સર્જાઈ હતી. જોકે, પોલીસે આરોપીને ઠાર કર્યો હતો.
આ અગાઉ પણ વર્ષ 2015માં વિવાદાસ્પદ વ્યંગ્ય સામયિક 'શાર્લી એબ્દો' અને પેરિસમાં એક યહુદી સુપર માર્કેટ પર આતંકવાદી હુમલા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો