તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તુર્કીના જંગલમાં ભીષણ આગ:60થી વધુ જગ્યાએ આગ; હજારો પશુઓના મોત; અનેક લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા, વિશ્વભરના લોકો કહી રહ્યા છે- તુર્કી માટે પ્રાર્થના કરો

અંકારા2 મહિનો પહેલા
  • આગ લાગવાના કારણે 20 ગામોને ખાલી કરાવવાની ફરજ પડી
  • હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી

તુર્કીના દક્ષિણ ભાગમાં આવેલા જંગલમાં ભીષણ આગ લાગવાથી ભયાનક વિનાશ થયો છે. આગ હવે જંગલો તરફ આગળ વધવા લાગી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ તુર્કીમાં ઓછોમાં ઓછી 60થી વધુ જગ્યાઓ પર ભીષણ આગ લાગી છે. આ આગમાં હજારો પશુઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 3થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 58થી વધુ લોકોને દાઝી જવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગ લાગવાના કારણે 20 ગામોને ખાલી કરાવવાની ફરજ પડી છે. જોકે હજી સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયુ નથી. સોશિયલ મીડિયા પર #PrayForTurkey ટ્રેન્ડમાં રહ્યું હતું.

દક્ષિણ તુર્કીમાં પ્રચંડ આગ
એક રિપોર્ટ મુજબ તુર્કીના અધિકારીઓએ ભૂમધ્યસાગર અને દક્ષિણી અજિયન ક્ષેત્રોમાંના જંગલના આગના કારણોની તપાસ શરૂ કરી છે. જેમાં માનવઘાટના તટીય રિસોર્ટ શહેરની પાસેના બે જંગલ સામેલ છે. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને 50થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ લોકો ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયા છે. તુર્કીના કૃષિ અને વન્ય મંત્રી બેકિર પકડેમિરલીએ કહ્યું કે આંતલ્યા પ્રાંતના માનવઘાટમાં બુધવારે લાગેલી આગ પર કાબુ મેળવવાની કોશીશ ચાલુ છે. ઝડપી હવા અને ખૂબ તાપના કારણે આગ પર કાબુ મેળવવાનું મુશ્કેલ થઈ રહ્યું છે. હવે આગ શહેરો તરફ આગળ વધવા લાગી છે.

સતત ફેલાઈ રહી છે આગ
જંગલોની નજીક આવેલી હોટલો અને રિસોર્ટને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ આગ સતત આગળ વધી રહી છે. કેટલાક રિસોર્ટ અને હોટલોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાવી લેવામાં આવ્યા છે. આ અંગે તુર્કી સંચાર વ્યવસ્થાના ડાયરેક્ટર ફહાર્ટિન અલ્ટુને કહ્યું કે આગ લાગવાના કારણોની યોગ્ય તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

દોષિતોને મળશે સજા
તુર્કી સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે જે પણ જંગલમાં લાગેલી આગ માટે દોષિત હશે, તેની જવાબદારી નક્કી કરવામાં આવશે અને તેને સખ્ત સજા મળશે. તુર્કી સરકારના મંત્રી પાકડેમિરલે કહ્યું કે બુધવારે અને ગુરુવારે દેશમાં કુલ 53 જંગલમાં આગ લાગી છે. જેમાંથી ઘણી જગ્યાઓ પર આગને નિયંત્રણમાં લેવામાં આવી છે. બીજી તરફ સ્વતંત્ર એજન્સીઓએ 60 જગ્યાઓ પર આગ લાગવાની પુષ્ટિ કરી છે. તુર્કી સરકારના મંત્રીએ કહ્યું કે ત્રણ વિમાન, 38 હેલિકોપ્ટર અને લગભગ 4,000 ફાયરબ્રિગેડની ગાડીઓને આગ પર કાબુ મેળવવા માટે તહેનાત કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર થઈ રહ્યાં છે
તુર્કીમાં આગ લાગ્યા પછી સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે. એક વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક લોકો સમુદ્ર તટ પર બેઠા છે, જોકે થોડીવારમાં જ આગ નજીક આવવા લાગી, તે પછી લોકોએ અહીંથી ભાગવાનું શરૂ કર્યું.

તુર્કીના જંગલમાં લાગતી રહે છે આગ
તુર્કીના ભૂમધ્યસાગરીય અને ઈર્જિયન ક્ષેત્રોમાં ગરમીના મહિનાઓ દરમિયાન જંગલમાં આગ લાગવી તે સામાન્ય વાત છે. જોકે ઘણા જંગલોમાં આગ લાગવા પાછળ કુર્દિશ ઉગ્રવાદીઓનો પણ હાથ હોય છે. એક રિપોર્ટ મુજબ અતલ્યા વિસ્તારમાં જંગલની આગથી 80 ટકા ઘર સળગી ચુક્યા છે. તુર્કી સરકારના જણાવ્યા અનુસાર ત્રણ મૃતકો સિવાય 112 લોકો આગથી પ્રભાવિત થયા છે. અધિકારીઓએ અક્સેકીની પાસે એક હોટલમાં ફસાયેલા 10 લોકોને પણ બચાવ્યા છે.

હજારો પ્રાણીઓના આગથી મૃત્યુ
તુર્કી સરકારના વનમંત્રી પકડેમિરલી કહ્યું કે માનવઘાટમાં એક હજારથી વધુ પ્રાણીઓ આગના કારણે મૃત્યુ પામ્યા છે. આ તમામ પ્રાણીઓ પાલતુ હતા, જ્યારે 1500 એકર જમીનમાં થયેલો પાક અને લગભગ 120 એકર કૃષિ કાંચના ઘર નષ્ટ થઈ ગયા છે. તેમણે કહ્યું કે માનવઘાટની સરકારી હોસ્પિટલમાંથી ગંભીર દર્દીઓને બીજી હોસ્પિટલમાં દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે. પેટ્રીજિયા અંડરે આગ અંગે કહ્યું કે તે તેના દોસ્તની સાથે ઈક્મેરલરમાં રાજાઓ માણી રહી હતી અને સમુદ્રમાં નહાતી વખતે તેણે એક પહાડી પરથી આગના ગોટાને નીકળતા જોયા હતા.

અન્ય સમાચારો પણ છે...