અમેરિકા:પત્નીએ 1 મિનિટમાં પતિને ઉપરાઉપરી 32 ટીશર્ટ પહેરાવ્યાં, કપલે ભેગા મળીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો

ઈડાહો3 વર્ષ પહેલા

લોકડાઉનમાં હાલ લોકો પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ પાછળ સમય પસાર કરી રહ્યા છે. અમેરિકામાં ઈડાહો રાજ્યમાં એક કપલે ઘરે બેઠા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. પત્નીએ તેના પતિને 1 મિનિટમાં ઉપરાઉપરી 32 ટીશર્ટ પહેરવામાં મદદ કરી હતી. આની પહેલાંનો રેકોર્ડ 31 ટીશર્ટનો હતો જે હાલ આ કપલના નામે થઇ ગયો છે.

ડેવિડ રૂસ STEM(સાયન્સ ટેક્નોલોજી એન્જિનિયરિંગ મેથ્સ) એજ્યુકેશનને સપોર્ટ કરવા માટે અત્યાર સુધીમાં 100 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. તેમની પત્ની સાથેનો આ પ્રથમ વર્લ્ડ રેકોર્ડ છે.  વીડિયોમાં જોઈ શકાય છે કે, જેની તેના પતિ ડેવિડને ટીશર્ટ પહેરવામાં મદદ કરી રહી છે. ધીમે-ધીમે કરીને ડેવિડ કુલ 1 મિનિટમાં 32 ટીશર્ટ પહેરી લે છે. 

અન્ય સમાચારો પણ છે...