તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઈટ હાઉસમાંથી વિદાયને કેટલાક સપ્તાહ પસાર થઈ ચુક્યા છે. 20 જાન્યુઆરીના રોજ જો બાઈડને શપથ ગ્રહણ સમારંભના કેટલાક કલાક અગાઉ ટ્રમ્પ ફ્લોરિડામાં માર-એ-લાગો સ્થિત તેમના નિવાસ સ્થાને જતા રહ્યા હતા. ત્યારથી ટ્રમ્પ પોતાના પરિવાર સહિત ત્યાં વસવાટ કરી રહ્યા છે. ટ્રમ્પના ભૂતવુર્વ સલાહકારે મેલાનિયા ટ્રમ્પને ટાંકી જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ પદ પરથી વિદાય લીધા બાદ તેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
ટ્રમ્પના એક ભૂતપુર્વ રણનીતિકારના જણાવ્યા પ્રમાણે અમેરિકાના ભૂતવુર્વ ફસ્ટ લેડી મેલાનિયાને લાગે છે કે ટ્રમ્પ વ્હાઈટ હાઉસના દિવસોની તુલનામાં હવે વધારે ખુશ છે. તેઓ અમેરિકાના ભૂતપુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ વાતથી પણ ખુશ છે કે તેઓ હવે ટ્વિટર પર નથી.
સન્ડે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પના વિશ્વાસુ સહયોગી અને કેમ્પેન મેનેજર રહી ચુકેલા મિલરે જણાવ્યું કે મહાભિયોગ ટ્રાયલ થવા છતાં આટલા વર્ષોમાં પ્રથમ વખત ટ્રમ્પના ચહેરા પર સંતોષ નજરે પડે છે.
મિલરે કહ્યું કે અમેરિકાના ઈતિહાસમાં ફક્ત 45 લોકો એવા છે કે જેમને એ વાતની જાણ છે કે ખભા પર બોજ લઈને ફરવું તે કેવી સ્થિતિ હોય છે. જ્યારે ચાર વર્ષ બાદ પ્રથમ વખત તમને એ વાતની જાણ થાય છે કે હવે તમામ બાબતની તમારી જવાબદારી નથી તો તમે રાહતનો શ્વાસ લઈ શકો છો.
મિલરના મતે ટ્રમ્પે કહ્યું કે સોશિયલ મીડિયા પર ન હોવું અને નફરતથી તેને ઈકો ચેમ્બર (જે સોશિયલ મીડિયા અનેક અનેક વખત બને છે) નો વિષય ન બનવો તે હકીકતમાં સારી વાત છે. ટ્રમ્પના સોશિયલ મીડિયા પર આશરે 8 કરોડ 80 લાખ ફોલોઅર્સ હતા. તેમને કેટલાક સપ્તાહ અગાઉ માઈક્રોબ્લોગિંગ સાઈટથી હટાવવામાં આવ્યા હતા. કેપિટલ હિલમાં 6 જાન્યુઆરીના રોજ સમર્થકો તરફથી જે તોફાન કરવાની ઘટના બની ત્યારબાદ ટ્વિટરે ટ્રમ્પ સામે કાર્યવાહી કરી હતી.
મિલરના જણાવ્યા પ્રમાણે નવા માહોલમાં મેલાનિયા ટ્રમ્પ પણ ખુશ છે. મેલાનિયાએ કહ્યું છે કે ટ્રમ્પ અગાઉ કરતા અનેક ગણા ખુશ છે અને અગાઉ કરતા વધારે એન્જોઈ કરી રહ્યા છે,આ જોઈને ખૂબ જ સારું લાગ્યું છે.
વ્હાઈટ હાઉસમાંથી વિદાય સમયે ટ્રમ્પ સાથે રહેલ મિલરે જણાવ્યું કે તે સમયે ટ્રમ્પ ખૂબ જ સારા મૂડમાં હતા અને સમગ્ર માહોલ ઈમોશનલ થઈ ગયો હતો.. અલબત તેઓ આ બાબતને લઈ ગર્વ અનુભવતા હતા. ઈતિહાસમાં ટ્રમ્પનો કાર્યકાળ સૌથી વધારે સફળ રહ્યો છે.
મિલરનું કહેવું છે કે ટ્રમ્પને વિશ્વાસ છે કે મહાભિયોગના ટ્રાયલમાં તેઓ દોષિત નહીં ઠરાય. તેમણે કહ્યું કે આવી કોઈ સંભાવના નથી કે તેમણે દોષિત સાબિત કરી શકાય છે. માટે અમે કોઈ જ પ્રકારના દબાણનો અહેસાસ કરતા નથી.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.