76મી વસમી વરસી:અમેરિકાએ પરમાણુ હુમલા માટે હિરોશિમા અને નાગાસાકીને જ શા માટે પસંદ કર્યાં ? બોમ્બ ફેંકનારની શું પ્રતિક્રિયા રહી હતી?

4 મહિનો પહેલા
  • લિટલ બોય અને ફેટ મેન નામના બે પરમાણુ બોમ્બ જ્યારે ગગનમાંથી ધસમસતા ફેંકાયા
  • અમેરિકાએ 1945માં 6 ઓગસ્ટે હિરોશિમા અને 9 ઓગસ્ટે નાગાસાકી પર હુમલો કર્યો હતો

75 વર્ષ પહેલાં 6 અને 9 ઓગસ્ટના રોજ જાપાનનાં હિરોશીમા અને નાગાસાકી શહેરો પર અમેરિકાએ પરમાણુ બોમ્બ વડે હુમલો કર્યો હતો. એવું માનવામાં આવે છે કે આ હુમલામાં હિરોશિમાની સાડાત્રણ લાખની વસતિમાંથી લગભગ 1,40,000 લોકો માર્યા ગયા હતા. બીજી બાજુ, નાગાસાકીમાં લગભગ 74,000 લોકો માર્યા ગયા હતા. અમેરિકાની આ બર્બરતાને પગલે બીજું વિશ્વયુદ્ધ અચાનક સમાપ્ત થઈ ગઈ હતું. જાપાને 14 ઓગસ્ટ 1945ના રોજ આત્મસમર્પણ કર્યું હતું. જોકે કેટલાક નિષ્ણાતોના મતે જાપાન સરેન્ડર કરવાની સ્થિતિમાં હતું. પરમાણુ હુમલામાં જીવતા બચી ગયેલા લોકોને હિબાકુશા કહેવામાં આવે છે. જીવિત બચી ગયેલા લોકોને પરમાણુ બોમ્બના હુમલા બાદ શહેરોમાં રેડિએશન અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

અમેરિકાએ 'ઈનેલો ગે' નામના વિમાનથી હિરોશિમા પર 'લિટલ બોય' નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. એ બાદ 9 ઓગસ્ટે 'બી-29' નામના વિમાનથી જાપાનના નાગાસાકી શહેર પર 'ફેટ મેન' નામનો પ્લૂટોનિયમ બોમ્બ ફેંક્યો હતો. આ બંને પરમાણુ હુમલામાં લાખો લોકો એક જ ઝાટકે માર્યા ગયા હતા અને એનાથી પણ વધુ ભયાનકતા એ હતી કે પરમાણુ બોમ્બના વિસ્ફોટને કારણે નીકળેલાં વિકિરણોથી આજે પણ અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. આ ઘટનાને આજે 75થી વધુ વર્ષ થઈ ગયાં છે. આ ઘટનાને લઈને હંમેશાં અમેરિકા જાપાનને જ જવાબદાર ગણાવે છે. અમેરિકાના મત મુજબ, જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને બીજા રાષ્ટ્રોમિત્ર દેશની આગળ સમર્પણ કરી રહ્યા હતા ત્યારે જાપાને સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો હતો અને મિત્ર દેશની સેનાને નુકસાન પહોંચાડતા રહ્યા હતા, જેને કારણે જ આ પરમાણુ બોમ્બ ફેંકવા પડ્યા હતા.

અમેરિકાએ 'ઈનેલો ગે' નામના વિમાનથી હિરોશિમા પર 'લિટલ બોય' નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. એ બાદ 9 ઓગસ્ટે 'બી-29' નામના વિમાનથી જાપાનના નાગાસાકી શહેર પર 'ફેટ મેન' નામનો પ્લૂટોનિયમ બોમ્બ ફેંક્યો હતો. એ બાદ મશરૂમ જેવાં વાદળાં બની ગયાં હતાં.

જીવિત બચી ગયેલા લોકોને પરમાણુ બોમ્બના હુમલા બાદ શહેરોમાં રેડિએશન અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
જીવિત બચી ગયેલા લોકોને પરમાણુ બોમ્બના હુમલા બાદ શહેરોમાં રેડિએશન અને મનોવૈજ્ઞાનિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

શા કારણે હુમલો કરાયો હતો?
અમેરિકાની વાત માનવામાં આવે તો આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો, કેમ કે જાપાને સરેન્ડર કરવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે જાણકારોનું માનવું છે કે આવા વિધ્વંશક હુમલાની કોઈ જ જરૂરિયાત ન હતી. રિપોર્ટ મુજબ એશિયામાં દ્વિતીય યુદ્ધ પૂર્ણ થયું હોવાની માત્ર ઔપચારિકતા જ બાકી હતી. આ હુમલો થયો એના ત્રણ મહિના પહેલાં જ યુરોપમાં તો આ યુદ્ધ શાંત પણ થઈ ગયું હતું અને તેના એક મહિના પહેલાં જાપાની સેનાઓ પીછેહટ કરવા લાગી હતી, પરંતુ વર્ષ 1945માં જાપાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ઘણો જ વધી ગયો હતો, કેમ કે જાપાન ઈન્ડોચાઇના વિસ્તારમાં પોતાનો કબજો મજબૂત કરવા માગતું હતું, જે અમેરિકાને પસંદ ન હતું.

એ સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનને પરમાણુ બોમ્બના ઉપયોગનો અધિકાર મળી ગયો હતો. હેરીએ જાપાનને પાઠ ભણાવવા અને પોતાનો અહમ સંતોષવા કોઈપણ જાતનું મોડું કર્યા વગર 6 ઓગસ્ટ 1945ની સવારે 'લિટલ બોય' નામનો પરમાણુ બોમ્બ હિરોશીમા પર ફેંકી દીધો. જ્યારે આ બોમ્બ શહેર પર પડ્યો એ સમયે શહેરના અનેક લોકો કામ પર જઈ રહ્યા હતા અને બાળકો પણ સ્કૂલે જઈ રહ્યાં હતાં.

ઈતિહાસકાર એલપરોરિત્ઝે વર્ષ 1965માં પોતાના પુસ્તકમાં પરમાણુ બોમ્બના ઉપયોગનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું હતું કે અમેરિકા સોવિયત સંઘથી શક્તિના મામલે આગળ વધવા માગતું હતું અને આ બે બોમ્બ ફેંકીને તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું.

આ હુમલા બાદ અમેરિકા જાપાનનો જ વાંક કાઢતું હતું.
આ હુમલા બાદ અમેરિકા જાપાનનો જ વાંક કાઢતું હતું.
આ ફોટો ઘણો જ ચર્ચામાં રહ્યો હતો. આ ફોટો નાગાસાકીમાં થયેલા હુમલા બાદનો છે, જેમાં એક બાળક પોતાના નાના ભાઈની અંતિમવિધિ માટે રાહ જોઈને ઊભો છે. બાળકને જ્યારે તેના ખભા પરથી ભાર ઉતારવાનું કહ્યું ત્યારે તેને ઘણી જ ખમીર સાથે આ ભાર નહીં પણ મારો નાનો ભાઈ છે એમ જણાવ્યું હતું.

હિરોશિમા અને નાગાસાકીની જ કેમ પસંદગી થઈ?
હિરોશિમામાં બોમ્બ ફેંકવામાં આવ્યાને ત્રણ દિવસ બાદ જ વધુ એક પરમાણુ બોમ્બ નાગાસાકી પર સવારે 11 વાગ્યે ફેંકવામાં આવ્યો. આ બંને શહેરોને જ ટાર્ગેટ કરીને પરમાણુ બોમ્બ ફેંકવા માટેનું એ કારણ જણાવવામાં આવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન ઈચ્છતા હતા કે શહેર એવા હોય, જેના પર બોમ્બ ફેંકવામાં આવ્યા બાદ પર્યાપ્ત અસર જોવા મળે અને એ માટે જ જાપાનનાં આ બે શહેરોની પસંદગી થઈ હતી. આ બે શહેરમાંથી એક શહેર એ સમયે જાપાનનું સાતમું મોટું શહેર હતું, જ્યારે એક શહેરમાં દેશની ગોકુ સેનાનું હેડક્વાર્ટર હતું.

હિરોશિમાની તબાહી
6 ઓગસ્ટ 1945ના રોજ જે લોકો હિરોશિમામાં હાજર હતા તેઓ મોટા ભાગના લોકો માર્યા ગયા હતા, અને જેઓ બચી ગયા તેમના પર રેડિયો વિકિરણની અસર થઈ. આ એક એવી અસર હતી, જે આવનારી પેઢીઓમાં પણ જોવા મળી. લિટલ બોય જ્યારે હિરોશિમાના વાયુમંડળમાં ફાટ્યો તો 13 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર તબાહ થઈ ગયો હતો. શહેરની 60 ટકાથી વધુ બિલ્ડિંગ નષ્ટ થઈ ગયાં હતાં.

હિરોશિમા અને નાગાસાકીમાં જેટલા લોકો હતા એટલા લગભગ મોતને ભેટ્યા હતા.
હિરોશિમા અને નાગાસાકીમાં જેટલા લોકો હતા એટલા લગભગ મોતને ભેટ્યા હતા.
ચારેબાજુ કાટમાળ અને લાશોના ઢગલા હતા.
ચારેબાજુ કાટમાળ અને લાશોના ઢગલા હતા.
જાપાનનાં બંને શહેર કબ્રસ્તાન બની ગયાં હતાં.
જાપાનનાં બંને શહેર કબ્રસ્તાન બની ગયાં હતાં.

કોકુરા બચી ગયું અને નાગાસાકી નષ્ટ થયું
કેલેન્ડરમાં ફરી એક વખત તારીખ બદલાઈ અને આ વખતની તારીખ હતી 9 ઓગસ્ટ 1945. અમેરિકા બી-29 સુપરફોટ્રેસ બોક્સમાં એક બોમ્બ ગોઠવ્યો હતો. આ બોમ્બ કોઈ ભીમકાય તરબૂચ જેવો હતો, જેનું વજન 4050 કિલો હતું. બોમ્બનું નામ વિન્સ્ટન ચર્ચિલના સંદર્ભમાં 'ફેટ મેન' રાખવામાં આવ્યું હતું.

આ બોમ્બના ટાર્ગેટ પર ઔદ્યોગિક નગર કોકુરા હતી, અહીં જાપાનની સૌથી મોટી અને સૌથી વધુ ગોળા બારુદ બનાવનારી ફેક્ટરીઓ હતી. 9 ઓગસ્ટે બી-29 વિમાન 31,000 ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યું હતું અને સવારે 9 કલાકે અને 50 મિનિટે કોકુરા શહેર દેખાતું હતું. બોમ્બ 31,000 હજારની ફૂટની ઊંચાઈએથી જ ફેંકવાનો હતો, પરંતુ શહેર પર ભારે વાદળાઓ હતાં, એ બાદ બી-29 વિમાને એક રાઉન્ડ લગાવી ફરી કોકુરા પર આવ્યું ત્યારે શહેરમાં ધુમાડાઓનું સામ્રાજ્ય હતું અને નીચેથી વિમાન ભેદી તોપ છોડવામાં આવી રહી હતી. બી-29નું ઈંધણ ઝડપથી ઘટી રહ્યું હતું. વિમાનમાં માત્ર એટલું જ પેટ્રોલ હતું, એનાથી પરત પહોંચી શકાય એમ હતું. ગ્રુપ કેપ્ટન લિયોનાર્ડ ચેશર જણાવે છે કે 'અમે સવારે 9 વાગ્યે ઉડાન શરૂ કરી, જ્યારે અમે ટાર્ગેટ પર પહોંચ્યા તો ત્યાં વાદળછાયું વાતાવરણ હતું. એ બાદ અમને બીજા ટાર્ગેટ નાગાસાકી પર બોમ્બ ફેંકવાના ઓર્ડર મળ્યો.'

બી-29 વિમાન નાગાસાકી પર આવ્યું એ સમયે ઘડિયાળમાં 11 કલાક અને 2 મિનિટ થઈ હતી. વિમાનના પાયલોટે બોમ્બ ફેંકવાના ઓટોમેટિક ઉપકરણો ચાલુ કરી દીધાં અને થોડી જ ક્ષણમાં ભીમકાય બોમ્બ ઝડપથી ધરતી તરફ આગળ વધવા લાગ્યો. 52 સેકન્ડ સુધી જમીન તરફ ધસી ગયા બાદ બોમ્બ પૃથ્વીની સપાટીથી 500 ફૂટની ઊંચાઈએ ફાટી ગયો. આગનો એક ભીમકાય ગોળો મશરૂમના આકારમાં ઊઠ્યો. ગોળાનો આકાર સતત વધવા લાગ્યો અને ઝડપથી આખા શહેરને ગળવા લાગ્યો. નાગાસાકી શહેર પહાડોથી ઘેરાયેલું હોવાને કારણે માત્ર 617 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં તબાહી જોવા મળી.

અમેરિકાએ આચરેલી વિનાશલીલાનો ભોગ લાખો માસૂમ લોકો બન્યા હતા.
અમેરિકાએ આચરેલી વિનાશલીલાનો ભોગ લાખો માસૂમ લોકો બન્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન ઈચ્છતા હતા કે શહેર એવાં હોય, જેના પર બોમ્બ ફેંકવામાં આવ્યા બાદ પર્યાપ્ત અસર જોવા મળે અને એ માટે જ જાપાનનાં આ બે શહેરની પસંદગી થઈ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેન ઈચ્છતા હતા કે શહેર એવાં હોય, જેના પર બોમ્બ ફેંકવામાં આવ્યા બાદ પર્યાપ્ત અસર જોવા મળે અને એ માટે જ જાપાનનાં આ બે શહેરની પસંદગી થઈ હતી.
નાગાસાકી શહેર પહાડોથી ઘેરાયેલું હોવાને કારણે માત્ર 617 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં તબાહી જોવા મળી.
નાગાસાકી શહેર પહાડોથી ઘેરાયેલું હોવાને કારણે માત્ર 617 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં તબાહી જોવા મળી.

પરમાણુ હુમલામાં સામેલ લોકોની પ્રતિક્રિયા
હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકનાર વિમાનના આજે એકપણ મેમ્બર હાજર નથી, પરંતુ આ હુમલા બાદ જ્યારે જે-તે સમયે તેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે તેમણે આ બોમ્બ ફેંકીને કોઈ જ ભૂલ નથી કરી એ વાત પર જ ભાર મૂક્યો હતો.

હિરોશિમા માટે જે બોમ્બ રવાના કરાયો હતો એને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રુઝવેલ્ટના સંદર્ભે લિટલ બોયના નામથી પણ ઓળખવામાં આવ્યો હતો. બી-29માં જ્યારે લિટલ બોય ગોઠવવામાં આવ્યો ત્યારે એ સક્રિય બોમ્બ ન હતો, એમાં બારૂદ ભરવાનું બાકી હતું અને બોમ્બનું સર્કિટ પણ પૂરું કરાયું ન હતું.

ઈનોલે ગે વિમાનના પાયલોટ પોલ ડબ્લ્યુ, કંડક્ટર થિઓડોર, જે વેન કિર્ક અને હથિયાર અધિકારી મોરિસ જેપ્સન હતા. મોરિસ જેપ્સન જ તે વ્યક્તિ હતી જેમના હાથમાં છેલ્લી વખત લિટલ બોય હતો. તેમણે પોતાના સહ-પાયલોટ ડીક પાર્સનની સાથે મળીને ચાર મોટી બેગ બારૂદ આ બોમ્બમાં રાખ્યા. એ બાદ જેપ્સને લિટલ બોયમાં પ્લગ લગાવીને એને જીવતો બોમ્બ બનાવી દીધો હતો.

એનોલા ગેની કમાન પાયલોટ કર્નલ પોલ ડબ્લ્યુ તિબ્બેત્સના હાથમાં હતી, આ હુમલા બાદ તેમણે કહ્યું હતું કે 'કંઈક એવું હતું કે જેની કલ્પના પણ ન કરી શકાય, શું જણાવું બોમ્બ ફેંક્યા બાદ થોડી સેકન્ડ માટે મેં પાછળ વળીને જોયું અને જે બાદ આગળ નીકળી ગયા.'

9 ઓગસ્ટ 1945. અમેરિકા બી-29 સુપરફોટ્રેસ બોક્સમાં એક બોમ્બ ગોઠવ્યો હતો. આ બોમ્બ કોઈ ભીમકાય તરબૂચ જેવો હતો, જેનું વજન 4050 કિલો હતું. બોમ્બનું નામ વિન્સ્ટન ચર્ચિલના સંદર્ભમાં 'ફેટ મેન' રાખવામાં આવ્યું હતું.

તિબ્બેત્સે જણાવ્યું હતું કે તેમણે ધુમાડાનાં વાદળાં અને ઝડપથી ફેલાતી આગ જોઈ. ધુમાડાના ગોટેગોટા આખા શહેરમાં ફેલાઈ ગયા હતા અને સમગ્ર શહેરને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ રીતે થોડી જ ક્ષણોમાં હિરોશિમામાં બધું જ નિર્જન થઈ ગયું હતું... ઉજ્જડ અને વેરાન.

હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંકનાર અમેરિકી પ્લેનના પાયલોટ થિયોડોર વાન ક્રિકનું 93 વર્ષની વયે 30 જુલાઈ 2014ના રોજ અવસાન થયું. ડચ નામથી પ્રખ્યાત ક્રિક 'ઈનોલા ગે' નામના પ્લેનના ક્રૂ- મેમ્બરના અંતિમ જીવિત સભ્ય હતા. 24 વર્ષના હતા ત્યારે તેમનું પોસ્ટિંગ આ પ્લેન પર થયું હતું. જાપાન પર થયેલા પરમાણુ હુમલાને લઈને જે-તે સમયે જ્યારે પૂછવામાં આવ્યું હતું તો તેમણે આ હુમલાને લઈને કોઈ જ પસ્તાવો ન હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ કહીને બચાવ કર્યો હતો કે આ પરમાણુ હુમલો થયો એને કારણે જ બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થઈ ગયું હતું.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાગાસાકી પરમાણુ બોમ્બ ફેંકનાર વિમાનના પાયલોટ ચાર્લ્સ ડબ્લ્યુ સ્વીની જ્યારે 25 વર્ષના હતા ત્યારે તેને નાગાસાકી પર હુમલા માટે બી-29 વિમાન ઉડાવ્યા હતા. સ્વીનીએ આજીવન આ બોમ્બ ફેંક્યાની વાતનો પક્ષ લીધો હતો. તેમણે વાર્સ એન્ડ એન.આઈ. વિટનેસ એકાઉન્ટ ઓફ અમેરિકાઝ લાસ્ટ એટોમિક મિશન નામનું પુસ્તક પણ લખ્યું હતું. 1995માં એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું, 'હું આ ઘટનાને મારા કર્તવ્ય તરીકે જોઉં છું. હું ઈચ્છું છું કે યુદ્ધ ખતમ થઇ જાય અને અમે બધા જ અમારા પરિવાર પાસે પરત ફરીએ.' 18 જુલાઈ 2004ના રોજ 84 વર્ષના સ્વીનીનું મોત નીપજ્યું હતું.

અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનને પરમાણુ બોમ્બના ઉપયોગનો અધિકાર મળી ગયો હતો.
અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનને પરમાણુ બોમ્બના ઉપયોગનો અધિકાર મળી ગયો હતો.
આ બે શહેરમાંથી એક શહેર એ સમયે જાપાનનું સાતમું મોટું શહેર હતું, જ્યારે એક શહેરમાં દેશની ગોકુ સેનાનું હેડક્વાર્ટર હતું.
આ બે શહેરમાંથી એક શહેર એ સમયે જાપાનનું સાતમું મોટું શહેર હતું, જ્યારે એક શહેરમાં દેશની ગોકુ સેનાનું હેડક્વાર્ટર હતું.
હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકનાર વિમાનના આજે એકપણ મેમ્બર હાજર નથી, પરંતુ આ હુમલા બાદ જ્યારે જે-તે સમયે તેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે તેમણે આ બોમ્બ ફેંકીને કોઈ જ ભૂલ નથી કરી એ વાત પર જ ભાર મૂક્યો હતો.
હિરોશિમા અને નાગાસાકી પર બોમ્બ ફેંકનાર વિમાનના આજે એકપણ મેમ્બર હાજર નથી, પરંતુ આ હુમલા બાદ જ્યારે જે-તે સમયે તેમના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા ત્યારે તેમણે આ બોમ્બ ફેંકીને કોઈ જ ભૂલ નથી કરી એ વાત પર જ ભાર મૂક્યો હતો.
હિરોશિમા માટે જે બોમ્બ રવાના કરાયો હતો એને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રુઝવેલ્ટના સંદર્ભે લિટલ બોયના નામથી પણ ઓળખવામાં આવ્યો હતો.
હિરોશિમા માટે જે બોમ્બ રવાના કરાયો હતો એને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ રુઝવેલ્ટના સંદર્ભે લિટલ બોયના નામથી પણ ઓળખવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...