તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:સાઈબેરિયા, અમેરિકા અને કેનેડામાં અચાનક ગરમ પવનો કેમ ફૂંકાયા?

ઓકલેન્ડ/ઓટાવા/વૉશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા, કેનેડાના સામાન્ય રીતે ઠંડા રહેતા વિસ્તારોમાં ગરમ પવનો કેમ ફૂંકાઈ રહ્યા છે?

આ સ્થિતિનું કારણ ‘હીટ ડોમ’ છે. તે વાતાવરણમાં ઉચ્ચ દબાણનું એક ક્ષેત્ર નીચેની હવાને બહાર નીકળતા રોકે છે અને ગુંબજ જેવો આકાર સર્જાય છે. તે ગુંબજ હવાને નીચે તરફ લઈ જાય છે. તેનાથી તાપમાન વધે છે.

  • હીટ ડોમ કુદરતી કારણસર બને છે?

ના, માનવ ગતિવિધિના કારણે ગ્રીનહાઉસ ગેસ વધે છે. ક્લાઈમેટ ચેન્જની ઘટનાઓ ગ્રીનહાઉસ ગેસના કારણે જ થાય છે. ઉત્તર અમેરિકામાં હીટ ડોમનું મુખ્ય કારણ પેસિફિક ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના તાપમાનમાં મોટું અંતર હોય તે છે. આ રીતે ગ્રેડિયેન્ટ બનાવતી પાણીની ગતિ ગ્લોબલ વૉર્મિંગના કારણે બદલાય છે. અમેરિકાના નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને આ દાવો કર્યો છે.

  • લૂનું આકલન કેવી રીતે કરાય છે?

જો બે કે ત્રણ દિવસ સુધી તાપમાન ઐતિહાસિક સરેરાશથી વધુ હોય તો તે લૂનો સંકેત છે. હવામાન વિભાગ તેનું આકલન કરે છે.

  • અમેરિકા-કેનેડામાં ક્યાં સુધી લૂ રહેશે?

અમેરિકાના હવામાન વિભાગના મતે, ઉત્તર-પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં આગામી સપ્તાહ સુધી લૂ ફૂંકાશે. મંગળવાર સુધી તાપમાન સરેરાશ 10થી 20 ડિગ્રી વધુ રહી શકે છે.

  • ભારતમાં લૂનું જોખમ કેટલું છે?

ભારત માટે હીટ વેવ કે લૂનો ખતરો હોય છે. અહીં 2015માં લૂના કારણે હજારો લોકોના મોત થયા હતા. દુનિયાભરમાં મહત્તમ તાપમાન પર કરાયેલા 122 અભ્યાસમાંથી 90%માં જાણવા મળ્યું છે કે, મોટા ભાગના દેશોના લોકો અચાનક ફૂંકાતી લૂનો સામનો નથી કરી શકતા. એટલે આ સંશોધનોમાં સલાહ અપાઈ છે કે, તમામ દેશે લૂથી બચવા જાગૃતિ અભિયાન પર ભાર મૂકવો જોઈએ.

રેકોર્ડતોડ... ઠંડી પણ અને ગરમી પણ
એક તરફ યુરોપ અને અમેરિકા રેકોર્ડતોડ ગરમીનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ 50 લાખની વસતી ધરાવતું ન્યૂઝીલેન્ડ રેકોર્ડબ્રેક ઠંડીનો સામનો કરી રહ્યું છે. બર્ફીલા તોફાનોના કારણે ન્યૂઝીલેન્ડમાં અનેક હાઈ-વે બંધ છે. રોજ અનેક ફ્લાઈટ રદ કરવી પડે છે.

હવામાન વિભાગના મતે, સામાન્ય રીતે ન્યૂઝીલેન્ડમાં જુલાઈના અંત કે ઓગસ્ટની શરૂઆતમાં હિમવર્ષા શરૂ થાય છે, પરંતુ આ વર્ષે આર્કટિક બ્લાસ્ટના કારણે એક મહિના પહેલા જૂનમાં જ હિમવર્ષા શરૂ થઈ. તેના કારણે ન્યૂઝીલેન્ડમાં જૂન છેલ્લા 55 વર્ષનો સૌથી ઠંડો રહ્યો. સામાન્ય રીતે જૂનમાં ન્યૂઝીલેન્ડનું તાપમાન 11થી 15 ડિગ્રી વચ્ચે રહે છે. આ દરમિયાન અનેક શહેરોનું તાપમાન 1 ડિગ્રીથી માઈનસ 4 ડિગ્રી સુધી નોંધાયું.

સ્થાનિક મીડિયાના મતે, ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં સ્ટેટ ઈમર્જન્સીની જાહેરાત કરાઈ છે. હિમવર્ષા ધરાવતા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે જવાના નિર્દેશ અપાયા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આર્કટિક તરફથી આવતા બર્ફીલા પવનોના કારણે સમુદ્ર કિનારે 12 મીટર ઊંચી લહેરો ઊઠી રહી છે. કરા સાથે ભારે વરસાદ પણ થઈ શકે છે, જેનાથી ઠંડી હજુ વધશે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ ઠંડી વધશે.

શું છે આર્કટિક બ્લાસ્ટ?
ધરતી પર સૌથી ઠંડી જગ્યા ઉત્તર ધ્રુવ પર આવેલો એન્ટાર્કટિકા મહાસાગર છે. અહીં હંમેશા તાપમાન -80 ડિગ્રી હોય છે. ઠંડીમાં અહીં ઓછું તાપમાન થઈ જતા અક્ષાંસવાળા વિસ્તારોમાં બર્ફીલા વાવાઝોડા આવે છે. તેનાથી સમગ્ર વિસ્તારમાં બરફ જામી જાય છે અને આ ઘટના આર્કટિક બ્લાસ્ટ તરીકે ઓળખાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે, પારો નીચે આવવાથી ક્યાં હાઈપ્રેશર રહે છે, હવા ઝડપથી લૉ પ્રેશર એરિયા તરફ જાય છે, જે હિમવર્ષા લાવે છે અને ઠંડી વધે છે.

અન્ય સમાચારો પણ છે...