તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Why Aren't Mulla Baradar And Supreme Leader Akhundzada Coming Against The World; Taliban Spokesmen Also Avoided Questioning

તાલિબાનના 2 ટોપ લીડરના જીવતા હોવા પર સસ્પેન્સ:વિશ્વની સામે શાં માટે નથી આવી રહ્યાં મુલ્લા બરાદર અને સુપ્રીમ લીડર અખુંદજાદા; તાલિબાન પ્રવક્તા પણ સવાલોથી બચવા લાગ્યા

2 દિવસ પહેલા

અફઘાનિસ્તાનમાં તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કબજો કર્યો હતો અને તેની સાથે તેમની સત્તા દેશમાં છે. એક સપ્તાહ પહેલા સરકારની પણ જાહેરાત કરી દીધી. એક સપ્તાહ પહેલા સરકારની પણ જાહેરાત કરી દીધી. તેનો શપથ ગ્રહણ સમારંભ થશે કે નહિ, ક્યારે અને કઈ રીતે થશે? આ તમામ સવાલ લોકોના મનમાં છે. તેના કરતા પણ મોટો સવાલ એ છે કે તાલિબાનના મોટા નેતા ક્યાં છે અને તે દુનિયાની સામે શાં માટે નથી આવી રહ્યાં?

હિબ્તુલ્લાહ અખુંદજાદાને સુપ્રીમ લીડર જાહેર કરવામાં આવ્યા હતા અને મુલ્લા અબ્દુલ ગની બરાદરને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર. આ બંને અત્યાર સુધી ક્યાંય જોવા મળ્યા નથી. બરાદરે બે દિવસ પહેલા 39 સેકન્ડની એક કથિત ઓડિયો ટેપ દ્વારા પોતે સ્વસ્થ હોવાનો દાવો કર્યો. હવે આ ટેપ પર પણ સવાલ થવા લાગ્યા છે.

સવાલ ઉઠવવા તે વ્યાજબી
CNNએ તાલિબાનની અંદર ચાલી રહેલી હલચલ અંગે એક રિપોર્ટ પબ્લિશ કર્યો છે. તે મુજબ- સામાન્ય રીતે કોઈ પણ દેશમાં સરકારની જાહેરાત થયા પછી તરત જ નેતા વિશ્વની સામે આવે છે. મીડિયા સાથે વાતચીત કરે છે, જોકે અફઘાનિસ્તાનમાં આવું થઈ રહ્યું નથી. લોકો જાણવા માંગે છે કે તાલિબાન નેતા ક્યાં છે? તેમનું સરનામું શું છે અને તે વિશ્વ સાથે નજર કેમ નથી મેળવી રહ્યાં. તાલિબાન પ્રવક્તા પણ સવાલ ટાળવાની કોશિશ કરી રહ્યાં છે અને જો તે જવાબ પણ આપે છે તો તે ખૂબ નબળા હોય છે.

બરાદર જીવતો છે કે મૃત્યુ પામ્યો
માત્ર બે દિવસ પહેલા તાલિબાનના પ્રવક્તા સુહૈલ શાહીને મુલ્લા બરાદરની એક ઓડિયો ટેપ જાહેર કરી. કહ્યું- તે બિલકુલ સ્વસ્થ અને સુરક્ષિત છે. હવે આ ટેપની ક્વોલિટી અને બેકગ્રાઉન્ડને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે તાલિબાની શાસનમાં સામેલ હક્કાની નેટવર્ક સાથેની અથડામણમાં મુલ્લા બરાદરનું મૃત્યુ થયું છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થયા છે. એવો દાવો છે કે તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચેની આ અથડામણ સરકારની જાહેરાત થઈ તે પહેલા જ થઈ. એટલે કે મામલો ગત સપ્તાહનો જ છે. નિવેદન પણ મુલ્લાના આસિસ્ટન્ટે જાહેર કર્યું હતું. ઓડિયો ટેપ માત્ર 39 સેકન્ડની જ હતી.

હિબ્તુલ્લાહ પણ ગાયબ
સુપ્રીમ લીડર હિબ્તુલ્લાહ અખુંદજાદા વિશે તાલિબાને કહ્યું હતું- સુપ્રીમ લીડર અખુંદજાદા ઝડપથી વિશ્વની સામે આવશે. 15 દિવસ પહેલા આપવામાં આવેલા નિવેદન છતાં અત્યાર સધી તે જોવા મળ્યો નથી. રિપોર્ટના જણાવ્યા મુજબ, અખુંદજાદા પણ કદાચ મૃત્યુ પામ્યો છે અથવા તો પછી ગંભીર રૂપથી બીમાર છે. જો આવું નથી તો અત્યાર સુધી તે શાં માટે સામે આવ્યા નથી. કતારની રાજધાની દોહામાં પણ તેની કોઈ ભાળ મળી રહી નથી.

અખુંદજાદા 2016માં તાલિબાનના ટોપ લેડર બન્યા હતા. 5 વર્ષમાં તેનું કોઈ પણ નિવેદન કોઈ રીતે પ્રકાશમાં આવ્યું નથી. ગત વર્ષે ન્યુઝ આવ્યા હતા કે અખુંદજાદા ખૂબ જ બીમાર હતા અને તેમનુ મૃત્યુ પેશાવરમાં થયું હતું.

સવાલ આ પણ ઘણો મોટો છે
અમેરિકા અને તાલિબાનની વચ્ચે કરાર કતારની રાજધાની દોહામાં થયો હતો. મુલ્લા બરાદર તાલિબાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યાં હતા. માનવામાં આવી રહ્યું હતું કે તે વડાપ્રધાન બનશે, જોકે આમ ન થયું. હસન અખુંદને PM બનાવવામાં આવ્યા.

હવે સૌથી મોટો સવાલ. તાલિબાન પર સૌથી વધુ અસર-ઓ-રસૂખ, એટલે કે પ્રભાવ હાલ કતારનો છે. તેના વિદેશ મંત્રી શેખ મોહમ્મદ અબ્દુલ રહમાન અલ થાની રવિવારે કાબુલ પહોંચ્યા. તાલિબાન દાવો કરે છે કે તેમણે હિબ્તુલ્લાહ અખુંદજાદા સાથે કંધારમાં મુલાકાત કરી, જોકે તેની કોઈ તસ્વીર આવી નથી. બાકી બધુ તો ઠીક છે તાલિબાનના પ્રવક્તાએ આ મુલાકાતની પુષ્ટિ પણ કરી નથી. બીજી તરફ કતારે યાત્રાની અધિકારિક માહિતી આપી હતી.

શાં માટે તાલિબાન ગુપ્ત રાખે છે માહિતી
તાલિબાન પર નજર રાખતા પાકિસ્તાનના જર્નલિસ્ટ આઝાદ સૈયદ કહે છે કે મોટાભાગના તાલિબાની નેતા અને ખાસ કરીને હક્કાની નેટવર્કના લોકો વોન્ટેડ છે. તેમને લાગે છે કે દુશ્મન(અમેરિકા) તેમને ક્યારે પણ ટાર્ગેટ બનાવી શકે છે. આ કારણે તે સામે આવતા નથી.

તાલિબાન ચીજોને છુપાવવામાં માહીર છે. આ પહેલા નેતા અને સંસ્થાપક મુલ્લા ઉમરને અમેરિકાએ 2013ની શરૂઆતમાં ઠાર કર્યો હતો. તાલિબાને વર્ષના અંતમાં તેની માહિતી આપી. તાલિબાની લીડરશીપને લાગે છે કે નેતાઓના મૃત્યુના સમાચારથી સંગઠન તૂટી શકે છે અને તેમના આતંકી બીજા ગ્રુપમાં સામેલ થઈ શકે છે. હક્કાની નેટવર્કના નેતાઓ પર તો 5થી 10 લાખ મિલિયન ડોલર સુધીનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.