• Home
  • International
  • Quarantine the politics happening on Corona first, don't waste time blaming each other: WHO President

WHOને ટ્રમ્પનો જવાબ / પહેલા કોરોના પર થઈ રહેલા રાજકારણને ક્વૉરન્ટીન કરો, એક-બીજા પર આરોપ લગાવવામાં સમય ન બગાડોઃ WHOના પ્રમુખ

Quarantine the politics happening on Corona first, don't waste time blaming each other: WHO President
X
Quarantine the politics happening on Corona first, don't waste time blaming each other: WHO President

  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર ચીનને કેન્દ્રમાં રાખીને કામ કરવાનો આરોપ લગાવ્યો છે
  • WHOના પ્રમુખે કહ્યું- મહામારીની વિરુદ્ધ તમામ દેશ એક થાય 
  • વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 88 હજાર લોકોના મોત થઈ ચૂક્યા છે, 14 લાખથી વધુ લોકો સંક્રમિત 

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 08:21 PM IST

વોશિંગ્ટન.  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ વિશ્વમાં ફેલાઈ રહેલા કોરોનાવાઈરસના સંક્રમણની સામે તમામ દેશોને એક રહેવાની અપીલ કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHO પર ચીનને કેન્દ્રમાં રાખીને કામ કરવાનો આરોપ લગાવ્યો છે. બુધવારે તેમણ કહ્યું કે WHO એ યોગ્ય સમયે મહામારીને લઈને ચેતવણી બહાર પાડવી જોઈતી હતી. ટ્રમ્પ સંગઠનને અમેરિકા તરફથી અપાતુ ફન્ડિંગ રોકવાની ધમકી આપી ચૂક્યા છે. આ અંગે WHOના પ્રમુખ ટેડ્રોસ ગેબ્રેયેસિઅસે કહ્યું કે મહામારીના પગલે રાજકીય મતભેદ વધશે. આ નવો વાઈરસ છે અને 100 દિવસમાં જ તેણે વિશ્વને બદલી નાખ્યું છે. મહેરબાની કરીને રાજકારણને ક્વૉરન્ટીન કરો, જો જીતવા માંગો છો તો એક-બીજા પર આરોપ લગાવવામાં સમય ન બગાડો.     

રાષ્ટ્રપતિ ટ્રમ્પે બુધવારે ફરીથી WHO પર ચીનને કેન્દ્રમાં રાખીને કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા WHOઓનું ફન્ડિંગ ખતમ કરશે. તેમણે મહામારીને ખોટી રીતે લીધી. સંગઠને યોગ્ય રીતે પોતાની પ્રથમિકતા નક્કી કરવી જોઈતી હતી. અમે એ અંગે તપાસ કરાવીશું કે શું WHOને ફન્ડિંગ આપવામાં આવે. તમામ માટે એક સરખું વલણ રાખવું જોઈએ, જોેકે આવું કઈ જોવા મળ્યું નથી.

જો વધુ મોત જોવા માંગો છો તો રાજકારણ કરો

WHOના પ્રમુખ ગેબ્રેયેસિઅસે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આરોપનો જવાબ આપ્યો. તેમણે પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે કોરોનાનું રાજકારણ ન કરો. આમ કરવાથી મતભેદ વધે છે. આવા સમયે આપણે એક-બીજાની ખામી શોધવામાં સમય ન બરબાદ કરવો જોઈએ. જો તમે વધુ મોતને જોવા માંગતા હોવ તો જ આમ કરો. કોરોનાથી પ્રત્યેક મિનિટે લોકો મરી રહ્યાં છે. જો આપણે ઝડપથી એક ન થયા તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. કોરોના વિશે આપણને હજી પણ ઘણી વસ્તુઓનો ખ્યાલ નથી. આ એક નવો વાઈરસ છે. આપણને ખ્યાલ નથી કે આગળ જતા શું થશે. આ કારણે આપણે એક થઈએ પહેલા કરતા પણ ખૂબ જ જરૂરી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી