• Gujarati News
  • International
  • Shrikant Datar, Who Studied At IIM Ahmedabad, Became The Dean Of The Prestigious Harvard Business School

ગૌરવ:IIM અમદાવાદમાં ભણી ચૂકેલા શ્રીકાંત દાતાર પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન બન્યા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • આવતા વર્ષે 1 જાન્યુઆરીએ પદ સંભાળશે

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં અભ્યાસ કરી ચુકેલા શ્રીકાંત દાતારને હાર્વર્ડ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત હાર્વર્ડ બિઝનેસ સ્કુલના ડીન બનાવવામાં આવ્યા છે. તેઓ આવતા વર્ષે 1 જાન્યુઆરીએ પદ સંભાળશે. દાતાર 1976-78 દરમિયાન IIM અમદાવાદમાં ભણી ચુક્યા છે. આ અંગે IIMના ડિરેક્ટર એરોલ ડિસોઝાએ એક ટ્વિટ કરી જણાવ્યું કે, અમારા માટે આ ગર્વની વાત છે કે, સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી અને ફોર્મર બોર્ડ મેમ્બર શ્રીકાંત દાતારને હાર્વર્ડ બિઝનેસ સ્કુલના ડીન બનાવાયા છે.

દાતાર 25 વર્ષથી હાર્વર્ડ સાથે સંકળાયેલા છે
હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ લેરી બેકોવે શ્રીકાંતની એપોઇન્ટમેન્ટ સમયે જણાવ્યું હતું કે, દાતાર 1996થી હાર્વર્ડ સાથે જોડાયેલા છે અને અહી તેમણે સિનિયર એસોસિએટ ડીન, ફેકલ્ટી ડેવલપમેન્ટ, એક્ઝિક્યુટિવ એજ્યુકેશન, રિસર્ચ અને યુનિવર્સિટી અફેર્સ સહિતની અલગ અલગ પોઝિશન પર કામ કરેલું છે. શ્રીકાંત એક ઈનોવેટિવ એજયુકેટર છે.

IIM માટે ક્રિકેટ, હોકી, ટેનીસ રમ્યા હતા
શ્રીકાંત દાતારે IIMના 2018ના એલ્મની પ્રોગ્રામમાં આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, હું સ્ટૂડન્ટ તરીકે એક્સ્ટ્રા કરીકુલમ એક્ટિવિટીમાં પણ હું ઘણો એક્ટિવ હતો. IIM માટે મેં ક્રિકેટ, હોકી અને ટેનિસની સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સિવાય તેઓ સ્ટૂડન્ટ અફેર કાઉન્સિલના સભ્ય હતા.

વર્ષ 2018માં IIM અમદાવાદના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તે સમયનો ફાઈલ ફોટો
વર્ષ 2018માં IIM અમદાવાદના પદવીદાન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તે સમયનો ફાઈલ ફોટો

IIMમાં અભ્યાસ સંપૂર્ણ અલગ પ્રકારનો અનુભવ: દાતાર
તેમણે ઈન્ટરવ્યુંમાં પોતાના અભ્યાસ કાળના અનુભવો જણાવતા કહ્યું કે, હું એક અલગ જ પ્રકારના માહોલમાંથી આવ્યો હતો જ્યાં વિદ્યાર્થીઓ વચ્ચે ક્લાસમાં ઇન્ટરેક્ટ થતું ન હતું. ટીચર્સ સ્ટેજ ઉપર બેસીને ભણાવતા હતા. જયારે IIMમાં સંપૂર્ણ અલગ વાતાવરણ હતું. સબ્જેક્ટ ઉપર પ્રોફેસર્સની હાજરીમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઘણી વાતો થતી. ઇન્વોલ્વમેન્ટ પણ ઘણું રહેતું જે મારા માટે એક અલગ પ્રકારનો અનુભવ હતો. આજે હું આવું વાતાવરણ હાવર્ડમાં જોઈ રહ્યો છુ.

શ્રીકાંત દાતારની કેરિયર

  • દાતરે 1973માં બોમ્બે યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આંકડા અને અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી પૂર્ણ કરતા પહેલા તેઓ અમદાવાદના IIMમાંથી બિઝનેસ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિપ્લોમા મેળવ્યો હતો. દાતારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બિઝનેસમાં પીએચ.ડી. કરેલું છે.
  • 1984થી 1989 દરમિયાન, કાર્નેગી મેલોન ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એડમિનિસ્ટ્રેશનના સહાયક પ્રોફેસર અને ત્યારબાદ સહયોગી પ્રોફેસર હતા, જ્યાં તેમને જ્યોર્જ લેલેન્ડ બેચ ટીચિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • 1989થી 1996 સુધી, તેમણે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસની ફેકલ્ટીમાં સેવા આપી, જ્યાં તે એકાઉન્ટિંગ અને મેનેજમેન્ટના લિટલફિલ્ડ પ્રોફેસર બન્યા અને સ્કૂલના પ્રતિષ્ઠિત ટિચિંગ એવોર્ડથી તેઓને માન્યતા મળી.

આ ભારતની માનવ સંસાધન મૂડીને સમર્થન છે: આનંદ મહિન્દ્રા
આ અંગે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, આ ભારતની માનવ સંસાધન મૂડીને સમર્થન છે. સતત બીજીવાર હાર્વર્ડ બી સ્કૂલના ડીન તરીકે ભારતીય મૂળની વ્યક્તિની પસંદગી થઇ છે. આપણી પાસે ઘર આંગણે પણ ઘણી પ્રતિભાઓ રહેલી છે જેની પાસે ભારતીય વ્યવસાય અને ભારતીય અર્થવ્યવસ્થાને આગળ લઈ જવાની ઘણી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...