તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • After Meeting With G7 Leaders, The WHO Chief Said China Should Cooperate In Investigating Where Corona Came From.

G7માં ચીન પર પ્રેશર પોલિટિક્સ:G7 લીડર્સ સાથેની મુલાકાત પછી WHO ચીફે કહ્યું- કોરોના ક્યાંથી આવ્યો, તેની તપાસમાં ચીન સહયોગ કરે

3 મહિનો પહેલા
  • અમેરિકાના હેલ્થ સેક્રેટરી જેવિયર બેરેકા અને તેમની ટીમને શક છે કે કોરોનાવાઈરસ લેબ એક્સિડન્ટના કારણે જ લીક થયો છે

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ના પ્રમુખ ડો.ટેડ્રોસ ગેબ્રયેસસે ચીનને કોરોના ઓરિજિનને લઈને ચાલી રહેલી તપાસમાં સહયોગ કરવા કહ્યું છે. તેમનુ આ નિવેદન બ્રિટનમાં ચાલી રહેલી ગ્રુપ ઓફ-7(G-7) સમિટમાં શનિવારે સામેલ થયા પછી આવ્યું છે.

WHO ચીફે કહ્યું છે કે તપાસના આગામી તબક્કામાં વધુ ટ્રાન્સપરન્સી રાખવામાં આવશે. તેમણે કહ્યું કે તપાસ પુરી કરવા માટે આપણને ચીનનો સહયોગ જોઈશે. અગાઉના તપાસ રિપોર્ટનો ઉલ્લેખ કરતા ટેડ્રોસે કહ્યું કે રિપોર્ટ બહાર પડ્યા પછી ડેટા શેર કરવા મુશ્કેલ હતા. ખાસ કરીને એ ડેટા, જે કાચા રૂપમાં હતા.

અમેરિકાના મીડિયા વોલ સ્ટ્રીટ જનરલના જણાવ્યા મુજબ ડો.ટેડ્રોસે કહ્યું કે શનિવારે G-7 દેશોના નેતાઓની સમિટમાં તપાસને આગળ વધારવા પર ભાર આપવામાં આવ્યો છે. અમે તેને આગળના તબક્કામાં લઈ જવાની તૈયારી કરી રહ્યાં છે.

USને મળ્યો બ્રિટેનનો સાથ
છેલ્લા થોડા દિવસોમાં અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા WHOને તપાસ ઝડપથી આગળ વધારવાનું કહી ચૂક્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બોઈડન સાથેની મુલાકાત પછી ગુરુવારે બ્રિટિશ પીએમ બોરિસ જોનસને કોરોના પર ચાલી રહેલી તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે અમે પણ સમયથી, પુરાવા આધારિત પારદર્શક તપાસ ઈચ્છીએ છીએ. આ તપાસમાં ચીનને પણ સામેલ કરવામાં આવે.

જો બાઈડને 90 દિવસમાં માંગ્યો છે રિપોર્ટ
US પ્રેસિડેન્ટ જો બાઈડન અમેરિકાની તપાસ એજન્સીને કોરોના ઓરિજિનની બારીકાઈથી તપાસ કરવા માટે પહેલેથી જ કહી ચૂક્યા છે. મેંના અંતમાં જ તેમણે તપાસ એજન્સીઓને 90 દિવસની અંદર રિપોર્ટ આપવા કહ્યું હતું.

તેમણે તપાસ એજન્સીઓને ચીનની વુહાન લેબમાંથી વાઈરસ નીકળવાની આશંકાને લઈને પણ તપાસ કરવા માટે કહ્યું હતું. બાઈડને તપાસ એજન્સીઓને કહ્યું હતું કે વાઈરસ પશુઓથી ફેલાયો કે કોઈ પ્રયોગશાળામાંથી, આ અંગે યોગ્ય તપાસ થવી જોઈએ.

USની કોશિશ, ચીન પર વધ્યુ દબાણ
બાઈડને તપાસમાં ઈન્ટરનેશનલ કમ્યુનિટીને મદદ કરવાની અપીલ કરી હતી. બાઈડને કહ્યું હતું કે અમેરિકા વિશ્વમાં એ દેશો સાથે સહયોગ જાળવી રાખશે, જે વાઈરસની તપાસ યોગ્ય રીતે કરાવવા માંગે છે. તેનાથી ચીન પર પારદર્શક અને ઈન્ટરનેશનલ તપાસમાં ભાગ લેવાનું દબાણ કરવાનું સરળ રહેશે.

એન્થની ફોસી પર જાહેર કરી ચૂક્યા છે શક
અમેરિકા કોરોનાવાઈરસની તપાસનો મામલો ઝડપથી આગળ વધારી રહ્યું છે. આ પહેલા કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના ચીફ અને અમેરિકાના સંક્રામક રોગ એક્સપર્ટ ડો.એન્થની ફોસીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ને કોરોનાની ઉત્ત્પત્તિને લઈને તપાસ આગળ વધારવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ મામલામાં કોઈ થિયોરીને ફગાવી ન શકાય. આ પહેલા ઓસ્ટ્રેલિયા સરકારના એક મંત્રીએ પણ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના એક્સપર્ટનો દાવો, કોરોના ચીનનું જૈવિક હથિયાર
થોડા દિવસ પહેલા વીકેન્ડ ઓસ્ટ્રેલિયાએ પણ એક એક્સપર્ટ સાથે વાતચીત કરીને કહ્યું કે ચીન 2015થી જૈવિક હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યું છે અને તેની મિલિટ્રી પણ તેમાં સામેલ છે. આ એક્સપર્ટે શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લેબમાં રિસર્ચ દરમિયાન ભૂલથી વાઈરસ લીક થયો. તે પછી અમેરિકાના ન્યુઝ પેપર વોલ સ્ટ્રીટ જર્નલે સોમવારેે એક રિપોર્ટમાં કહ્યું- ચીન વાઈરસની જે થિયોરી જણાવે છે, તેની પર શક થાય છે, કારણ કે નવેમ્બર 2019માં જ ત્યાંની વુહાન લેબના ત્રણ વૈજ્ઞાનિકોમાં તેના લક્ષણ જોવા મળ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

WHOની મુશ્કેલીઓ ફરી વધી
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે ઘણી વખત સાર્વજનિક રીતે કહ્યું હતું કે કોરોનાવાઈરસને ચીની વાઈરસ કહેવામાં આવે, કારણ કે તે ચીનમાંથી નીકળ્યો અને ચીને જ તેને ફેલાવ્યો છે. ટ્રમ્પે એટલે સુધીનો દાવો કર્યો હતો કે અમેરિકાની તપાસ એજન્સીઓની પાસે તેના પુરાવા છે અને સમય આવવા પર તેને વિશ્વ સમક્ષ મૂકશે. જોકે ટ્રમ્પ ચૂંટણી હારી ગયા અને મામલો ઠંડો પડી ગયો. હવે બાઈડનના સખ્ત વલણે ફરીથી ચીન અને WHOની મુશ્કેલી વધારી દીધી છે.

ચીનની દખલ ન હોવી જોઈએ
ન્યુયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ વ્હાઈટ હાઉસેના અધિકારીઓએ શરૂઆતમાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે WHOએ નવેસરથી અને યોગ્ય તપાસ કરવી પડશે. વ્હાઈટ હાઉસે એ પણ કહ્યું હતું કે આ તપાસ દરમિયાન ચીનને દૂર રાખવામાં આવે. અમેરિકાના હેલ્થ સેક્રેટરી જેવિયર બેરેકા અને તેમની ટીમને શક છે કે કોરોનાવાઈરસ લેબ એક્સિડન્ટના કારણે જ લીક થયો. આ મામલામાં થોડા પુરાવા પણ તેમની પાસે હોવાનું કહેવાઈ રહ્યું છે. બેરેકે તો એટલે સુધી કહ્યું હતું કે ચીનના કટ્ટર દુશ્મન તાઈવાનને આ તપાસનો ઓબઝર્વર બનાવવો જોઈએ, જોકે તે WHOનો સભ્ય નથી.

અન્ય સમાચારો પણ છે...