તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • WHO Approves Synovac Biotech Vaccine For Emergency Use, To Be Administered To People Over 18 Years Of Age

ચીનની બીજી વેક્સિનને અપ્રુવલ:WHOએ સિનોવેક બાયોટેકની વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી, આ 18 વર્ષથી વધુની આયુના લોકોને લગાવવામાં આવશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
WHOના વૈશ્વિક વેક્સિન કાર્યક્રમ COVAXમાં પણ આ વેક્સિનને સામેલ કરવામાં આવી શકે છે. જેનાથી ગરીબ દેશોમાં વેક્સિનની જરૂરિયાત પુરી થઈ શકે. - Divya Bhaskar
WHOના વૈશ્વિક વેક્સિન કાર્યક્રમ COVAXમાં પણ આ વેક્સિનને સામેલ કરવામાં આવી શકે છે. જેનાથી ગરીબ દેશોમાં વેક્સિનની જરૂરિયાત પુરી થઈ શકે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ચીનની બીજી કોરોના વેક્સિનને ઈમરજન્સી યુઝ માટે મંજૂરી આપી દીધી છે. WHOએ સિનોવેક બાયોટેકની વેક્સિનને કોરોનાની મહામારીમાં ઈમરજન્સી યુઝની મંજૂરી આપી છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ આ વેક્સિન 18 વર્ષતી ઉપરના લોકોને લગાડવામાં આવશે. ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ વચ્ચેનું અંતર 2થી 4 સપ્તાહની વચ્ચે હશે. કોરોના મહામારી વચ્ચે અત્યાર સુધીમાં અનેક ગરીબ દેશોમાં વેક્સિન નથી પહોંચી શકી, એવામાં આ નિર્ણયથી સંકેત મળે છે કે WHOના વૈશ્વિક વેક્સિન કાર્યક્રમ COVAXની વેક્સિનને પણ સામેલ કરવામાં આવી શકે છે. તેનાથી ગરીબ દેશોમાં વેક્સિનની જરૂરિયાત પૂર્ણ થઈ શકશે. ભારતે પણ COVAXની વેક્સિન 70થી વધુ દેશોને મોકલી છે, પરંતુ કોરોનાની બીજી લહેર પછી સપ્લાઈ રોકી દેવામાં આવી છે. WHO હવે ચીન જેવા દેશોની વેક્સિનથી આ ખામીને પૂરી કરવા માગે છે.

આ પહેલાં સિનોફાર્મની વેક્સિનને આપવામાં આવી હતી મંજૂરી
આ પહેલાં WHOએ ચીનમાં બનેલી સિનોફાર્મની કોવિડ-19 વેક્સિન BBIBP-CorVને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હતી. આ વેક્સિનને ચાઈના નેશનલ બાયોટેક ગ્રુપ (CNBG)ની સહાયક કંપની બેઈજિંગ બાયો ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટસ કંપની લિમિટેડે વિકસિત કરી છે.

સિનોફાર્મની વેક્સિન ભારતમાં બનતી કોવેક્સિન જેવી જ છે. આ બંને વેક્સિન ઈનએક્ટિવેટેડ પ્લેટફોર્મ પર બની છે. સારી વાત એ છે કે કોવેક્સિન કોરોનાના અનેક વેરિએન્ટ્સ પર અસરકારક છે, જ્યારે સિનોફાર્મની વેક્સિનની અલગ અલગ વેરિએન્ટ્સ પર કેટલી ઈફેક્ટિવ છે તે અંગે કોઈ જ જાણકારી નથી. સિનોફાર્મ પશ્ચિમી દેશોને બાદ કરતા પહેલી એવી વેક્સિન છે, જેને WHOએ સમર્થન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...