માસ શૂટિંગ:શ્વેત અમેરિકનો જ ઓનલાઈન પ્રોપેગેન્ડાથી ગુસ્સે, માસ શૂટિંગ તેનું જ પરિણામ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી તપાસમાં પર્દાફાશ થયો

અમેરિકામાં શ્વેત અમેરિકીઓને ઓનલાઇન પ્રોપોગેન્ડાના માધ્યમથી કટ્ટરપંથી બનાવવા અભિયાન ચલાવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની મદદથી તેમનામાં અપ્રવવાસીઓ વિરુદ્ધ નફરત પેદા કરાઈ રહી છે. તેનાથી શ્વેત અમેરિકીઓની ઉગ્રતા એટલી વધી ગઈ છે કે તે માસ શૂટિંગ જેવા અપરાધ પણ કરી રહ્યા છે. આ ખુલાસો અમેરિકી સરકારના એક તપાસ રિપોર્ટમાં થયો છે. આ તપાસ ન્યુયોર્કના બફલોમાં થયેલી માસ શૂટિંગ બાદ કરાઈ છે.

રિપોર્ટમાં સામે આવ્યું કે માસ શૂટિંગ કરનારા લોકો ખોટી માહિતી અને કટ્ટર બનાવતી વિચારધારાના શિકાર થઈ જાય છે. ન્યુયોર્કના એટોર્ની નજરલ લેટિટિયા જેમ્સે બફલો શૂટિંગને અંજામ આપનારા પેટન ગેન્ડ્રોનનું ઉદાહરણ આપતા કહ્યું કે તેને ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ઉશ્કેરાયો હતો. 4ચેન અને રેડિટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેણે જાતિવાદી, કટ્ટર અને હિંસક કન્ટેન્ટ જોયા બાદ જ આટલા મોટા અપરાધને અંજામ આપ્યો. તપાસકારોએ 4ચેનને કટ્ટરપંથ ફેલાવનાર ફ્રિન્જ પ્લેટફોર્મ ગણાવ્યું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે જમણેરી કટ્ટરપંથ વિચારધારાના લોકો ટેલીગ્રામ, ડિસ્કોર્ડ અને પેટ્રિયટ.વિન જેવા પ્લેટફોર્મ પર જુઠ્ઠી માહિતી અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ શેર કરાય છે.

અહીંથી મોટી વેબસાઇટ અને ન્યૂઝ આઉટલેટ્સ તેને ઉપાડી લે છે. તેનાથી ભડકાઉ કન્ટેન્ટ પણ વિશ્વસનીય થવા લાગે છે. એટોર્ની જનરલે ચેતવણી આપી કે લાઈવ સ્ટ્રીમિંગને પણ નિયંત્રિત કરવી જરૂરી છે. ખરેખર મોટાભાગના અપરાધી માસ શૂટિંગ દરમિયાન લાઈવ સ્ટ્રીમ કરે છે. ગેન્ડ્રોને પણ ગોળીબાર કરતાં લાઇવ સ્ટ્રીમિંગ વેબસાઈટ ટ્વિચ પર બે મિનીટનો વીડિયો બનાવ્યો હતો.

અમેરિકામાં શ્વેત વસતી પહેલીવાર 60%થી ઓછી
અમેરિકન શ્વેતોમાં અપ્રવાસીઓ વિરુદ્ધ નફરતનું મોટું કારણ એ પણ છે કે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર શ્વેત વસતી 60%થી નીચે જતી રહી છે. આ કુલ અમેરિકન વસતીના 58% છે. 2010માં શ્વેત વસતી લગભગ 64% હતી, પરંતુ 2045 સુધી શ્વેત અમેરિકનો લઘુમતીમાં આવી જશે.

અન્ય સમાચારો પણ છે...