• Gujarati News
  • International
  • While The President Of Chile Was Giving A Speech, The Child Came Up To The Stage And Started Cycling Around Him

સુપરહીરોના ડ્રેસવાળા બાળકનો વીડિયો:ચિલીના રાષ્ટ્રપતિ ભાષણ આપતા રહ્યા, બાળક મંચ પર આવીને તેમની ચારેબાજુ સાઇકલ ફેરવવા લાગ્યું

25 દિવસ પહેલા

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકના ભાષણ દરમિયાન એક બાળક દ્વારા સાઇકલ ચલાવવાનો એક મજેદાર વીડિયો સામે આવ્યો છે, જેમાં બાળક સુપરમેનવાળા કપડાંમાં જોવા મળે છે. જેટલા જોશથી બોરિક ભાષણ આપી રહ્યા છે, બાળક એટલા જોશ સાથે તેમની ફરતે સાઇકલ ફેરવતું રહે છે.

સ્થાનિક મીડિયા 24 હોરાસ મુજબ આ વીડિયો એક અઠવાડિયા પહેલાંનો છે. ત્યારે બોરિક લોકોને નવા બંધારણ બનાવવા માટે વોટિંગ કરવાનું કહેતા હતા. બે દિવસ પહેલા લોકોએ વોટિંગ કર્યું અને તેમનો પ્રસ્તાવ લોકોએ સંપૂર્ણપણે ફગાવી દીધો, એટલે કે રાષ્ટ્રપતિનું લોકો પર કોઈ અસર ન છોડી શક્યું. પરંતુ તે ભાષણ સમયે એક બાળકે લોકોનું ધ્યાન પોતાના તરફ જરૂરથી ખેંચ્યું હતું. તેને લાલ ટોપી અને બ્લૂ રંગના સુપરહીરોવાળો ડ્રેસ પહેર્યો હતો.

આ વીડિયોને ડેવિડ એડલરે રવિવારે ટ્વીટ કર્યો. એડલર પ્રોગ્રેસિવ ઈન્ટરનેશનલ નામની સંસ્થાના કોઓર્ડિનેટર છે.આ સંસ્થા દુનિયભરમાં કામ કરે છે. તેમને વીડિયો શેર કરતાં લખ્યું, "બોરિક જ્યારે લોકો સમક્ષ નવા બંધારણ અંગે વોટ માગી રહ્યાં હતા ત્યારે તેમને સુપરહીરોએ ઘેરી લીધા."

તેમની ટ્વીટ પર અત્યારસુધીમાં 1 લાખ 33 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. જો કે આ વીડિયોને અન્ય લોકો પણ ટ્વિટર અને બીજી સોશિયલ મીડિયા સાઈટ પર શેર કરી રહ્યાં છે.

હકીકતમાં આ વીડિયો લોકોને બે કારણે પોતાની તરફ ખેંચી રહ્યો છે. પહેલો રાષ્ટ્રપતિના ભાષણ દરમિયાન બાળકે આ રીતે સાઇકલ ચલાવી. બીજું રાષ્ટ્રપતિની ઉંમર અને તેમના દ્વારા નવા બંધારણને લઈને લોકો વચ્ચે જવું.

રોઇટર્સના જણાવ્યા મુજબ, માત્ર 36 વર્ષની ઉંમરના ચિલીના રાષ્ટ્રપતિ બોરિકે જ્યારે લોકોને નવા બંધારણ માટે વોટિંગ કરવાનું કહ્યું તો 79 લાખ લોકોએ મતદાન કર્યું. પરંતુ તેમાંથી 49 લાખ લોકો નવા બંધારણ વિરુદ્ધ વોટિંગ કર્યું. તેથી રાષ્ટ્રપતિ માટે આ મોટો ઝાટકો ગણાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...