રશિયન હુમલામાં માંડ-માંડ બચ્યો ફ્રેન્ચ રિપોર્ટર:લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો; ત્યારે જ પાછળથી મિસાઇલ પડી, હુમલાનો વીડિયો વાઈરલ

એક મહિનો પહેલા

યુક્રેનમાં લાઇવ રિપોર્ટિંગ કરનાર એક ફ્રેન્ચ રિપોર્ટર રશિયન મિસાઇલ હુમલાથી માંડ-માંડ બચી ગયો હતો. આ હુમલાનો વીડિયો ટ્વિટર પર વાઇરલ થઈ રહ્યો છે. રિપોર્ટર પૉલ ગેસનિયર ટીવી ચેનલ TMCના ક્વોટીડિયન નામના કાર્યક્રમ માટે લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક રશિયન મિસાઇલ તેની પાછળ થોડાક મીટર દૂર પડી હતી. મિસાઇલ પડતાની સાથે જ જોરદાર અવાજ સાથે વિસ્ફોટ થયો હતો.

રિપોર્ટર પૉલ અચાનક મિસાઇલ હુમલાથી ડરી ગયો હતો અને પોતાનો જીવ બચાવવા માટે દોડ્યો હતો. આ પછી યુક્રેનની રિપોર્ટર અનાસ્તાસિયા મગાજોવાએ ટ્વીટ કર્યું હતું કે રિપોર્ટર અને કેમેરામેન સુરક્ષિત છે.

મિસાઈલ સ્ટ્રાઇકની પહેલા અને પછીનો રિપોર્ટર પૉલ ગેસનિયરનો ફોટો.
મિસાઈલ સ્ટ્રાઇકની પહેલા અને પછીનો રિપોર્ટર પૉલ ગેસનિયરનો ફોટો.

મિસાઇલ હુમલામાં બે લોકો ઘાયલ
મેટ્રો યુકેના સમાચાર પ્રમાણે, રિપોર્ટર ડોનેટ્સક પ્રાંતના ડ્રઝકીવકા શહેરમાં રિપોર્ટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન એક મિસાઇલ તેની પાછળ લગભગ 200 મીટર દૂર એક હોટલ અને આઈસ હોકી ગ્રાઉન્ડ પર પડી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે.

આર્થિક અને નાણાંકીય બાબતોના મંત્રી અવાચક થઈ ગયા
આ ટીવી કાર્યક્રમમાં ફ્રાન્સના આર્થિક અને નાણા મંત્રી બ્રુનો લે મેરે ચીફ ગેસ્ટ હતા. મિસાઇલ બ્લાસ્ટ જોઈને બ્રુનો સહિત દર્શકો પણ ચોંકી ગયા હતા. થોડા સમય પછી રિપોર્ટર પૉલ અન્ય સ્થળેથી શો પર લાઇવ આવ્યો અને દર્શકોને આ ઘટના સંભળાવી હતી.

ફ્રાન્સના આર્થિક અને નાણાંકીય બાબતોના મંત્રી બ્રુનો લે મેરે પણ ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ફ્રાન્સના આર્થિક અને નાણાંકીય બાબતોના મંત્રી બ્રુનો લે મેરે પણ ટીવી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધનું રિપોર્ટિંગ કરતી વખતે 8 પત્રકારોએ જીવ ગુમાવ્યો હતો
રશિયા-યુક્રેન યુદ્ધની રિપોર્ટિંગ કરનારા ઘણા પત્રકારો પૉલ જેટલા નસીબદાર નહોતા. 'રિપોર્ટર્સ વિધાઉટ બોર્ડર્સ'ના વાર્ષિક અહેવાલ મુજબ 2022માં રશિયા-યુક્રેન યુદ્ધની રિપોર્ટિંગ કરતી વખતે 8 પત્રકારોએ જીવ ગુમાવ્યો હતો. માત્ર માર્ચ મહિનામાં જ પાંચ પત્રકારોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ફોક્સ ન્યૂઝના બે પત્રકારો કાર ગોળીબારમાં માર્યા ગયા
માર્ચ 2022માં, અમેરિકાના ફોક્સ ન્યૂઝના ફોટો જર્નાલિસ્ટ પિયર જકર્જવેસ્કી રશિયન ગોળીબારમાં માર્યા ગયા હતા. કિવની હદમાં તેમની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલામાં યુક્રેનિયન પત્રકાર એલેક્ઝાન્ડ્રા કુવશિનોવાનું પણ મોત થયું હતું. તો, ફોક્સ ન્યૂઝના રિપોર્ટર બેન્જામિન હૉલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ફોક્સ ન્યૂઝના ફોટોજર્નાલિસ્ટ પિયર જકર્જવેસ્કી તેમની ટીમ સાથે સેલ્ફી લે છે.
ફોક્સ ન્યૂઝના ફોટોજર્નાલિસ્ટ પિયર જકર્જવેસ્કી તેમની ટીમ સાથે સેલ્ફી લે છે.

ફ્રાન્સનો ફ્રેડરિક લોકોના બચાવને કરતા હતા ત્યારે મૃત્યુ પામ્યો
ફ્રેન્ચ ટીવી ચેનલ BFM ટીવીના પત્રકાર ફ્રેડરિક લેક્લેર્ક-ઇમહોફનું મે 2022માં મોત થયું હતું. 30 મેના રોજ યુક્રેનના પૂર્વ લુહાન્સ્ક વિસ્તારમાં તેના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. તે સિવેરોડોનેત્સ્ક શહેરમાંથી નાગરિકોના બચાવ કાર્યને કવર કરી રહ્યો હતો. આ હુમલા દરમિયાન તેની ગરદન પર જીવલેણ ઈજા થઈ હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

32 વર્ષીય ફ્રેડરિક ફ્રાન્સના BFM ટીવી માટે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે રિપોર્ટિંગ કરી રહ્યો હતો.
32 વર્ષીય ફ્રેડરિક ફ્રાન્સના BFM ટીવી માટે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે રિપોર્ટિંગ કરી રહ્યો હતો.

રશિયામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ રિપોર્ટિંગ કરતી પત્રકારે પોતાનો જીવ ગુમાવ્યો
રશિયામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત રિપોર્ટિંગ કરતી ઓક્સાના બાલિનાનું રશિયન હુમલામાં મોત થયું હતું. હુમલા સમયે તે કિવમાં થયેલા વિનાશનો વીડિયો શૂટ કરી રહી હતી. બલિનાએ રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નેવલનીના એન્ટી કરપ્શન ગ્રુપ માટે પણ કામ કર્યું હતું. ગયા વર્ષે જ આ ગ્રુપને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી બાલિનાએ દેશ છોડવો પડ્યો હતો. યુક્રેન પર રશિયન આક્રમણ પછી, બાલિનાએ ઇનસાઇડર માટે કિવ અને લિવથી ઘણા રિપોર્ટ પબ્લિશ કર્યા હતા.

બાલિના ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ આઉટલેટ ધ ઇનસાઇડર માટે કામ કરતી હતી.
બાલિના ઇન્વેસ્ટિગેટિવ ન્યૂઝ આઉટલેટ ધ ઇનસાઇડર માટે કામ કરતી હતી.
અન્ય સમાચારો પણ છે...