તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અફઘાનિસ્તાનનો હજારા સમુદાય જોખમમાં:સ્કૂલ હોય કે રમતનું મેદાન, ત્યાં સુધી કે જન્મ સમયે હજારા લોકોને મારવામાં આવી રહ્યા છે

કાબુલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2015થી અત્યાર સુધીમાં અંદાજે 1,200 હજારા લોકો મોર્યા ગયા

અફઘાનિસ્તાનની કુલ 3.60 કરોડની વસતીમાં અંદાજે 9% હિસ્સો હજારા સમુદાયનો છે પણ ત્યાં આ લઘુમતીઓને સંરક્ષણ મળવાના બદલે આતંકીઓના હાથે આ સમુદાયના લોકો તેમની જિંદગી કુરબાન કરી રહ્યા છે. ત્યાં સુધી કે આ સમુદાયના બાળકોને જન્મ સમયે જ મારવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સ્થિત માનવાધિકાર સંગઠન ‘હ્યુમન રાઇટ્સ એન્ડ ઇરેડિકેશન ઑફ વાયોલન્સ’ના ડાયરેક્ટર વદૂદ પેદ્રમના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2015થી અત્યાર સુધીમાં આતંકી હુમલામાં ઓછામાં ઓછા 1,200 હજારા લોકો માર્યા ગયા છે.

સ્કૂલ, લગ્નો, મસ્જિદો, સ્પોર્ટ્સ ક્લબ સહિત દરેક સ્થળે તેમના પર હુમલા થઇ રહ્યા છે. ગત વર્ષે આતંકીઓએ એક મેટરનિટી હોસ્પિટલ પર હુમલો કર્યો, જેમાં હજારા સમુદાયના નવજાત શિશુઓ અને તેમની માતાઓ સહિત 24 લોકો માર્યા ગયા હતા. ગયા મહિને જ આ જ વિસ્તારની સૈયદ અલ-શહાદા સ્કૂલમાં ત્રીજો બોમ્બ વિસ્ફોટ થયો. તેમાં અંદાજે 100 લોકો માર્યા ગયા હતા. મોટા ભાગની વિદ્યાર્થિનીઓ હતી. તાજેતરની ઘટનાઓ પેદ્રમની વાતોની પુષ્ટિ કરે છે. દા.ત. ગયા અઠવાડિયે જ હજારા સમુદાયની આદિલા ખિયારી અને તેમની બે પુત્રી- હોસ્નિયા અને મીના પડદા ખરીદવા બજારમાં ગઇ હતી.

થોડી વાર બાદ એક બસમાં બોમ્બ વિસ્ફોટ થયો. તેમાં હોસ્નિયાને ગંભીર ઇજા થઇ જ્યારે તેની માતાનું અને બહેનનું મોત થયું. બાદમાં હોસ્નિયાએ પણ દમ તોડ્યો. કાબુલમાં છેલ્લા 48 કલાકમાં બોમ્બથી ઉડાવાયેલી તે ચોથી બસ હતી. આ વિસ્ફોટોમાં 18 લોકો માર્યા ગયા હતા.

હજારા સમુદાયનો આરોપ- સરકાર ભેદભાવ કરી રહી છે
અહીં મોટા ભાગના હજારા શિયા મુસ્લિમ છે. તેથી તેઓ મુસ્લિમ કટ્ટરવાદીઓના નિશાન પર છે. આ સમુદાયના વડા કતરદુલ્લાહ બ્રોમન કહે છે કે, ‘સરકારને અમારી કંઇ ચિંતા નથી. અમારા લોકોનું ભવિષ્ય અંધકારમય છે.’

અન્ય સમાચારો પણ છે...