તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Where The World's Largest Bhuvo Fell !: The Garden Blossomed At A Height Of 7200 Feet; Travel To Europe By Rail, Road Or Water

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:ક્યાં પડ્યો વિશ્વનો સૌથી વિશાળ ભૂવો!: 7200 ફૂટની ઊંચાઈએ ખીલ્યો બગીચો; અહીંથી કરો રેલવે, સડક કે જળમાર્ગે યુરોપની સફર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તસવીર મેક્સિકોના સાન્ટા મારિયા ટાઉનની છે. અહીં બુધવારે અચાનક 300 ફૂટ પહોળો અને 60 ફૂટ ઊંડો ખાડો પડી ગયો. તેનું કદ દર કલાકે વધી રહ્યું હોવાથી સ્થાનિકો ભયભીત છે. વિજ્ઞાનીઓનું માનવું છે કે ભૂવિજ્ઞાનના દોષના કારણે ખાડો પડ્યો છે.

7200 ફૂટની ઊંચાઇ પર ગાર્ડન

પર્વતરાજ હિમાલયનાં પંચાશૂલી શિખરો અને તેની સામે રંગબેરંગી ફૂલોથી ગુલઝાર ટ્યૂલિપ ગાર્ડન. જાણે સ્વર્ગ ધરતી પર ઉતરીને અહીં વસી ગયું હોય. આ નજારો ઉત્તરાખંડના પિથૌરાગઢ સ્થિત મુનસ્યારી ટ્યૂલિપ ગાર્ડનનો છે, જ્યાં વન વિભાગે ઉજ્જડ જમીન પર સુંદર ફૂલોનો બગીચો બનાવ્યો છે. વિભાગ હવે કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થવાની રાહ જુએ છે, જેથી દેશભરમાંથી લોકો આવે અને આ સુંદર બગીચો નિહાળે. મુનસ્યારીમાં જે 30 એકર જગ્યામાં આ બગીચો બનાવાયો છે તે વિસ્તાર અગાઉ ઉજ્જડ હતો. મુનસ્યારી ગાર્ડન દરિયાની સપાટીથી 7200 ફૂટની ઊંચાઇ પર છે. આ અંગે ડીએફઓ ડૉ. ભાર્ગવ જણાવે છે કે અહીં બગીચો બનાવવામાં ઘણી મુશ્કેલી પડી. ઊંચાઇ પર હોવાના કારણે અહીં માત્ર જંગલી ઘાસ હતું. તેના કારણે જમીનની ગુણવત્તા ખતમ થઇ ચૂકી હતી પણ ટીમના પર્યાવરણ સંરક્ષણ માટેના જુસ્સાના કારણે માત્ર 1 વર્ષમાં આ કામ થઇ શક્યું. ખાસ વાત એ છે કે સમગ્ર પ્રોજેક્ટ પાછળ માત્ર 1.36 લાખ રૂ. ખર્ચ થયો.

રેલવે, સડક કે જળમાર્ગે યુરોપની સફર

આ તસવીર ક્રોએશિયાના કસ્તેલ ગોમિલિકા મરિના વિસ્તારની છે. દુનિયાભરના પર્યટકોમાં મશહૂર આ ક્ષેત્ર લક્ઝુરિયસ યૉટ, ફેરી ટૂર અને યુરોપિયન હૉલિડે માટે મશહૂર છે. શનિવારે અહીં આગ લાગતાં 5 લક્ઝુરિયસ યૉટ સળગી ગઇ હતી જ્યારે 18ને નુકસાન પહોંચ્યું હતું પણ હવે અહીં ફરી રોનક જોવા મળશે. ખાસ વાત એ છે કે અહીંથી રેલ, સડક કે જળમાર્ગે આખું યુરોપ ફરી શકાશે. આ જ કારણથી અહીં સપ્ટેમ્બર સુધીના બુકિંગ ફુલ થઇ ચૂક્યાં છે.

ઇંગ્લેન્ડની 240 વર્ષ જૂની જેલ બની આલિશાન હોટલ, એક રાતનુ ભાડું રૂ. 20 હજાર

આશરે 140 વર્ષ પહેલા જ્યોર્જ તૃતીયના જમાનામાં આ જેલને 70 રૂમની હોટલમાં તબદીલ કરવામાં આવી હતી
આશરે 140 વર્ષ પહેલા જ્યોર્જ તૃતીયના જમાનામાં આ જેલને 70 રૂમની હોટલમાં તબદીલ કરવામાં આવી હતી

ઈંગ્લેન્ડના બોડમિન વિસ્તારમાં બનાવેલી આલિશાન હોટલના જે રૂમમાં તમે રોકાયા હોવ, બની શકે ત્યાં 100-150 વર્ષ પહેલાં કોઈ ખૂંખાર કેદીને રાખવામાં આવ્યો હોય. અથવા તો તમે જે બગીચામાં લટાર મારી રહ્યા હોવ તેની આસપાસ કોઈ કેદીને ફાંસી આપવામાં આવી હોય. આશરે 140 વર્ષ પહેલા જ્યોર્જ તૃતીયના જમાનામાં આ જેલને 70 રૂમની હોટલમાં તબદીલ કરવામાં આવી હતી. 1920થી બંધ હતી. જેના રિનોવેશન પાછળ રૂ. 516 કરોડ (5 કરોડ પાઉન્ડ)નો ખર્ચ થયો છે. યુકેના સૌથી આકર્ષક વિસ્તારમાં સ્થિત બોડમિન જેલ હોટલમાં એક રાત વસવાટ કરવાનો ખર્ચ રૂ. 20 હજાર છે. આગામી માસમાં જી-7 સમિટ માટે આવનારા મહેમાનોને અહીં ઉતારો આપવામાં આવશે.

રિનોવેશન પાછળ રૂ. 516 કરોડ (5 કરોડ પાઉન્ડ)નો ખર્ચ થયો
રિનોવેશન પાછળ રૂ. 516 કરોડ (5 કરોડ પાઉન્ડ)નો ખર્ચ થયો
યુકેના સૌથી આકર્ષક વિસ્તારમાં સ્થિત બોડમિન જેલ હોટલમાં એક રાત વસવાટ કરવાનો ખર્ચ રૂ. 20 હજાર
યુકેના સૌથી આકર્ષક વિસ્તારમાં સ્થિત બોડમિન જેલ હોટલમાં એક રાત વસવાટ કરવાનો ખર્ચ રૂ. 20 હજાર

ઈરાનની નૌસેનાના સૌથી મોટા યુદ્ધજહાજમાં આગ, ઓમાનની ખાડીમાં ડૂબ્યું
ઈઝરાયલ સાથે તણાવ વચ્ચે ઈરાનને જોરદાર ઝટકો લાગ્યો છે. તેમની નૌસેનાનું સૌથી મોટું યુદ્ધજહાજ ખર્ગ ભીષણ આગ લાગ્યા પછી ઓમાનની ખાડીમાં ડૂબી ગયું હતું. સતત 20 કલાક સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરાયા હોવા છતાં આ દુર્ઘટના ઘટી. જોકે, ચાલકદળના તમામ સભ્યોને બચાલી લેવાયા હતા.

14 કલાકમાં 39.67 કિ.મી. રસ્તો બનાવીને વર્લ્ડ રેકોર્ડ ​​​​​​​​​​​​​​મહારાષ્ટ્રના પીડબલ્યુડી વિભાગે રાજપથ ઇન્ફ્રાકોનના સહયોગથી માત્ર 14 કલાકમાં 39.67 કિ.મી. રસ્તો બનાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. રસ્તો બનાવવામાં 3 શિફ્ટમાં 6 સ્થળે એકસાથે કામ શરૂ થયું, જેમાં પીડબલ્યુડીના તથા કંપનીના 75 એન્જિનિયર, 47 ઓબ્ઝર્વર, 23 ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયર, 150 ડ્રાઇવર અને 110 શ્રમિક સહિત 390 લોકો જોડાયા હતા. આ અગાઉ નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્રના વિજાપુરથી સોલાપુર સુધી 25.54 કિ.મી. લાંબો રસ્તો 18 કલાકમાં બનાવીને રેકોર્ડ સર્જ્યો હતો.​​​​​​​

14 કલાકમાં 39.67 કિ.મી. રસ્તો બનાવીને વર્લ્ડ રેકોર્ડ
14 કલાકમાં 39.67 કિ.મી. રસ્તો બનાવીને વર્લ્ડ રેકોર્ડ

લંડનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો સ્કાઈ પૂલ
લંડનની બે વિશાળ બિલ્ડિંગ વચ્ચે 115 ફૂટની ઊંચાઈએ પાર્દર્શી સ્વિમિંગ પૂલ બનાવાયો છે. આ સ્કાઈ પૂલ બિલ્ડિંગના 10 માળે આવેલો છે. ફ્લેટમાં રહેલાતા લોકો અને મહેમાનો માટે આ પૂલને ખુલ્લો મૂકાયો છે. જે પાંચ મીટર પહોળો અને ત્રણ મીટર ઊંડો છે. આઠ વર્ષની મહેનત પછી આ સ્કાઈ પૂલ તૈયાર થયો છે.

આટલી ઉંચાઈએ પારદર્શી પૂલમાં સ્વિમિંગ કરી લોકોને પણ અલગ ફિલિંગ થઈ રહ્યું છે.
આટલી ઉંચાઈએ પારદર્શી પૂલમાં સ્વિમિંગ કરી લોકોને પણ અલગ ફિલિંગ થઈ રહ્યું છે.
હાલ લંડનમાં આકર્ષણનું કેન્દ્ર અને ટોકિંગ પોઈન્ટ બન્યો છે આ પૂલ.
હાલ લંડનમાં આકર્ષણનું કેન્દ્ર અને ટોકિંગ પોઈન્ટ બન્યો છે આ પૂલ.