અમેરિકામાં લોસ એન્જેલસથી બોસ્ટન જઇ રહેલી ફ્લાઇટમાં એક યાત્રીએ ઇમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરી. જ્યારે ક્રૂ મેમ્બરે તેને રોકવાની કોશિશ કરી ત્યારે તેણે હુમલો કરી દીધો. ઘટના રવિવારની છે. મેસાચુસેટ્સના આ યાત્રીની બોસ્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ધરપકડ કરવામાં આવી છે. તેને એરલાઇન્સની કોઈપણ ફ્લાઇટમાં યાત્રા કરવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે.
લેન્ડિંગથી 45 મિનિટ પહેલાં ક્રૂને એલર્ટ મળ્યું
યૂનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં ફ્રેન્સિસ્કો સેવેરો ટોરેસ(33 વર્ષ)એ લેન્ડિંગથી લગભગ 45 મિનિટ પહેલાં જ ફર્સ્ટ ક્લાસ અને કોચ સેક્શનની વચ્ચે ઇમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરી. ત્યારે ક્રૂને કોકપિટમાં તેનું એલર્ટ મળ્યું. તે પછી એક ફ્લાઇટ અટેન્ડેટ તપાસ માટે ઇમરજન્સી ગેટ પાસે પહોંચ્યો. ત્યાં તેને દરવાજાનું હેન્ડલ સંપૂર્ણ રીતે બંધ જોવા મળ્યું નહીં અને તેની ઇમરજન્સી સ્લાઇડ પણ હટાવી દેવામાં આવી હતી.
બોસ્ટન એરપોર્ટ ઉપર આરોપીની ધરપકડ કરવામાં આવી
ટોરેસની પૂછપરછ પછી અટેન્ડેટે કેપ્ટનને ફ્લાઇટને જલ્દી લેન્ડ કરાવવાનું કહ્યું. આ દરમિયાન ટોરેસે તૂટેલી ચમચીથી અટેન્ડેટ ઉપર હુમલો કરી દીધો. તેણે ગળા ઉપર 3 વખત હુમલો કર્યો. ક્રૂ મેમ્બર્સ અને પેસેન્જર્સની મદદથી ટોરેસને કાબૂમાં કરવામાં આવ્યો. તે પછી ફ્લાઇટ બોસ્ટન એરપોર્ટ ઉપર સુરક્ષિત લેન્ડ થઈ, જ્યાં ટોરેસની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઉંમરકેદની સજા મળી શકે છે
ફ્લાઇટમાં સવાર પેસેન્જર્સે જણાવ્યું કે- ટેકઓફ થયા પછી જ ટોરેસ અજીબ વર્તન કરી રહ્યો હતો. તે સતત બધાને ઇમરજન્સી ગેટ, ડોર હેન્ડલ અને સેફ્ટી અંગે પૂછી રહ્યો હતો. તેણે અનેકવાર ઇમરજન્સી ગેટની આસપાસ ફરતો જોવા મળ્યો હતો.
ટોરેસને 9 માર્ચે કોર્ટમાં હાજર કરવામાં આવશે. આરોપ સાબિત થશે તો તેને ઉંમરકેદની સજા ફટકારવામાં આવી શકે છે. સાથે જ, 4 કરોડથી વધારે દંડ વસૂલ કરવામં આવી છે.
બે દિવસ પહેલાં જ અમેરિકન ફ્લાઇટમાં ભારતીય વિદ્યાર્થીએ અમેરિકન યાત્રી ઉપર પેશાબ કર્યો હતો
અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટમાં નશામાં ધૂત એક ભારતીય વ્યક્તિએ અમેરિકી યાત્રી ઉપર પેશાબ કરી દીધો. ઘટના 3 માર્ચની જણાવવામાં આવી રહી છે. મામલે હવે સામે આવ્યો છે. આ ફ્લાઇટ ન્યૂયોર્કથી દિલ્હી આવી રહી હતી. એરલાઇનના જણાવ્યા પ્રમાણે- ઘટના પછી આરોપીએ માફી માગી લીધી હતી. પરંતુ એરલાઇન્સે આરોપી પર મુસાફરી પ્રતિબંધો લાદ્યા છે. જાણો સમગ્ર મામલો
નશામાં ધૂત મુસાફરે વિમાનમાં કર્યું શરમજનક કૃત્ય: મહિલાની સીટ પાસે આવી તેના પર પેશાબ કર્યો, USથી આવતી હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિએ એવું શરમજનક કૃત્ય કર્યું, જેને તમામ લોકો જોતા રહી ગયા. નશામાં ધૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી એક મહિલા પર પેશાબ કર્યો હતો. આરોપ છે કે મહિલાએ ફરિયાદ કરી છતાં કેબિન ક્રૂ-મેમ્બર્સ તરફથી તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર પછી મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરનને પત્ર લખ્યો. ત્યાર પછી ઘટના અંગે તપાસ શરૂ થઈ. જાણો સમગ્ર મામલો
એર ઈન્ડિયાના વિમાનમાં મહિલા પર પેશાબ કરવાની બીજી ઘટના: પેરિસ-દિલ્હી ફ્લાઇટમાં નશામાં હતો આરોપી; માફી માગતાં છોડી મૂક્યો
6 ડિસેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટ 142માં એક મુસાફર દારૂના નશામાં મુસાફરી કરી રહ્યો હતો. તે ફ્લાઈટ ક્રૂની કોઈ સૂચનાનું પાલન કરતો ન હતો. બાદમાં તેણે મહિલા મુસાફરના બ્લેન્કેટ પર પેશાબ કર્યો હતો. એરલાઈને આ અંગે દિલ્હી એરપોર્ટના અધિકારીઓને ફરિયાદ કરી. જાણો સમગ્ર મામલો
ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન આ અધિકાર હોય: જો ફ્લાઈટમાં કોઈ ગેરવર્તન કરે છે તો પાઇલટ ફ્લાઇટમાંથી ઉતારી શકે છે, હવાઈ મુસાફરીમાં શું છે કાયદાઓ?
છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટમાં મુસાફરો સાથે અનેક પ્રકારની ઘટના બનતી હોય છે, જે મીડિયામાં ચર્ચાનો વિષય બને છે. થોડા દિવસ પહેલાં એક મહિલા પર મુસાફર પેશાબ કરી દીધો હતો. તો વિસ્તારા એરલાઇનની ફ્લાઇટમાં એક મહિલાએ બધા મુસાફરોની સામે કપડાં કાઢી નાખ્યાં હતાં. આ બાદ તો આ મહિલાએ તમામ હદ પાર કરી દઇને ક્રુ મેમ્બર સાથે મારપીટ, ગાળો અને થૂંકવા લાગી હતી. આ બાદ અબુધાબીથી મુંબઇ જતી વિસ્તારા એરલાઇનમાં મુસાફરી કરતી 45 વર્ષીય ઇટલીની મહિલા યાત્રી પર એક ક્રુ સભ્યને કથિત રીતે મારવા અને બીજા મેમ્બર પર થૂંકવાના આરોપને કારણે બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. અહીં ક્લિક કરીને જાણો હવાઈ મુસાફરીમાં કાયદાઓ અંગે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.