ભારત-પાકિસ્તાન મેચ મુદ્દે બ્રિટનમાં હિંસા:જ્યારે એશિયા કપમાં PAK હારી ગયું, ત્યારે હથિયારધારી શખ્સો હિન્દુઓના ઘરમાં ઘૂસી ગયા હતા; તોડફોડ કરી

લંડન20 દિવસ પહેલા
  • સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો છે.

બ્રિટનમાં પાકિસ્તાની મુસ્લિમોએ હિન્દુઓ પર હુમલો કર્યો હતો. આ હિંદુ-મુસ્લિમ વિવાદ લીસેસ્ટરમાં થયો હતો. અહીં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ હિન્દુઓને નિશાન બનાવીને તેમના ઘરોમાં તોડફોડ કરી હતી. વાહનોને પણ નુકસાન થયું હતું.

વાસ્તવમાં આ વિવાદ ક્રિકેટની હાર-જીત સાથે શરૂ થયો હતો. 28 ઓગસ્ટે એશિયા કપમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. આ પછી 6 ઓગસ્ટે નારાજ પાકિસ્તાની મુસ્લિમોએ લીસેસ્ટરમાં હિન્દુઓ પર હુમલો કર્યો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ મામલો સામે આવ્યો છે.

લોકો પર છરી વડે હુમલો કર્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘરની સામે ભગવા રંગનો ધ્વજ લઈને જઈ રહ્યો છે. એક મહિલા બૂમો પાડીને વિરોધ કરી રહી છે. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

લીસેસ્ટરશાયર પોલીસે આ નક્શો જાહેર કરતા જણાવ્યું હતુ કે વાદળી રંગના માર્ક કરવામાં આવેલ વિસ્તારોમાં મુસલમાનોએ હિન્દુ પર હુમલો કર્યો હતો.
લીસેસ્ટરશાયર પોલીસે આ નક્શો જાહેર કરતા જણાવ્યું હતુ કે વાદળી રંગના માર્ક કરવામાં આવેલ વિસ્તારોમાં મુસલમાનોએ હિન્દુ પર હુમલો કર્યો હતો.

હુમલો યોજનાબદ્ધ હતો
કેટલાક અહેવાલો અનુસાર, આ હુમલો યોજનાબદ્ધ હતો. લોકો હશિયાર સાથે આવ્યા હતા. વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેઓ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા. ત્યારથી લીસેસ્ટરમાં તણાવ છે.

ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી
હિન્દુ-મુસ્લિમ વિવાદને ધ્યાનમાં રાખીને લીસેસ્ટરના મેયર પીટર સોલ્સબીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી હતી. તેમણે કહ્યું- પોલીસને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ હિન્દુઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રિપોર્ટ મુજબ પાકિસ્તાની મુસ્લીમે એક પોલીસકર્મી પર પણ હુમલો કર્યો હતો.
રિપોર્ટ મુજબ પાકિસ્તાની મુસ્લીમે એક પોલીસકર્મી પર પણ હુમલો કર્યો હતો.

લીસેસ્ટરશાયર પોલીસના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ એડમ સ્લોનેકીએ કહ્યું - શહેરમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. ગુના અને પોલીસ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે કેટલાક લોકો સામે નોટિસ જારી કરવામાં આવી શકે છે. આ નોટિસનું ઉલ્લંઘન કરનારની ધરપકડ કરવામાં આવશે.

બ્રિટન પોલીસ સામે ઉભા થયા સવાલ
પોલીસે કડક કાર્યવાહી કરવાની નોટિસ જાહેર કરી છે, પરંતુ સ્થાનિક પોલીસ મૂકપ્રેક્ષક બની રહી હોવાના ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. કેટલાક લોકો કહે છે કે જ્યારે હિન્દુઓના ઘરો પર હુમલા થઈ રહ્યા હતા ત્યારે પોલીસ માત્ર તમાશો જોઈ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...