એશિયન વડીલો ડાન્સિંગ ક્લાસ જઇ રહ્યા છે:યુવાન હતા ત્યારે પોતાના શોખ બાળકો પાછળ કુરબાન કર્યા...હવે જીવી રહ્યા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માથા પર સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ અને થોડું નમેલું શરીર. અમેરિકાનાં દરેક નાનાં-મોટાં શહેરના બોલરૂમ ડાન્સિંગ ક્લાસીસમાં રિટાયર થયેલા એશિયન મૂળનાં અમેરિકન કપલ્સ નાચતાં નજરે પડી રહ્યાં છે. તેમને આવી રીતે સાથે નાચતાં જોઇને તેમનાં બાળકો પણ દંગ રહી ગયાં. જિંદગીભર એક નવા દેશમાં વસનારાની મહેનત અને બાળકોને કાબેલ બનાવવાની ભાગદોડમાં આ લોકો પોતાની જિંદગીની ખુશીઓ કુરબાન કરતાં રહ્યાં.

અમેરિકન મૂળના તેમના સાથી જ્યારે પાર્ટીઓ અને હરવા-ફરવામાં હતા, ત્યારે આ એશિયનો પોતાના પરિવારનું ભવિષ્ય બનાવવામાં કેન્દ્રિત હતું. પરંતુ હવે જ્યારે બાળકો પોતાના પગભર થઇ ગયાં છે અને આ લોકો રિટાયર, તો જિંદગીને નાચી-કૂદીને જીવવાનો આનંદ ઉઠાવી રહ્યાં છે. અમેરિકાના બોલરૂમ ડાન્સિંગ ક્લાસીસ તેમને એકબીજાને મળવાનું સેન્ટર બની ગયું છે. તેના કારણે તેમનું એકલાપણું દૂર થઇ રહ્યું છે.

પરિવર્તનથી બાળકો આશ્ચર્યમાં છે
અમેરિકન-એશિયન વડીલોનાં બાળકો આ પરિવર્તનથી ચકિત થઇ ગયાં છે, સાથે સાથે ખુશ પણ છે. આવા જ એક યુવકે કહ્યું કે, મારા પિતાએ ફોન પર બતાવ્યું કે મમ્મી અને મેં ડાન્સ ક્લાસ જોઇન કર્યા છે તો હું છક્ક થઇ ગયો. મેં તેઓને ક્યારેય ડાન્સ કરતાં જોયાં નથી. મારા પિતા બહુ ઉત્સાહિત હતા. તેમણે કહ્યું કે હું જલદી થાકી જાઉં છું, પરંતુ તારી મમ્મી નથી થાકતી. હું વધુ બહેતર કરવાની કોશિશ કરીશ.

ઓરેન્જ કાઉન્ટીમાં રહેતાં મારાં મમ્મી-પપ્પા જ નહીં, ટેક્સાસમાં રહેતાં મારાં કાકા-કાકી પણ બોલરૂમ ડાન્સિંગ ક્લાસ જાય છે. અમારાં માતા-પિતાની પેઢી બદલાઇ રહી છે. તેમનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. તેઓ વધું સહજ થયા છે અને હવે એવું નથી વિચારતાં કે લોકો શું કહેશે. અમને સારું લાગે છે કે તેઓ પોતાની જિંદગી આનંદથી જીવી રહ્યાં છે.

જ્યારે પણ અમે તેમને પૂછીએ છીએ તેમણે પોતાના માટે કેમ કંઇ કર્યું નહીં, તો તેઓ કહે છે કે અમને આગળ વધતાં જોવા તે જ તેમનાં માટે સર્વસ્વ છે. હવે અમારા લોકોનાં પણ બાળકો છે, તો અમે પણ માતા-પિતાના રૂપે સમજી શકીએ છીએ કે તેમણે બાળકો માટે કેટલું મોટું બલિદાન આપ્યું છે.

મોનેટરી પાર્કની દુર્ઘટનામાં માર્યા ગયેલાં બધાં એશિયન-અમેરિકન
મોનેટરી પાર્કના બોલરૂમ ડાન્સિંગ ક્લાસમાં બુધવારે થયેલા ગોળીબારમાં 11 લોકોના જીવ ગયા. આ બધાં એશિયન-અમેરિકન હતાં, જેમની ઉંમર 56થી 76ની વચ્ચે હતી. આ બધાં અહીં ન્યૂયર મનાવવા ભેગાં થયાં હતાં. આ દુર્ઘટનાથી એશિયન-અમેરિકન વડીલોની સુરક્ષા પર સવાલ ઊઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...