• Gujarati News
  • International
  • When He Was Japanese PM, He Came To India 4 Times In 8 Years, Performed Ganga Aarti In Varanasi; Bowed To Bapu At Sabarmati Ashram

તસવીરોમાં જુઓ આબેનો ભારત પ્રેમ:જાપાની PM હતા ત્યારે 8 વર્ષમાં 4 વાર ભારત આવ્યા, વારાણસીમાં ગંગાની આરતી કરી; સાબરમતી આશ્રમમાં બાપૂને નમન કર્યા

3 મહિનો પહેલા

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર શુક્રવારે હુમલો થયો હતો. નારા નગરમાં એક રેલી દરમિયાન ભાષણ આપતા સમયે એક શખસે તેમના પર ગોળીબાર કર્યો હતો. શિન્ઝો આબેના ભારત સાથે મજબૂત સંબંધ છે. તેઓ અત્યાર સુધીમાં કુલ પાંચ વખત ભારતની મુલાકાતે આવ્યા છે. શિન્ઝો પ્રથમ વખત 2006માં ભારત આવ્યા હતા જ્યારે તેઓ જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ હતા. 2006માં પ્રથમ વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ 2007માં ભારતની મુલાકાતે આવ્યા હતા. 2012થી 2020 દરમિયાન, બીજી વખત વડાપ્રધાન તરીકે તેઓ વધુ ત્રણ વખત ભારત આવ્યા હતા. તેઓ એવા પ્રથમ જાપાની વડાપ્રધાન છે જેમણે ભારતની આટલી બધી મુલાકાત લીધી છે.

ભારતીય પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપનારા શિન્ઝો આબે પ્રથમ જાપાની વડાપ્રધાન હતા. 2018માં તેણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના હોલિડે હોમે આમંત્રણ આપ્યું હતું. શિન્ઝો આબેના ખાનગી બંગલાની મુલાકાત લેનારા પીએમ મોદી પહેલા વિદેશી નેતા હતા. આના પરથી સમજી શકાય છે કે બંનેની મિત્રતા માત્ર બંને દેશના વડાપ્રધાન તરીકે જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે પણ હતી.

શિન્ઝો આબેની ભારત મુલાકાતની તસવીરો જુઓ...

2007માં શિન્ઝો પ્રથમ વખત વડાપ્રધાન તરીકે ભારત આવ્યા હતા. તેમણે સંસદમાં 'કન્ફ્લુઅન્સ ઑફ 2 સીઝ' નામનું ભાષણ આપ્યું હતું. આ કોન્સેપ્ટ હવે ઈન્ડો-પેસિફિક સંબંધો અને ભારત અને જાપાન વચ્ચેના મજબૂત સંબંધોનો આધાર છે. તસવીરમાં શિન્ઝોની સાથે લોકસભાના તત્કાલિન સ્પીકર સોમનાથ ચેટર્જી, પીએમ મનમોહન સિંહ અને ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ છે.

બીજી વખત વડા પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, 26 જાન્યુઆરી 2014ના દિવસે શિન્ઝો આબેએ 65માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ તસવીરમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી શિન્ઝો આબે સાથે છે.

આ તસવીર 2015માં શિન્ઝો આબેની ત્રીજી ભારત મુલાકાતની છે. શિન્ઝો આબે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદીને મળ્યા હતા.

તેમની ત્રીજી ભારત મુલાકાત દરમિયાન શિન્ઝો આબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વારાણસીમાં ગંગા આરતીમાં હાજરી આપી હતી. અહીં તેમણે હાથમાં પૂજાની થાળી લઈને આરતી પણ કરી હતી. આ તસવીર ભારતના શિન્ઝો આબે અને પીએમ મોદી વચ્ચેના ગાઢ સંબંધોની ઓળખ હતી.

ગંગા આરતીમાં હાજરી આપ્યા બાદ બંને નેતાઓએ આવી જ કેટલીક અનૌપચારિક પળો સાથે વિતાવી હતી. શિન્ઝો આબે પોતાના ફોનમાં પીએમ મોદીને કંઈક બતાવતા જોવા મળ્યા હતા.

સપ્ટેમ્બર 2017માં શિન્ઝો આબે ચોથી વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારત-જાપાની મંત્રણામાં ભાગ લેવા ગુજરાતના ગાંધીનગર આવ્યા હતા. એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા પહોંચેલા પીએમ મોદીએ ગળે લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

એરપોર્ટથી નીકળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાવાર પ્રોટોકોલ તોડીને શિન્ઝો આબે સાથે રોડ શોમાં ભાગ લીધો હતો.

શિન્ઝો આબે અને તેમની પત્ની એકી આબે અમદાવાદની સીદી સૈયદ મસ્જિદ ખાતે પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં તેમની સાથે હતા.

અમદાવાદની મુલાકાત દરમિયાન શિન્ઝો આબે અને પીએમ મોદીએ સાબરમતી આશ્રમની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

જ્યારે ભારતના વડાપ્રધાનો ટોક્યો ગયા અને શિન્ઝો આબેને મળ્યા ત્યારની ક્ષણો....
શિન્ઝો આબે કુલ 5 વખત ભારતની મુલાકાતે આવ્યા હતા, જ્યારે શિન્ઝો વડાપ્રધાન હતા ત્યારે ભારતીય વડા પ્રધાને પણ 5 વખત જાપાનની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા મનમોહન સિંહ 2013માં જાપાન ગયા હતા, ત્યારબાદ પીએમ મોદીએ ચાર વખત જાપાનની મુલાકાત લીધી હતી. નીચે જુઓ કેટલીક તસવીરો...

29 મે 2013ના દિવસે જાપાનના ટોક્યોમાં ભારત-જાપાન સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ અને શિન્ઝો આબે મળ્યા હતા.

સપ્ટેમ્બર 2014મા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ટોક્યોમાં શિન્ઝો આબેને મળ્યા હતા. અહીં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી, બંને નેતાઓ હાથ મિલાવે છે

આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનીઝ ટી સેરેમનીમાં શાળા ઓમોટેસેન્કે ટી હટ ખાતે જાપાનીઝ રીત-રિવાજો મુજબ 'ટી કેક' ખાધી હતી.

12 નવેમ્બર 2016ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબે સાથે શિંકનસેન બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેઓ ઓક્ટોબર 2018મા જાપાનની બે દિવસની મુલાકાતે ગયા હતા, જાપાનના યામાનાશી પ્રીફેક્ચરના યામાનાકાકો ગામમાં હોટેલ ગાર્ડનમાં શિન્ઝો આબે સાથે વોક કરવા નીકળ્યા હતા

યામાનશીમાં લગભગ 8 કલાક વિતાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબેએ ટોક્યો જવા માટે એક્સપ્રેસ વે લીધો હતો.

પીએમ મોદી ઓક્ટોબર 2018મા તેમની ટોક્યોની મુલાકાત દરમિયાન જાપાનના વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન પર રાત્રિભોજનમાં હાજરી આપી હતી.

2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટોક્યો મુલાકાત સમયની તસવીર. જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યામાનાશી સ્થિત તેમના ખાનગી બંગલામાં આમંત્રણ આપ્યું હતું. આબેએ પ્રથમ વખત કોઈ વિદેશી નેતાને તેમના હોલિડે હોમમાં આમંત્રણ આપ્યું હતું.

જૂન 2019મા જાપાનના ઓસાકામાં G20 નેતાઓની બેઠક યોજાઈ હતી. ફોટો સેશન દરમિયાન શિન્ઝો આબેએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ રીતે સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...