• Gujarati News
  • International
  • When Asked About The Farmers' Movement In The British Parliament, PM Boris Johnson's Answer Came As A Surprise.

ગેરસમજ:બ્રિટનની સંસદમાં ખેડૂતોના આંદોલન અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો PM બોરિસ જોનસન કહ્યુ- ભારત-પાકિસ્તાન વાતચીતથી આ મુદ્દાનું સમાધાન લાવશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં કૃષિ કાયદા સામે ખેડૂતો કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષની લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ધેસીએ ભારતમાં કૃષિ કાયદા સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈ બ્રિટનના શીખોની ચિંતાથી વાકેફ કરાવતા પ્રધાનમંત્રી બોરિસ જોનસનને એક પ્રશ્ન પૂછ્યો હતો.

આ પ્રશ્નને પ્રધાનમંત્રી જોનસન યોગ્ય રીતે સમજી શક્યા ન હતા અને કહ્યું હતુ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ વિવાદનો વાતચીતથી ઉકેલ મેળવી શકાય છે. ત્યારબાદ બોરિસ જોનસનના જવાબથી આશ્ચર્ય સર્જાયુ હતું અને તનમનજીત સિંહે સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને કહ્યું હતું કે પ્રધાનમંત્રી જોનસન વાકેફ નથી કે તેઓ કયા વિષય પર તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

હકીકતમાં ધેસીએ ભારતમાં ખેડૂતોના મુદ્દો ઉપસ્થિત કરતા સંસદમાં પૂછ્યુ કે શુ જોનસન બ્રિટનમાં રહેતા શીખ સમુદાયોની ચિંતાથી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વાકેફ કરશે. આ પ્રશ્નના જવાબમાં જોનસને કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ વિવાદનો ઉકેલ ત્યાંની સરકારો જ કરી શકે છે.