• Gujarati News
  • International
  • Wheat medicine Trucks Are Not Allowed To Go To Kabul Even After 2 Months; "We Will Continue To Help Afghanistan," India Said

PAK છીનવે છે અફઘાનનો રોટલો:ઘઉં-દવાઓથી ભરેલી ટ્રકોને 2 મહિના પછી પણ કાબુલ જવાની મંજૂરી નથી, ભારતે કહ્યું- અમે મદદ ચાલુ રાખીશુ

નવી દિલ્હી/ઈસ્લામાબાદએક મહિનો પહેલા
  • ભારત અફઘાનિસ્તાનમાં ભૂખમરાથી પીડિત લોકો માટે ઘઉં અને દવાઓ મોકલવા માગે છે

ભારતે 7 ઓક્ટોબરે પાકિસ્તાન સરકારને એક સંદેશ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત સરકાર અફઘાનિસ્તાનમાં ભૂખમરાથી પીડિત લોકો માટે 50 હજાર ટન ઘઉં અને દવાઓ મોકલવા માગે છે, આથી પાકિસ્તાને માનવતા તરીકે મદદ કરવી જોઈએ અને ભારતની ટ્રકોને આ માલ વાઘા બોર્ડરથી અફઘાનિસ્તાન લઈ જવા માટેની મંજૂરી આપવી જોઈએ. આ વાતને બે મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પણ ઈમરાન સરકાર દ્વારા આ બાબતની મંજૂરી આપવામાં આવી નથી. ગુરુવારે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું- આ એક મુશ્કેલ ઓપરેશન છે. પાકિસ્તાન સાથે વાતચીત ચાલી રહી છે. યોગ્ય સમયે માહિતી આપવામાં આવશે.

ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું
ગુરુવારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે કહ્યું- અમે અફઘાનિસ્તાનની મદદ કરવાનું ચાલુ રાખીશું. ભારત સરકાર આ મુદ્દે પાકિસ્તાનના સંપર્કમાં છે. અમે જાણીએ છીએ કે આ મુશ્કેલ ઓપરેશન છે. તમારે પણ ધીરજ રાખવી જોઈએ. ભારતે ગયા અઠવાડિયે હવાઈમાર્ગ દ્વારા અફઘાનિસ્તાનને દવાઓ અને જીવન રક્ષક ઉપકરણો મોકલ્યાં હતાં. પરત ફ્લાઇટમાં 10 ભારતીય અને 94 અફઘાન નાગરિકો ભારત આવ્યા હતા. ભારતે 10 નવેમ્બરે બેઠક બોલાવી હતી. એમાં રશિયા, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના NSA એ ભાગ લીધો હતો. આ બેઠકમાં અફઘાનિસ્તાનને ઘઉં અને દવાઓ મોકલવાનું વચન આપ્યું હતું.

પાકિસ્તાનની શી શરતો છે
પાકિસ્તાને 24 નવેમ્બરે ભારતીય વિદેશ મંત્રાલયના 7 ઓક્ટોબરે મોકલેલા પત્રનો જવાબ આપ્યો હતો. આમાં બિનજરૂરી શરતો મૂકવામાં આવી હતી. તેમનું કહેવું છે કે ભારતની ટ્રકો વાઘા બોર્ડર પર સામાન ઉતારીને એ સામાનને પાકિસ્તાની ટ્રકોમાં ભરવામાં આવે અને ત્યાંથી તેને પાકિસ્તાનની ટ્રકોમાં જ અફઘાનિસ્તાન લઈ જવામાં આવે. આ રીતે સમાન લઈને આ ટ્રકો અફઘાનિસ્તાન પહોંચે.

કાબુલમાં એક બેકરીની બહાર ભૂખ્યા લોકોને રોટલીનું વિતરણ કરતી મહિલા. (ફાઈલ)
કાબુલમાં એક બેકરીની બહાર ભૂખ્યા લોકોને રોટલીનું વિતરણ કરતી મહિલા. (ફાઈલ)

ભારત પણ સતર્ક
ભારત સરકાર પાકિસ્તાનની શરતો કે માગણીઓને વધુ સારી રીતે સમજે છે. આ જ કારણ છે કે ભારત પહેલાં જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે અફઘાનિસ્તાન સુધી માત્ર ભારતીય ટ્રક જ જશે. આ ટ્રકો સાથે UNની ટીમ પણ હશે.

અન્ય સમાચારો પણ છે...